• Gujarati News
  • Sports
  • Cricket
  • Team India Players Have Played 78 Days Of International Matches In The Last 13 Months In Addition To 2 IPL Seasons, Physically And Mentally Exhausted.

ભાસ્કર એનાલિસિસ:ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ગત 13 મહિનામાં 2 IPL સિઝન ઉપરાંત 78 દિવસ ઈન્ટરનેશનલ મેચ રમ્યા, શારીરિક-માનસિક રીતે થાકી ગયા

ભોપાલએક મહિનો પહેલાલેખક: વિક્રમ પ્રતાપ સિંહ
  • કૉપી લિંક
  • ભારતીય ટીમ પ્રથમ 2 મેચમાં પાક.-ન્યૂઝીલેન્ડ સામે હારી, ખેલાડીઓ કરતાં બીસીસીઆઈ જવાબદાર

ટીમ ઈન્ડિયાને વર્તમાન ટી-20 વર્લ્ડ કપમાં હજીસુધી જીત મળી નથી. ટીમે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો. હવે સેમિફાઈનલમાં પહોંચવું પણ મુશ્કેલ લાગી રહ્યું છે. આ સ્થિતિ માટે કોણ જવાબદાર- ખેલાડીઓ કે BCCI?

ફેન્સ હાર બાદ વિરાટ કોહલી સહિત અન્ય ખેલાડીઓને ટ્રોલ કરી રહ્યાં છે. પરંતુ આ માટે સૌથીવધુ જવાબદાર તો બીસીસીઆઈ છે. બોર્ડે ગત એક વર્ષમાં ટીમ ઈન્ડિયાનો શેડ્યૂલ એવો રહ્યો છે કે વર્લ્ડ કપ પહેલા જ ખેલાડીઓ શારીરિક અને માનસિક રીતે થાકી ગયા હતા. જાણો આ અંગેના 5 ફેક્ટર...

1. ગત વર્ષના સપ્ટેમ્બરથી ક્રિકેટ રમી રહ્યા છે ખેલાડીઓ, આઈપીએલની કુલ 120 મેચ થઈ
ભારતીય ખેલાડીઓ સપ્ટેમ્બર 2020થી સતત રમી રહ્યા છે. IPL, ઓસ્ટ્રેલિયા, પછી ઈંગ્લેન્ડની યજમાની. IPL-2021નો પ્રથમ ફેઝ, તે પછી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવા ઈંગ્લેન્ડ ગઈ ટીમ ઈન્ડિયા. તે પછી ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચોની સિરીઝ. તે પછી ખેલાડીઓ આઈપીએલ ફેઝ-2 માટે યુએઈ પહોંચ્યા. આઈપીએલ પૂર્ણ થયાના 2 દિવસ બાદ ખેલાડીઓ વર્લ્ડ કપમાં સામેલ થયા. IPLની 2 સિઝન અને 3 ફેઝમાં 120 મેચો રમવા ઉપરાંત 76 દિવસ ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવાને કારણે ભારતીય ખેલાડીઓ શારીરિક-માનસિક રીતે થાક્યા.

2. વર્લ્ડ કપની ટીમમાં સામેલ 6 ખેલાડીઓ આઈપીએલના અંતિમ સ્ટેજ સુધી રમ્યા હતા
વર્લ્ડ કપના સપ્તાહ અગાઉ IPL-2021ના પ્લેઓફ મેચનો પ્રારંભ 10 ઓક્ટોબરથી થયો હતો. IPL ના અંતિમ ભાગમાં રમેલા 6 ખેલાડીઓ ભારતની વર્લ્ડ કપ ટીમમાં સામેલ છે. જેમાં કેપ્ટન કોહલી, જાડેજા, શાર્દુલ ઠાકુર, રિષભ પંત, વરુણ ચક્રવર્તી અને રવિચંદ્રન અશ્વિન સામેલ છે. મુંબઈએ 8 ઓક્ટોબરે પોતાની અંતિમ મેચ રમી હતી. આ ટીમમાં રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ સહિત ભારતીય ટીમમાં સામેલ 6 ખેલાડીઓ હતા. એટલે કે, વર્લ્ડ કપ શરૂ થવાના અમુક દિવસ પહેલા સુધી તમામ ખેલાડીઓ આઈપીએલમાં રમી રહ્યાં હતા.

