તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાદ આવ્યો સચિનનો રિટાયરમેન્ટ દિવસ:તેંડુલકરે લારા-ગેલે આપેલી ગિફ્ટનો ફોટો શેર કર્યો, યુવરાજ બોલ્યો- તમે અમારા દિલમાંથી ક્યારેય રિટાયર થશો નહીં

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સચિને 16 નવેમ્બર 2013ના રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. યુવરાજે 10 જૂન 2019એ નિવૃત્તિ લીધી હતી. -ફાઈલ ફોટો - Divya Bhaskar
સચિને 16 નવેમ્બર 2013ના રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. યુવરાજે 10 જૂન 2019એ નિવૃત્તિ લીધી હતી. -ફાઈલ ફોટો

પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહે સચિન તેંડુલકરના નિવૃત્તિના અંતિમ દિવસને યાદ કર્યો. યુવીએ કહ્યું કે, તમે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકો છો, પરંતુ અમારા દિલમાંથી ક્યારેય રિટાયર થશો નહીં. સચિને 16 નવેમ્બર 2013ના રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

સચિને એક વીડિયો શેર કર્યો હતો. તેમાં તે એક સ્ટીલના ડ્રમ સાથે જોવા મળ્યો હતો. સચિને કહ્યું કે, આ ડ્રમ તેને તેની નિવૃત્તિના છેલ્લા દિવસે બ્રાયન લારા અને ક્રિસ ગેલે ગિફ્ટ આપી હતી.

આઇકોનિક ડે કોઈ ભૂલી નહીં શકે
યુવરાજે રિટ્વીટ કરતા કહ્યું કે, આ આઇકોનિક ડે કોઈ ભૂલી શકે નહીં. તમે મેદાન પર જરૂર રિટાયર થયા છો, પરંતુ અમારા દિલમાંથી ક્યારેય રિટાયર થશો નહીં. તમે હંમેશા મહાન માસ્ટર બ્લાસ્ટર જ રહેશો.

સચિને વેસ્ટ ઇન્ડિઝ સામે છેલ્લી મેચ રમ્યો
સચિને પોતાની 200મી ટેસ્ટ રમીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેણે અંતિમ મેચ વેસ્ટ ઇન્ડિઝ સામે ઘરઆંગણે મુંબઈ ખાતે રમી હતી. આ મેચમાં સચિન 74 રનની ઇનિંગ્સ રમ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો