• Gujarati News
 • Sports
 • Cricket
 • Team India To Clear New Zealand's Soup, India's 2 0 Series Win; Learn Information Including Potential Playing 11

INDએ 73 રનથી NZને હરાવ્યું:રોહિત એન્ડ ટીમે 3-0થી ન્યૂઝીલેન્ડનો વ્હાઈટ વોશ કર્યો, ગુજ્જુ ખેલાડી અક્ષર અને હર્ષલની જોડીએ 5 વિકેટ લીધી

6 દિવસ પહેલા
 • 7 કીવી બેટર સિંગલ ડિજિટ સ્કોરમાં આઉટ

કોલકાતામાં રમાયેલી ત્રીજી અને છેલ્લી T20 મેચમાં ભારતે 73 રનથી ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. આની સાથે જ ઈન્ડિયન ટીમે 3-0થી સિરીઝ પોતાને નામ કરી કીવી ટીમનો વ્હાઈટ વોશ પણ કર્યો છે. ટોસ જીતી પહેલા બેટિંગ કરતા ઈન્ડિયન ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 184 રન કર્યા હતા. જેના જવાબમાં કીવી ટીમ 17.2 ઓવરમાં 111 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચનો લાઈવ સ્કોર જોવા માટે અહીં ક્લિક કરો....

ટાર્ગેટ ચેઝ કરતા ન્યૂઝીલેન્ડની શરૂઆત ઘણી સારી રહી હતી. 13 બોલમાં માર્ટિન ગપ્ટિલ અને ડેરિલ મિચેલે પહેલી વિકેટ માટે 21 રન જોડ્યા હતા. આ પાર્ટનરશિપને અક્ષર પટેલે મિટેલ (5 રન)ને આઉટ કરી તોડી હતી. ત્યારપછી આ જ ઓવરમાં અક્ષરે ચેપમેન (0)ને આઉટ કરી કીવી ટીમની મુશ્કેલીમાં વધારો કરી દીધો હતો. એકવાર લયમાં આવી ગયા પછી અક્ષરની આક્રમક બોલિંગ સામે ગ્લેન ફિલિપ્સ પણ ટકી નહોતો શક્યો અને 0 રન કરી પેવેલિયન ભેગો થયો હતો.

 • માર્ક ચેપમેન 31 T20i ઈનિંગ પછી પહેલી વાર શૂન્ય રન પર આઉટ થયો હતો.
 • ગ્લેન ફિલિપ્સ બીજીવાર T20iમાં શૂન્ય રન પર આઉટ થયો હતો.
 • પાવરપ્લે સુધી કીવી ટીમનો સ્કોર 37/3 હતો.

રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરતા 27 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. જોકે, તે પોતાની ઇનિંગ્સને લંબાવી શક્યો નહતો અને ઇશ સોઢીના બોલ પર 56 રન કરી આઉટ થયો હતો. વેંકટેશ અય્યર (20)ને આઉટ કરી ટ્રેન્ટ બોલ્ટે NZ ને 5મી સફળતા અપાવી હતી.

 • વેંકટેશના આઉટ થયાના માત્ર બે બોલમાં એડમ મિલ્નેએ શ્રેયસ ઐયર (25)ને આઉટ કર્યો હતો.
 • હર્ષલ પટેલ 18 રન કરી હિટ-વિકેટ આઉટ થયો હતો.
 • દીપક ચહરે છેલ્લી ઓવરમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 19 રન કર્યા હતા.
રોહિત શર્મા 56 રન કરી પેવેલિયન ભેગો થયો હતો
રોહિત શર્મા 56 રન કરી પેવેલિયન ભેગો થયો હતો

પાવરપ્લેમાં આક્રમક બેટિંગ બાદ ઈન્ડિયન બેટર ઢેર

 • ઈન્ડિયન ટીમે ટોસ જીતી વિસ્ફોટક બેટિંગ કરી હતી. રોહિત અને ઈશાને પહેલા પાવરપ્લેમાં 69 રન જોડી વિસ્ફોટક શરૂઆત અપાવી હતી.
 • મિચેલ સેન્ટનરે ઈનિંગની 7મી ઓવરમાં ઈશાન કિશન (29 રન) અને સૂર્યકુમાર (0 રન)ને પેવેલિયન ભેગા કર્યા હતા.
 • સેન્ટનરની બેક ટુ બેક વિકેટ બાદ ઈન્ડિયન ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી. તેવામાં પ્રેશર રિલિઝ કરવા જતા રિષભ પંત (4 રન) પણ સેન્ટરની ઓવરમાં આઉટ થઈ ગયો હતો.
 • રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાં 150 છગ્ગા પૂરા કર્યા હતા, આની સાથે T20iમાં 26મી ફિફ્ટી માર્યા પછી હિટમેન; ઈશ સોઢીની ઓવરમાં પેવેલિયન ભેગો થયો હતો.

