તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટીમ ઇન્ડિયા માટે ચિંતાજનક વાત:સાઉથ હેમ્પટનમાં આ કાઉન્ટી સીઝનની 3 મેચોમાં 2 વાર 80થી ઓછા સ્કોરે ઓલઆઉટ થઇ ટીમો

સાઉથ હેમ્પટન3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટીમ ઇન્ડિયાએ 18થી 22 જૂન સુધી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂ ઝીલેન્ડનો સામનો કરવાનો છે. આ મેચ ઇંગ્લેન્ડના સાઉથ હેમ્પટન શહેરના ધ એજિસ બાઉલમાં રમાશે. ભારત માટે આ ગ્રાઉન્ડ સારું સાબિત થયું નથી. તે ઉપરાંત આ કાઉન્ટી સીઝનમાં જે પ્રમાણે મુકાબલા થઈ રહ્યા છે, તે ટીમ ઇન્ડિયા માટે વોર્નિંગ બેલ્સ છે.

પ્રથમ મેચમાં મિડલસેક્સની ટીમ 79 રનમાં ઓલઆઉટ થઈ
એજિસ બાઉલમાં આ કાઉન્ટી સીઝનની પહેલી મેચ (15થી 18 એપ્રિલ)માં મિડલસેક્સની ટીમ માત્ર 79 રનમાં ઓલઆઉટ થઈ હતી. પ્રથમ બેટિંગ કરતાં યજમાન હેમ્પશાયરની ટીમે 319 રન બનાવ્યા હતા. જવાબમાં મિડલસેક્સની ટીમ પાણીમાં બેસી ગઈ હતી. હેમ્પશાયર તરફથી રમતાં પાકિસ્તાનના સ્વિંગ બોલર મોહમ્મદ અબ્બાસે 6 વિકેટ લીધી હતી. તે પછી હેમ્પશાયરે પોતાની બીજી ઇનિંગ્સ 290/4 ડિક્લેર કરી હતી. મિડલસેક્સ 281 રનમાં ઓલઆઉટ થયું અને યજમાને આ મુકાબલો 249 રને પોતાના નામે કર્યો.

ત્રીજી મેચમાં યજમાન ટીમ 79 રનમાં ઓલઆઉટ થઈ
એવું નથી કે આ ગ્રાઉન્ડ પર ખાલી વિરોધી ટીમને તકલીફ પડી રહી છે. ત્રીજી મેચમાં સમરસેટ સામે હેમ્પશાયર પોતે 79 રનમાં ઓલઆઉટ થયું હતું. આ ઇનિંગ્સમાં મીડિયમ પેસર સ્વિંગ બોલર્સનો દબદબો રહ્યો હતો. લેવિસ ગ્રેગોરીએ 26 રન આપીને 4 વિકેટ લીધી. ક્રેગ એવર્ટન અને જોશ ડેવીએ પણ 2-2 શિકાર કર્યા. આ બંને પણ મીડીયમ પેસર છે.

ન્યૂ ઝીલેન્ડ પાસે દમદાર સ્વિંગ બોલર્સ
ન્યૂ ઝીલેન્ડની ટીમનું બોલિંગ એટેક ઘણું મજબૂત છે. ટ્રેન્ટ બોલ્ટ, ટિમ સાઉથી, કાઈલ જેમિસન અને નીલ વેગનર ધારદાર બોલિંગ સાથે સ્વિંગ કરાવવામાં પણ માહેર છે. જો તેમને પિચ અને કન્ડિશનથી મદદ મળી તો ભારતને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

જેમિસને ભારત સામે ગઈ સીરિઝની 2 મેચમાં 9 વિકેટ લીધી હતી.
જેમિસને ભારત સામે ગઈ સીરિઝની 2 મેચમાં 9 વિકેટ લીધી હતી.

ભારતની પેસ બેટરી પણ જોરદાર
એવું નથી કે ભારતનું ફાસ્ટ બોલિંગ આક્રમણ નબળું છે. ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજના રૂપમાં ટીમ પાસે વર્લ્ડ ક્લાસ બોલર્સ છે. જોકે, ન્યૂ ઝીલેન્ડના બેટ્સમેનને સ્વિંગ અને સિમીન્ગ કન્ડિશનમાં રમવા માટે વધુ ટેવાયેલા છે. ભારતે કિવિઝના ગયા પ્રવાસ પર 0-2થી હારનો સામનો
કરવો પડ્યો હતો.

પિચ ન્યૂટ્રલ હશે, વેધર પર નિર્ભર હશે બોલિંગ લાઈનઅપ
ભારત માટે સારી વાત છે કે ફાઈનલ મુકાબલાનું આયોજક ICC છે. ICC કોઈ એક ટીમને મદદ મળે એવી પિચ નહીં બનાવે. જો વાદળછાયું વાતાવરણ હોય તો સ્વિંગ બોલર્સને મદદ મળશે. જોકે, ફાઇનલ જૂનના ત્રીજા અઠવાડિયામાં છે. ત્યારે ઇંગ્લેન્ડમાં ગરમી વધી જાય છે અને બોલ ઓછો સ્વિંગ થાય છે. પણ ઇંગ્લેન્ડમાં વેધરનું ક્યારેય કઈ નક્કી હોતું નથી.

અન્ય સમાચારો પણ છે...