• Gujarati News
  • Sports
  • Cricket
  • The 66 year old Former Cricketer Married Bulbul, The Second Wife Is 28 Years Younger; The Two Kissed During The Ceremony

અરુણલાલના લગ્નની તસવીરો:66 વર્ષીય પૂર્વ ક્રિકેટરે બુલબુલ સાથે લગ્ન કર્યા, બીજી પત્ની 28 વર્ષ નાની છે; સેરેમની દરમિયાન બંનેએ કિસ કરી

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

પૂર્વ ક્રિકેટર 66 વર્ષીય અરુણ લાલે પોતાનાથી 28 વર્ષ નાની ઉંમરની બુલબુલ સાથે લગ્ન કરી લીધા છે. તમને જણાવી દઈએ કે આ તેમના બીજા લગ્ન છે. તેવામાં અત્યારે આ બંને કપલની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. આનું આયોજન કોલકાતાની એક હોટલમાં કરવામાં આવ્યું હતું જ્યાં ઘણા પૂર્વ ક્રિકેટર્સ સામેલ થયા હતા. જોકે આ સેરેમનીમાં અરુણ લાલ ભારે ઉત્સાહમાં સેલિબ્રેશન કરતા જોવા મળ્યા હતા. સેરેમની દરમિયાન તેમની પત્ની સાથે કિસ કરતી તસવીરો પણ વાઈરલ થઈ રહી છે. આની સાથે જ બંનેએ કેક કાપી સેલિબ્રેશન કર્યું હતું. તો ચલો આપણે અરુણલાલના લગ્નની તથા હલ્દી સેરેમનીની તસવીરો પર નજર ફેરવીએ....

બુલબુલ અને અરુણ લાલ
બુલબુલ અને અરુણ લાલ

બુલબુલ સ્કૂલ ટીચર છે
અરુણ લાલની પત્ની બુલબુલ એક સ્કૂલ ટીચર છે, જે અત્યારે પણ ત્યાં નોકરી કરે છે. બુલબુલને રસોઈ બનાવવાનો શોખ પણ છે, તેણે 2019માં એક કુકિંગ પ્રતિયોગિતામાં પણ ભાગ લીધો હતો. ભારત માટે ઓપનિંગ કરનારા 66 વર્ષીય અરુણ લાલના આ બીજા લગ્ન છે. તેમની પહેલી પત્ની રીના સાથે ડિવોર્સ પછી બુલબુલ સાથે લગ્ન કર્યા છે. જોકે રીનાની તબિયત અત્યારે ખરાબ છે તેવામાં અરુણલાલે પહેલી પત્નીની અનુમતિ લીધા પછી જ બીજા લગ્ન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...