મેચ પહેલા 11 લોકોની ધરપકડ
ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ પાસે ત્રીજી T20 મેચ પહેલા ગેરકાયદેસર રીતે ટિકિટ વેચવા બદલ 11 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું- 60 મેચની ટિકિટો વધુ કિંમતે વેચાઈ હતી જે ધરપકડ કરાયેલા લોકો પાસેથી મળી હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું- સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

વળી ઈશાન કિશન અને યુઝવેન્દ્ર ચહલની પ્લેઇંગ-11માં પસંદગી થઈ છે. દ્રવિડ અને રોહિતના યુગની વિજયી શરૂઆત પછી આ મેચમાં પણ ઈન્ડિયન ટીમ જીતની લય જાળવી રાખવા પ્રયત્ન કરશે. તેવામાં હિટમેનના આક્રમક પ્રદર્શનને જોતા પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલ પણ તેનો ફેન થઈ ગયો છે.

કામરાન અકમલે ભારત-રોહિતની પ્રશંસા કરી
કામરાન અકમલે પોતાની યૂટ્યૂબ ચેનલ પર વાત કરતા કહ્યું હતું કે મુખ્ય ખેલાડીઓને આરામ આપ્યો હોવા છતા T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવા કીવી ટીમને આવી ટક્કર માત્ર ભારત જ આપી શકે છે. આવું પરાક્રમ ભારત સિવાય કોઈ ન કરી શકે. રોહિતે જેવી રીતે યુવા ખેલાડી સાથે સિરીઝ જીતી છે, તે પ્રશંસનીય છે. ઈન્ડિયન ટીમ યુવા ખેલાડીનો સારી રીતે પ્રયોગ કરીને તેમને દક્ષિણ આફ્રિકા ટૂર માટે તૈયાર કરી રહી છે. આનાથી ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટનની દૂર દ્રષ્ટી પણ સારી જોવા મળી રહી છે.
રોહિતની કેપ્ટનશિપ બેટિંગ જેવી આક્રમક

વાતચીત દરમિયાન પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલે કહ્યું, રોહિતની કેપ્ટનશિપ તેના બેટિંગ જેવી જ આક્રમક છે. વર્લ્ડ કપ ફાઇનલિસ્ટ ટીમ અત્યારે ભારત સામે ઘુંટણીયે છે, આનાથી રોહિત શર્માની છબી વિશે બધુ સ્પષ્ટ થઈ જાય છે. આ ટીમ પાસે ઋતુરાજ ગાયકવાડ, વેંકટેશ અય્યર, હર્ષલ પટેલ અને આવેશ ખાન જેવા ખેલાડી હોવાથી સિનિયર ખેલાડી પરથી બોજ હળવો થઈ જાય છે.

પિચ અને કંડિશન
કોલકાતાના ઈડન ગાર્ડનની પિચ બેટિંગ ફ્રેન્ડલી રહી હતી. આ પિચ પર સ્પિનર્સને મિડલ ઓવર્સમાં સહાય મળી હતી. જેથી બંને ટીમમાં સારા સ્પિન બોલર હોવાથી રસાકસી ભર્યો જંગ જોવા મળ્યો હતો.

કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમની ફાઇલ તસવીર
કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમની ફાઇલ તસવીર

બંને ટીમની પ્લેઇંગ-11

 • IND- રોહિત શર્મા (C), ઈશાન કિશન, વેંકટેશ અય્યર, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ
 • NZ- માર્ટિન ગપ્ટિલ, ડેરિલ મિચેલ, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ટીમ સિફર્ટ, જેમ્સ નીશમ, મિચેલ સેન્ટનર (C), એડમ મિલ્ને, લોકી ફર્ગ્યુસન, ઈશ સોઢી, ટ્રેંટ બોલ્ટ
અન્ય સમાચારો પણ છે...