તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટીમ ઈન્ડિયામાં ધોનીનું રિપ્લેસમેન્ટ:IPLમાં દેખાવના આધારે 5 દાવેદાર, 4ને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે જગ્યા મળી; એકની છે રાહ

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • IPLમાં લોકેશ રાહુલ, સંજુ સેમસન, ઈશાન કિશનનો દેખાવ સારો રહ્યો
  • ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રાહુલને ત્રણ ફોર્મેટમાં જગ્યા આપવામાં આવી

પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીના ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ પછી ટીમ ઈન્ડિયામાં તેમના જેવા જ પ્લેયરની શોધ ચાલી રહી છે. ટેસ્ટ ક્રિકેટમાં ઋદ્ધિમાન સાહાએ જરૂર પોતાના દેખાવથી તેમની કમી પૂરી કરવાની કોશિશ કરી છે. જોકે આ સિવાય કોઈપણ પ્લેયર કોઈપણ ફોર્મેટમાં આશાઓ પર ખરો ઊતર્યો નથી.

જોકે તાજેતરમાં જ પૂરી થયેલી IPLમાં લોકેશ રાહુલ, સંજુ સેમસન, ઋષભ પંત અને ઈશાન કિશન જેવા પ્લેયર્સે જરૂર આશા જગાડી છે. IPLમાં ભારતીયોને વિકેટકીપિંગની ઓછી તક મળી છે. જોકે તેમણે બેટ્સમેન તરીકે ટીમમાં પોતાની ઉપયોગીતા સાબિત કરીને સિલેકટર્સને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો.

IPLમાં દેખાવના આધારે 5 વિકેટ કીપર બેટ્સમેને ઈન્ડિયા ટીમ માટે દાવેદારી રજૂ કરી છે. તેમાં ચારને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટી-20, વનડે અને ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં જગ્યા મળી છે, જ્યારે એકની હજી ડેબ્યુની રાહ જોવાઈ રહી છે. આ દાવેદારોમાં લોકેશ રાહુલ ટોપ પર છે. એ સિવાય ઋદ્ધિમાન સાહા, સંજુ સેમસન, ઋષભ પંત અને ઈશાન કિશાને સારો દેખાવ કરીને પોતાની દાવેદારી નોંધાવી છે.

ઈશાન કિશનને છોડીને તમામને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ટીમમાં સ્થાન મળ્યું છે. સંજુ સેમસનને વન-ડે અને ટી-20માં સામેલ કરવામાં આવ્યો છે. લોકેશ રાહુલને ત્રણ ફોર્મેટમાં જગ્યા આપવામાં આવી છે. જ્યારે ઋદ્ધિમાન સાહા અને ઋષભ પંતને ટેસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. ચાલો, આ 5 દાવેદારોના દેખાવ પર એક નજર નાખીએ...

લોકેશ રાહુલ

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન લોકેશ રાહુલને ટીમ ઈન્ડિયાના ત્રણ ફોર્મેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. છેલ્લી કેટલીક મેચોમાં રાહુલ ભારતની વન-ડે અને ટીમ-20માં વિકેટકીપર તરીકે પણ રમી રહ્યો છે. રાહુલ અત્યારસુધીમાં 32 વન-ડે રમી ચૂક્યો છે. તેણે 47.65ના સરેરાશથી 1239 રન બનાવ્યા છે, જેમાં 4 સદી અને 7 અડધીસદીનો સમાવેશ થાય છે. રાહુલે 42 ટી-20માં 2 સદી અને 11 અડધી સદીની મદદથી 1461 રન બનાવ્યા છે.

ઋદ્ધિમાન સાહા
ભારતીય ટેસ્ટ ટીમમાં ઋદ્ધિમાન સાહાની જગ્યા પાક્કી છે. જોકે IPLની આ સીઝનમાં તેના દેખાવને જોતાં તેને સીમિત ઓવરના ક્રિકેટની તક આપવામાં આવી શકે છે. સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમેલા સાહાએ 4 મેચમાં 71.33ના સરેરાશથી 214 રન બનાવ્યા હતા. તેની ઈનિંગમાં 2 અડધી સદી પણ જોડી છે.

ઋષભ પંત
ધોની પછી ભારતીય સિલેકટર્સની પ્રથમ પસંદગી ઋષભ પંત જ હતી. જોકે પંત આ તકનો ખાસ ફાયદો ન ઉઠાવી શક્યો. પંતે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાં સદી ફટકારીને ટેસ્ટમાં પોતાની જગ્યા તો બચાવી લીધી. જ્યારે સાહા ટીમના ફ્રન્ટલાઈન કીપર છે. હાલના ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં પંતને ટેસ્ટ ટીમમાં જગ્યા આપવામાં આવી છે. તેણે આ સીઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમીને 14 મેચમાં 31.18ના સરેરાશથી 343 રન બનાવ્યા છે.

સંજુ સેમસન

સંજુ સેમસનને ઓસ્ટ્રેલિયાની સામે શરૂ થનારી 3 વન-ડે અને 3 ટી-20 મેચની સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે. રાજસ્થાન રોયલ્સ માટે રમેલી 14 મેચમાં તેણે 28.34ની સરેરાશથી 3 અડધી સદી સહિત 375 રન બનાવ્યા છે. આ સિવાય તેણે 9 કેચ અને 2 સ્ટમ્પિંગ કર્યા હતા.

ઈશાન કિશન
વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન હવે દેશ માટે રમે એની રાહ છે. મુંબઈ ઈન્ડિયન્સને 5મી વખત ચેમ્પિયન બનાવવામાં આ પ્લેયરનું ખૂબ જ યોગદાન હતું. IPLની આ સીઝનમાં કિશનને વિકેટકીપિંગ કરવાની તક ન મળી, પરંતુ બેટ્સમેન તરીકેના પોતાના પ્રદર્શનથી બધાનું ધ્યાન ખેંચ્યું. તેણે 14 મેચની 13 ઈનિંગમાં 57.33ની સરેરાશથી 516 રન બનાવ્યા, તેમાં 4 અડધીસદી પણ સામેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો