2 એપ્રિલથી શરૂ થશે IPLની 15મી સીઝન:અમદાવાદની ટીમ પ્રથમ વખત રમશે, 10 ટીમની તમામ 74 મેચ ભારતમાં જ રમાશે

નવી દિલ્હી4 દિવસ પહેલા
  • IPL 2022ની શરૂઆત 2 એપ્રિલથી થશે અને પ્રથમ મેચ ચેન્નઈમાં રમાશે
  • આઈપીએલમાં સૌથી વધુ ટાઇટલ જીતનારી ટીમ મુંબઈ ઈન્ડિયન્સ

IPL 2022નો કાર્યક્રમ લગભગ નક્કી થઈ ગયો છે. નવી સીઝનની શરૂઆત એપ્રિલના પ્રથમ સપ્તાહથી થશે. એમએસ ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ 2021માં ચોથી વખત ટાઇટલ જીત્યું હતું. એવામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન હોવાને કારણે ઓપનિંગ મેચમાં તેને તક મળવાની આશા છે. તેની સામે મુંબઈ ઈન્ડિયન્સ (MI) બીજી ટીમ હોય શકે છે, કારણ કે રોહિત શર્માની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વખત ટાઇટલ પોતાના નામે કરી ચૂકી છે.

આ વખતે 8ની જગ્યાએ 10 ટીમ ઊતરશે, જ્યારે 2 નવી ટીમના વધારાને કારણે મેચોની સંખ્યામાં પણ વધારો થયો છે. હવે 60ની જગ્યાએ 74 મેચ થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પહેલેથી જ જાહેરાત કરી ચૂક્યું છે કે આ વખતે આઈપીએલની આખી સીઝન દેશમાં જ આયોજન કરવામાં આવશે.

2 એપ્રિલે ચેન્નઈમાં પ્રથમ મેચ
ક્રિકેટ વેબસાઇટ ક્રિકબજ અનુસાર, IPL 2022ની શરૂઆત 2 એપ્રિલથી થઈ શકે છે. પ્રથમ મેચ ચેન્નઈમાં રમાશે. ફાઈનલ મેચ 4 અથવા 5 જૂને રમાઈ શકે છે. બધી ટીમોને પહેલાની જેમ 14-14 મેચ રમવાની રહેશે. 7 મેચ ઘરઆંગણે અને 7 મેચ બહાર રમાશે.

IPLમાં બે નવી ટીમ, અમદાવાદની ટીમ પ્રથમ વખત રમશે
આઈપીએલમાં આગામી સીઝનથી 8ની જગ્યાએ 10 ટીમ ભાગ લેશે. બે નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. IPL 2022માં અમદાવાદ અને લખનઉની ટીમ પણ ભાગ લેશે. અમદાવાદની ટીમ પ્રથમ વખત IPLમાં રમવા મેદાનમાં ઊતરશે.

ગયા વર્ષે કોરોનાને કારણે IPL 2021ની અડધી સીઝન યુએઇમાં આયોજન કરવી પડી હતી, પણ હવે IPLની 15મી સીઝન ભારતમાં જ રમાશે. જ્યારે આઈપીએલની આગામી સીઝન માટે શિડ્યૂલની વાત કરીએ તો 15મી સીઝનની શરૂઆતને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, IPL 2022ની શરૂઆત 2 એપ્રિલથી થશે અને પ્રથમ મેચ ચેન્નઈમાં રમાશે.

આઈપીએલમાં સૌથી વધુ ટાઇટલ જીતનારી ટીમ મુંબઈ ઈન્ડિયન્સ
IPLની શરૂઆત 2008થી થઈ હતી. રાજસ્થાન રોયલ્સે 2008માં આઈપીએલની પ્રથમ ટાઇટલ જીત્યું હતું. આઈપીએલની મોટા ભાગની સીઝનમાં 8 ટીમે ભાગ લીધો છે, પરંતુ વર્ષ 2010માં 10 ટીમ અને 2012 અને 2013માં નવ નવ ટીમ સામેલ થઈ હતી. આઈપીએલમાં સૌથી વધુ ટાઇટલ જીતનારી ટીમ મુંબઈ ઈન્ડિયન્સ છે. મુંબઇએ અત્યારસુધીમાં 5 વખત આઈપીએલ ટાઇટલ પોતાને નામે કહ્યું છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ 4 વખત આઈપીએલ ટાઈટમ જીતી છે. આ ઉપરાંત ડેક્કન ચાર્જર્સ, રાજસ્થાન અને સનરાઈઝ હૈડરાબાદે એક-એક વખત આ ટાઇટલ જીતી છે. દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે હજી સુધી એકપણ વખત આઈપીએલ ટાઇટલ જીતી નથી.

2008થી 2021 સુધી કઈ કઈ ટીમોએ જીત્યું IPL ટાઇટલ

IPL 2021- ચેન્નઈ સુપર કિંગ્સ
એમએસ ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ 2021માં ચોથી વખત ટાઇટલ જીત્યું હતું.

IPL 2020- મુંબઈ ઈન્ડિયન્સ
આઈપીએલ 2020નું ટાઇટલ મુંબઈ ઇંડિયન્સે પોતાને નામે કર્યું હતું. મુંબઇએ ફાઇનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે હરાવીને આ ટાઇટલ જીત્યું હતું.