3. સતત ક્વારેન્ટાઈન અને બાયો બબલમાં રહ્યા, માત્ર ગ્રાઉન્ડ અને હોટલમાં જવાની મંજૂરી​​​​​​​
ભારતીય ટીમ ગત 1 વર્ષથી જુદા-જુદા દેશોમાં બાયો બબલમાં રહેવા મજબૂર હતી. તેમને હોટલ અને ગ્રાઉન્ડ સિવાય ક્યાંય જવાની મંજૂરી નહોતી. સ્થગિત કરાયેલ આઈપીએલ અને ઈન્ટરનેશનલ સિરીઝને ફરી યોજવાની બીસીસીઆઈની ઉતાવળે ખેલાડીઓને સર્કસના પ્રાણીઓ જેવા બનાવી દીધા હતા. જેમણે પફોર્મન્સ કરવાની સાથે પિંજરામાં (હોટલમાં) કેદ રહેવાનું રહેતું. જેથી ખેલાડીઓ શારીરિક અને માનસિક રીતે થાકી ગયા હતા.

4. ઈસીબીએ સમજદારીપૂર્વક પાક.નો પ્રવાસ રદ કર્યો, ઓસ્ટ્રેલિયા પણ ઓછું રમ્યું
​​​​​​​કોરોનાને કારણે ગત વર્ષે ઘણી સિરીઝ રદ થઈ હતી. પરંતુ પોતાના ખેલાડીઓના સ્વાસ્થ્યને ધ્યાને રાખતા ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ ઘણી સિરીઝ પછીથી પણ રદ કરી હતી. ઈંગ્લેન્ડે વર્લ્ડ કપ અગાઉ જ પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યો હતો. જેની પાછળ સુરક્ષાની સાથે ખેલાડીઓના સ્વાસ્થ્યના મુદ્દાને પણ ધ્યાને લેવાયું હતું. ઓસ્ટ્રેલિયાએ પણ વધુ ક્રિકેટ રમી નહોતી. ટીમે એપ્રિલ 2021 બાદથી કોઈ ટેસ્ટ મેચ રમી નહોતી.​​​​​​​

5. તમામની નજર વર્લ્ડ કપ પર હતી, આપણી ટેસ્ટ અને આઈપીએલ પર​​​​​​​
તમામ ક્રિકેટ બોર્ડે વર્લ્ડ કપને ધ્યાને રાખતા આ વર્ષે બીજા ભાગમાં ટી-20 ઈન્ટરનેશનલ પર ફોક્સ કર્યું હતું. જોકે બીસીસીઆઈએ આઈપીએલ અને ટેસ્ટ મેચો પર ધ્યાન આપ્યું હતું. એપ્રિલ-2021થી અત્યારસુધીમાં દ.આફ્રિકાએ 15, પાક. અને વિન્ડીઝે 14-14, ઓસ્ટ્રેલિયાએ 10, શ્રીલંકાએ 9 અને ઈંગ્લેન્ડે 6 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. ભારતીય ટીમે માત્ર 3 ટી-20 મેચ રમી હતી. આ 3 મેચનું આયોજન એવા સમયે થયું જ્યારે ભારતની મુખ્ય ટીમ અને ખેલાડીઓ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝની તૈયારી કરી રહ્યાં હતા. સૌથીનાના ફોર્મેટમાં લાંબા સમયથી સાથે ના રમ્યા હોવાની અસર ભારતીય ટીમ પર જોવા મળી.

અન્ય સમાચારો પણ છે...