તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Team India Vs Sri Lanka ODI Series | India Vs Sri Lanka ODI Series Most One Day Match Win Against Sri Lanka Team Records Team India News Updates

ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો રેકોર્ડ તોડશે:ભારત પાસે શ્રીલંકા વિરુદ્ધ સૌથી વધુ વનડે જીતનાર ટીમ બનવાની તક; રેકોર્ડથી બસ 2 જીત દૂર

25 દિવસ પહેલા
  • ભારતે શ્રીલંકાને 61માંથી 28 વનડેમાં એના જ ઘરમાં સૌથી વધુ વાર હરાવ્યું છે

ટીમ ઈન્ડિયા અત્યારે શ્રીલંકા ટૂર પર છે. અહીં 3 વનડે અને T-20 સિરીઝ રમશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા પાસે શ્રીલંકા સામે સૌથી વધુ વનડે મેચ જીતનારી વિશ્વની પહેલી ટીમ બનવાની તક છે. અત્યારે આ રેકોર્ડ ટીમ ઈન્ડિયા માત્ર 2 જીત દૂર છે.

અત્યારસુધી વનડે ઈતિહાસમાં પાકિસ્તાને શ્રીલંકાને સૌથી વધુ 92 વનડેમાં હરાવ્યું છે. ત્યાર પછી ટીમ ઈન્ડિયા 91 જીત સાથે બીજા નંબર પર છે. આ મહિને 3 વનડેની સિરીઝમાં ટીમ ઈન્ડિયા પાસે પાકિસ્તાનનો રેકોર્ડ બ્રેક કરવાની તક છે. ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયા 61 જીત સાથે કાયમ છે.

13 જુલાઈએ પહેલી વનડે મેચ
ભારત અને શ્રીલંકા વચ્ચે 3 વનડે 13, 16 અને 18 જુલાઈએ રમાશે. ત્યાર પછી બંને ટીમ 21, 23 અને 25 જુલાઈએ T-20 રમશે. તમામ મેચ કોલંબોનું આયોજન પ્રેમદાસા સ્ટેડિયમમાં કરાયું છે.

શ્રીલંકા સામે ભારતે સૌથી વધુ વનડે રમી
જો શ્રીલંકા સામે સૌથી વધુ મેચ રમવાના રેકોર્ડની વાત કરીએ તો આ કેસમાં ટીમ ઈન્ડિયા ટોપ પર છે. ભારતે 159 મેચ રમી છે, જ્યારે પાકિસ્તાન 155 વનડે સાથે બીજા નંબર પર છે. આના સિવાય કોઇપણ ટીમ અત્યારસુધી શ્રીલંકા સામે 100 વનડે નથી રમી. ત્રીજા નંબર પર ન્યૂઝીલેન્ડ છે, જેણે 99 વનડે રમી.

ભારતે શ્રીલંકાને તેના જ ઘરમાં સૌથી વધુ વાર હરાવ્યું
શ્રીલંકાને સૌથી વધુ વાર તેના ઘરમાં હરાવવાનો રેકોર્ડ ભારતના નામે છે. ભારતે 61માંથી 28 વનડેમાં શ્રીલંકાને તેના જ ઘરમાં હરાવ્યું હતું. અહીં બીજા નંબર પર પાકિસ્તાન છે, જેણે શ્રીલંકાને તેના ઘરમાં 41માંથી માત્ર 18 મેત જીતી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 30માંથી 13 વનડે જીતીને ત્રીજા નંબર પર છે.

ધવનની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા રમશે
વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને પંત સહિત ભારતના ઘણા ક્રિકેટ સુપરસ્ટાર્સ ઈંગ્લેન્ડ ટૂરમાં હોવાને કારણે આ સિરીઝમાં સામેલ નથી. તેમની જગ્યાએ શિખર ધવનને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ તથા ભુવનેશ્વર કુમારને વાઇસ-કેપ્ટનશિપ અપાઈ છે. આ ટીમમાં દેવદત્ત પડ્ડિકલ, કૃષ્ણપ્પા ગૌતમ, ઋતુરાજ ગાયકવાડ, નીતીશ રાણા, વરુણ ચક્રવર્તી અને ચેનત સાકરિયા સામેલ છે. વળી, અત્યારસુધી શ્રીલંકાની ટીમ જાહેર થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...