તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રિકેટ:કોરોના બાદ ટેસ્ટ મેચ 4 દિવસના થઈ શકે છે, તેનાથી આયોજન ખર્ચમાં 10થી 15%નો ઘટાડો આવશે

લંડનએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વસીમ ખાન. - Divya Bhaskar
વસીમ ખાન.
  • ક્રિકેટ બોર્ડ નવી રણનીતિ પર કામ કરી રહ્યાં છે, નાના ટૂર અને સેલેરીમાં કાપ પણ તેમાં સામેલ

કોરોનાને કારણે માર્ચથી જ ઈન્ટરનેશનલ ક્રિકેટ સંપૂર્ણ રીતે બંધ છે. તેના કારણે વિશ્વભરના બોર્ડને નુકસાન થઈ રહ્યું છે. આ દરમિયાન ઘણા બોર્ડના અધિકારીઓ હવે નુકસાનથી બચવાનો માર્ગ શોધી રહ્યાં છે. તેમાં 5 દિવસની ટેસ્ટને 4 દિવસનું કરવાનો પ્લાન ચાલુ છે. 
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ વસીમ ખાને કહ્યું- ‘અમારે અલગ રીતે કામ કરવું પડશે. તમે ટેસ્ટ મેચની સંખ્યા ઓછી કરી શકો છો. સફેદ બોલની મેચ વધુ થશે.’ ક્રિકેટ દ.આફિકાના ચીફ એક્ઝિક્યૂટિવ જેક્સ ફૉલે કહ્યું કે-‘4 દિવસીય ટેસ્ટ સામેવાળી ટીમ પર નિર્ભર કરશે.’ ક્રિકેટ વેસ્ટઈન્ડિઝના ચીફ એક્ઝિક્યૂટીવ જૉની ગ્રેવે કહ્યું-‘કોઈપણ દેશ ઘરઆંગણે ક્રિકેટ વગર એક વર્ષથી વધુ સમય ટકી શકતો નથી. કોઈપણ ટૂરના દિવસને ઘટાડી ખર્ચ ઓછો કરી શકાય છે.
ફ્યુચર ટૂર પ્રોગ્રામને ફરી રિવ્યૂ કરવાની જરૂર
ગ્રેવે કહ્યું કે- કોઈપણ ટીમ 6 મેચ રમવા તે દેશમાં નહીં જાય જ્યાં તેણે 15 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. એવામાં એફટીપીને ફરી રિવ્યૂ કરવાની જરૂર છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે, કોવિડ-19ની કેટલી આર્થિક અસર થશે તે અંગે કહેવું વહેલું ગણાશે. પરંતુ મહિલા ક્રિકેટમાં કાપ મૂકવાનું ઘટશે કારણ કે ભવિષ્યમાં તેનાથી વધુ કમાણી થવાની આશા છે.    
ટેસ્ટમાં 4 કરોડનો ખર્ચ, 60 લાખ રૂપિયાની બચત થશે
એક ટેસ્ટના આયોજનમાં સરેરાશ 4 કરોડનો ખર્ચ થાય છે. જો ટેસ્ટ 5 ના સ્થાને 4 દિવસની યોજાય તો 40 લાખથી 60 લાખની બચત થશે.

અન્ય સમાચારો પણ છે...