તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ICC ટેસ્ટ રેન્કિંગ:એન્યુલ અપડેટ પછી પણ ટીમ ઇન્ડિયા 121 રેટિંગ પોઈન્ટ્સ ટોપ પર, કિવિઝ 120 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને

3 મહિનો પહેલા

ટીમ ઇન્ડિયાએ ICC ટેસ્ટ રેન્કિંગમાં એન્યુલ અપડેટ પછી પણ ટોપનું સ્થાન જાળવી રાખ્યું છે. વિરાટ કોહલીની ટીમ 121 રેટિંગ પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને છે. કેન વિલિયમ્સનની ન્યૂ ઝીલેન્ડ આ સૂચિમાં બીજા સ્થાને છે. તેમના 120 રેટિંગ પોઈન્ટ્સ છે.

ઓસ્ટ્રેલિયા સામે 2-1થી શ્રેણી જીત્યા પછી ભારતે ઇંગ્લેન્ડને ઘરઆંગણે 3-1થી માત આપી હતી. જ્યારે કિવિઝે પોતાની છેલ્લી બે શ્રેણીમાં પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ બંનેને 2-0થી હરાવ્યું હતું.

2017-18ના પરિણામ એલિમિનેટ કરાયા
ICCએ રેટિંગ્સ જાહેર કરતા જણાવ્યું કે, આ લેટેસ્ટ અપડેટમાં 2017-18ના રિઝલ્ટને એલિમિનેટ કરવામાં આવ્યા છે. અપડેટેડ રિઝલ્ટ્સમાં મે 2020થી રમાયેલી બધી મેચના 100% રેટ અને એ પહેલાના બે વર્ષના 50% રેટથી રેટિંગ પોઈન્ટ્સ તૈયાર થયા છે.

ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને પાછળ છોડ્યું
ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાને પાછળ છોડીને ત્રીજા સ્થાને આવી ગયું છે. તેઓ 109 રેટિંગ પોઈન્ટ્સ સાથે કાંગારુંથી 1 પોઇન્ટ આગળ છે. ઉલ્લેખનીય છે કે, 2017-18માં ઇંગ્લેન્ડ 0-4થી ઓસ્ટ્રેલિયા સામે હાર્યું હતું, પરંતુ એ પરિણામ લેટેસ્ટ અપડેટમાંથી બાદ થતાં ઇંગ્લિશ ટીમને ફાયદો થયો છે. પાકિસ્તાન 94 પોઈન્ટ્સ સાથે પાંચમા, જ્યારે વેસ્ટ ઇન્ડિઝ 84 પોઈન્ટ્સ સાથે છઠ્ઠા સ્થાને છે.

ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં વર્લ્ડની ટોપ-2
આવતા મહિનાની 18 તારીખે સાઉથ હેમ્પટન ખાતે ઇન્ડિયા અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાશે. વર્લ્ડની ટોપ-2 ટેસ્ટ વચ્ચે કોણ આ મહામુકાબલામાં બાજી મારશે તે જોવું રસપ્રદ રહેશે.

અન્ય સમાચારો પણ છે...