IPL 2019- મુંબઈ ઈન્ડિયન્સ
આઈપીએલ 2019ની ફાઇનલ મેચમાં મુંબઈ ઇંડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 1 રનથી હરાવીને ચોથી વખત IPLટાઇટલ પોતાને નામે કહ્યું હતું. આ મેચમાં મુંબઇ ઇંડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 8 વિકેટ પર 148 આરએનએ બનાવ્યા હતા, જેના જવાબમાં ચેન્નઈની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા.

IPL 2018- ચેન્નઈ સુપર કિંગ્સ
આઈપીએલ 2018ની ફાઇનલ ચેન્નઈ સુપર કિંગ્સ જીતી હતી. ચેન્નઈએ સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું હતું. સુનીલ નોરેન નેમ ઓફ ધ સિરીઝ રહ્યો હતો.

IPL 2017- મુંબઈ ઈન્ડિયન્સ
આઈપીએલ 2017માં મુંબઈ ઈન્ડિયન્સ ફરીથી ચેમ્પિયન બન્યું હતું. મુંબઈમાં ફાઇનલ મુકાબલામાં રાઇઝિંગ પુણે સુપર જાયંટ્સને 1 રનથી હરાવ્યું હતું. બેન સ્ટોક્સ મેન ઓફ ધ સિરીઝ રહ્યો હતો.

IPL 2016- સનરાઇઝર્સ હૈદરાબાદ
​​​​​​​આઇપીએલની નવમી સીઝન વર્ષ 2016માં સનરાઈઝર્સ હૈદરાબાદે પ્રથમ વખત ટાઇટલ પોતાને નામે કર્યું હતું. હૈદરાબાદે બેંગલોરને આઠ રને હરાવ્યું હતું. આ ત્રીજી વખત હતું, જ્યારે રોયલ ચેલેંજર બેંગલોર ફાઇનલમાં આવીને હારી ગઈ હતી.

IPL 2015- મુંબઈ ઈન્ડિયન્સ
​​​​​​​આઈપીએલ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ ફરી એક વખત ચેમ્પિયન બની. મુંબઇએ ફરી એક વખત ચેન્નઈને 41 રને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આન્દ્રે રસેલ મેન ઓફ ધ સિરીઝ રહ્યો હતો.

IPL 2014- કોલકાતા નાઈટ રાઈડર્સ
આઈપીએલ 2014માં કોલકાતા નાઈટ રાઈડર્સે ટાઇટલ પોતાને નામે કરી લીધું હતું. કોલકાતાએ ફાઇનલમાં કિંગ્સ ઇલેવન પંજાબને 3 વિકેથી હરાવ્યું હતું. ગ્લેન મેક્સવેલ મેન ઓફ ધ સિરીઝ રહ્યો હતો.

IPL 2013- મુંબઈ ઈન્ડિયન્સ
આઈપીએલ 2013માં મુંબઈ ઇંડિયન્સે ટાઇટલ પોતાને નામે કર્યું હતું. મુંબઇએ ચેન્નઈ સુપર કિંગ્સને ફાઈનલમાં 23 રનથી હરાવી હતી. શેન વોટસન મેન ઓફ ધ સિરીઝ પસંદગી પામ્યો હતો.

IPL 2012- કોલકાતા નાઈટ રાઈડર્સ
આઈપીએલની પાંચમી સીઝન એટલે કે 2012માં કોલકાતા નાઈટ રાઈડર્સ ચેમ્પિયન બની હતી. કેકેઆરે ચેન્નઈને 5 વિકેટે હરાવીને ટાઇટલ જીતી હતી. સુનીલ નરેન મેન ઓફ ધ સિરીઝ રહ્યો હતો.

IPL 2011- ચેન્નઈ સુપર કિંગ્સ
આઈપીએલ 2011માં પણ એમએસ ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ ચેમ્પિયન બની હતી. તેણે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ફાઇનલમાં 58 રનથી હરાવીને ટાઈટમ જીત્યું હતું. ક્રિસ ગેલ મેન ઓફ ધ સિરીઝ રહ્યો હતો.

IPL 2010- ચેન્નઈ સુપર કિંગ્સ
​​​​​​​આઈપીએલ 2010માં ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ ચેમ્પિયન બની હતી. ચેન્નઈએ મુંબઈને 22 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. સચિન તેંડુલકર મેન ઓફ ધ સિરીઝ રહ્યો હતો.

IPL 2009- ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ
ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદે આઈપીએલની બીજી સીઝન પોતાને નામે કરી હતી. આઈપીએલ 2009માં હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 6 રનથી હરાવી હતી. એડમ ગિલક્રિસ્ટ મેન ઓફ ધ સિરીઝ રહ્યો હતો.

IPL 2008- રાજસ્થાન રોયલ્સ
આઈપીએલ 2008માં ઇતિહાસનું પ્રથમ ટાઇટલ જીતનારી ટીમ રાજસ્થાન રોયલ્સ છે. રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને ફાઇનાલમાં હરાવીને IPL 2008ની ટાઇટલ જીત્યું હતું. રાજસ્થાને ચેન્નઈને 3 વિકેટથી હરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...