તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • "Team India Will Be Able To Depend On Hardik For The Next Five Years," Kohli Said After The Match winning Innings.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તુફાની પંડ્યા:હાર્દિક કોહલી પછી ક્રિકેટનો નેક્સ્ટ ગ્લોબલ સુપરસ્ટાર, ધોની પછીનો બેસ્ટ ફિનિશર: વિશ્વ ક્રિકેટના દિગ્ગજો પંડ્યા પર ઓવારી ગયા

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓસ્ટ્રેલિયા સામેની બીજી T-20માં ભારતને અંતિમ ઓવરમાં 14 રનની જરૂર હતી, ત્યારે હાર્દિકે 2 બોલ બાકી રાખીને 2 મેચ જિતાડી. - Divya Bhaskar
ઓસ્ટ્રેલિયા સામેની બીજી T-20માં ભારતને અંતિમ ઓવરમાં 14 રનની જરૂર હતી, ત્યારે હાર્દિકે 2 બોલ બાકી રાખીને 2 મેચ જિતાડી.

ભારતે ત્રણ T-20 સીરિઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું. અંતિમ ઓવરમાં 14 રનની જરૂર હતી, ત્યારે હાર્દિક પંડ્યાની હાર્ડ હિટિંગ ક્ષમતાને લીધે ભારતે 2 બોલ બાકી રાખીને મેચ જીતી. પાંચમા ક્રમે રમવા આવેલા પંડ્યાએ 22 બોલમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 42* રન કર્યા.

આ ઇનિંગ્સ પછી 27 વર્ષીય ઓલરાઉન્ડરના ચારેકોર વખાણ થઇ રહ્યા છે. કેપ્ટન વિરાટ કોહલીએ મેચ પછી ક્હ્યુ કે, હાર્દિકને અમે 2016માં ટીમમાં તેની એબિલિટી (ક્ષમતા)ને લીધે સ્થાન આપ્યું હતું. તેને હવે ખબર છે કે, આ તેનો પોતાને એક ફિનિશર તરીકે એસ્ટાબ્લિશ(સ્થાપિત) કરવાનો અને કોઈપણ પરિસ્થિતિમાં મેચ વિનિંગ ઇનિંગ્સ રમવાનો સમય છે. તે રમતી વખતે પોતાનું સંપૂર્ણ આપે છે અને હાઈએસ્ટ લેવલે સ્કિલ એક્ઝિક્યુટ કરતા જાણે છે. ભારત આગામી 4-5 વર્ષ સુધી હાર્દિક પર મેચ જીતાડવા માટે નિર્ભર રહી શકે છે.

હાર્દિક બોલિંગ કરવાનું શરૂ કરશે ત્યારે ભારતનો સૌથી મહત્ત્વપૂર્ણ ખેલાડી બની જશે
ભારતના પૂર્વ ફાસ્ટ બોલર અને હાર્દિક સાથે IPLમાં ઘણો સમય પસાર કરનાર ઝહીર ખાને કહ્યુ કે, હાર્દિક અત્યારે એકદમ રિલેક્સ્ડ છે. તે કોઈપણ સમયે સિક્સ મારવાની ક્ષમતા ધરાવે છે અને ખાસ કરીને બોલર ભૂલ કરે તેની રાહ જોવે છે. મારુ માનવું છે કે એ ફરીથી બોલિંગ કરવાનું શરૂ કરશે અને લાંબા સ્પેલ નાખશે, ત્યારે ભારત માટે સૌથી મહત્ત્વપૂર્ણ ખેલાડી બની જશે.

આ પણ વાંચો: રનચેઝમાં ઝઝૂમી રહેલા પંડ્યાએ બેટ બદલ્યું અને ભારતે અઘરી જણાતી ગેમ જીતી, મેચ પછી કહ્યુ- પાંચ મેચથી ફાવટ આવે તેવા બેટની શોધમાં હતો

ધોની અને કોહલી પછી હાર્દિક નેક્સ્ટ ગ્લોબલ સુપરસ્ટાર છે: વોન
ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને હાર્દિકના ભરપૂર વખાણ કરતા કહ્યુ કે, આગામી ત્રણ વર્ષમાં ભારતમાં T-20 અને વનડે વર્લ્ડ કપ તેમજ IPL છે, જો હાર્દિક આ ત્રણ વર્ષ સારું રમે તો તે મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી પછી ક્રિકેટનો નેક્સ્ટ ગ્લોબલ સુપરસ્ટાર બનવાની ક્ષમતા ધરાવે છે. મને લાગે છે કે, હાર્દિક પાસે સુપરસ્ટાર બનવાની બહુ સારી તક છે.

ધોની પછી હાર્દિક ભારતનો ફિનિશર છે: લેન્ગર
ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેન્ગરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે, હાર્દિકની ઇનિંગ્સ અવિશ્વસનીય હતી. અમે જાણીએ છીએ કે તે ખતરનાક છે. આ પહેલા અમે ધોનીને જોઈ ચુક્યા છીએ, હવે પંડ્યાને એ જ રીતે જોઈ રહ્યા છીએ. તે ધોની પછી ભારતનો ફિનિશર છે.

ટેસ્ટ સીરિઝમાં પણ હાર્દિકને રમાડવો જોઈએ: કૈફ
ભારતના પૂર્વ બેટ્સમેન મોહમ્મદ કૈફે કહ્યુ કે, હાર્દિક પંડ્યાને ભલે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં માત્ર વનડે અને T-20 ટીમમાં સ્થાન મળ્યું હોય, પરંતુ તેને ટેસ્ટ સીરિઝમાં પણ રમાડવો જોઈએ. તે રેડ હોટ ફોર્મમાં છે અને સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે તેને ટેસ્ટ ટીમમાં સ્થાન આપવાનો આ યોગ્ય સમય છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો