તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Test Series Team Management Is Not Happy With Pujara Batting Failing In Practice Matches May Rule Him Out From Playing 11

શું વિરાટ ઈંગ્લેન્ડ ટૂરમાં નંબર-3 પર રમશે?:પુજારાની બેટિંગથી ટીમ મેનેજમેન્ટ નારાજ, પ્રેક્ટિસ મેચમાં નિષ્ફળ જશે તો પ્લેઇંગ-11માંથી બહાર કરી દેશે

લંડન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુમરાહના સ્થાને મોહમ્મદ સિરાજ અને શાર્દૂલ ઠાકુરને પ્લેઇંગ-11માં તક મળી શકે છે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડે 8 વિકેટથી હરાવ્યું હતું. ત્યારપછી ઈંગ્લેન્ડ ટૂર (ઓગસ્ટ-સપ્ટેમ્બર)ની ભારતીય ટીમ કોમ્બિનેશન અંગે ચર્ચા થઈ શકે છે. અનુમાન લગાવાઈ રહ્યું છે કે ટીમ મેનેજમેન્ટ ભારતીય ટીમની બીજી દિવાલ તરીકે ઓળખાતા ચેતેશ્વર પુજારાના પ્રદર્શનથી નાખુશ છે.

ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝ પહેલા 2 પ્રેક્ટિસ મેચ રમવાની તૈયારીમાં છે. આ મેચમાં જો પુજારા નિષ્ફળ જશે તો એને ટીમની પ્લેઈંગ-11માંથી બહાર કાઢી મૂકવામાં આવશે.

રાહુલ અથવા વિહારીને મીડલ ઓર્ડરમાં તક મળે તેવી ચર્ચા
જો પુજારા પ્લેઇંગ-11થી ડ્રોપ થશે તો કેપ્ટન કોહલી ત્રીજા નંબર પર બેટિંગ કરશે. વિરાટે ઈંગ્લેન્ડ સામે 2018માં 5 મેચની સિરીઝ રમી હતી, જેમાં 59.30ની એવરેજથી 593 રન બનાવ્યા હતા. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, જો પુજારા બહાર જશે તો મીડલ ઓર્ડરમાં લોકેશ રાહુલ અને હનુમા વિહારીને તક મળી શકે છે અને કોહલી ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવશે. વિહારીએ આ વર્ષે કાઉન્ટી મેચ પણ રમી છે.

પુજારા ઘણા લાંબા સમયથી આઉટ ઓફ ફોર્મ
પુજારાની ડિફેન્સ ટેકનિક સ્ટ્રોંગ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પુજારા આઉટ ઓફ ફોર્મ છે. તે માત્ર ડેડ ડિફેન્સ જ કરી શકે છે અને એની સ્લો બેટિંગથી બીજા બેટ્સમેન પર પ્રેશર વધી જાય છે. જૂન 2019થી એણે ભલે 9 અર્ધસદી નોંધાવી છે પરંતુ એની એવરેજ માત્ર 28ની રહી છે.

ઓપનિંગમાં ફેરફારનો વિકલ્પ ખુલ્યો
પુજારા સિવાય ઓપનર શુભમન ગિલનું ફોર્મ પણ ખરાબ રહ્યું છે. ફ્રેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ સામેની મેચમાં એણે અર્ધસદી નોંધાવી હતી ત્યારપછી એણે ટેસ્ટ ક્રિકેટમાં 0, 14, 11, 15*, 0, 28 અને 9 રનની ઇનિંગ રમી છે. ભારત પાસે બીજો વિકલ્પ એ પણ છે કે રાહુલને ઓપનિંગમાં મોકલી શકાશે અને ગિલને નંબર-3 પર મોકલાશે. આ સ્થિતિમાં કોહલી પોતાના ફેવરિટ નંબર 4 પર બેટિંગ કરી શકશે.

બુમરાહના સ્થાને સિરાજ અને શાર્દૂલને તક મળી શકે છે
ફાસ્ટ બોલિંગની વાત કરીએ તો બુમરાહનું પ્રદર્શન પણ છેલ્લા કેટલાક સમયગાળાથી ખરાબ રહ્યું છે. બુમરાહે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સામાન્ય પ્રદર્શન દાખવ્યું હતું અને એકપણ વિકેટ લીધી નહતી. કંડિશન પ્રમાણે બુમરાહની લેન્થ પણ બરાબર નહતી. તેથી જ જો બુમરાહ જલદી ફોર્મમાં નહીં આવે તો એના સ્થાન પર મોહમ્મદ સિરાજ અથવા શાર્દૂલ ઠાકુરને તક મળી શકે છે. જો ભારત 4 ફાસ્ટ બોલર સાથે રમશે તો સિરાજ અને શાર્દૂલ એક સાથે રમી શકે છે.

બે અભ્યાસ મેચ રમવાના પ્રયત્નો
ભારતીય ટીમ મેનેજમેન્ટના કહ્યા પ્રમાણે BCCIએ ઈંગ્લેન્ડ ક્રિકેટને વિનંતી કરી હતી કે ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને 2 અભ્યાસ મેચ રમવાની તક મળે. અનુમાન લગાવઈ રહ્યું છે કે ઈંગ્લેન્ડ લાયન્સ (ઈંગ્લેન્ડની ટીમ A) સામે એક અભ્યાસ મેચ રમી શકાશે. બીજી મેચ કઇ ટીમ સામે રમાશે એની ચર્ચા ચાલી રહી છે. આ બંને મેચમાં પ્રદર્શનના આધારે પહેલી ટેસ્ટ મેચ માટે ભારતની પ્લેઇંગ-11ની પસંદગી થઈ શકે છે. પહેલી ટેસ્ટ મેચ 4 ઓગસ્ટે ટ્રેંટ બ્રિજમાં શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...