તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Team India Play Most ICC Tournament Final Playing Team World Test Championship Final India Vs New Zealand

ICC ટૂર્નામેન્ટ ફાઇનલના ઓવરઓલ સ્ટેટ્સ:ભારતીય ટીમે 9 ટૂર્નામેન્ટની ફાઇનલમાં ભાગ લીધો, પરંતુ કુલ 10 ફાઇનલ મેચ રમી; જાણો આવા જ કેટલાક રસપ્રદ રેકોર્ડ્સ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ICC ટૂર્નામેન્ટમાં કુલ 53 ફાઇનલ મેચ યોજાઇ છે, જેમાંથી ઓસ્ટ્રેલિયાએ 7 ફાઇનલ મેચ જીતી

WTC ફાઇનલમાં ભાગ લેવાની સાથે જ ભારતીય ટીમ અનોખો રેકોર્ડ સ્થાપિત કરશે. આ મેચ બાદ ભારતીય ટીમ ICC ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 10 ફાઇનલ મેચ રમવાના રેકોર્ડમાં ઓસ્ટ્રેલિયાની બરાબરી કરી દેશે, વળીં ન્યૂઝીલેન્ડની આ 5મી ફાઇનલ મેચ રહેશે. 2002ની ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ભારતે શ્રીલંકા વિરૂદ્ધ 2 વાર ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ રમી હતી.

વેસ્ટઇન્ડિઝ, ઈંગ્લેન્ડ અને શ્રીલંકાની ટીમ 8-8 ફાઇનલ રમ્યા હોવાથી એકસાથે ત્રીજા ક્રમાંક પર છે. અત્યાર સુધી ICC ટૂર્નામેન્ટમાં કુલ 53 ફાઇનલ મેચ યોજાઇ છે, જેમાંથી સાઉથ આફ્રિકાની ટીમે સૌથી ઓછી ફાઇનલ મેચ રમી છે. અત્યાર સુધી સા.આફ્રિકાની ટીમે માત્ર એક ફાઇનલ મેચમાં ભાગ લીધો છે.

WTC ફાઇનલ જીતીને વેસ્ટઇન્ડિઝ સાથે બરાબરી થશે

  • જો ભારતીય ટીમ WTCની ફાઇનલ મેચ જીતશે તો એ ICC ટૂર્નામેન્ટના વિવિધ ફોર્મેટની અંદર ફાઇનલ મેચ જીતનારી બીજી ટીમ બની જશે.
  • ભારતીય ટીમ કુલ 5 ICC ફાઇનલ મેચ જીતવાનો રેકોર્ડ પણ સ્થાપિત કરી શકે છે.
  • અત્યારે 5 ફાઇનલ મેચમાં જીત સાથે વેસ્ટઇન્ડિઝની ટીમ બીજા ક્રમાંક પર છે.
  • ઓસ્ટ્રેલિયાની ટીમે અત્યાર સુધી સૌથી વધુ 7 ફાઇનલ મેચમાં જીત પ્રાપ્ત કરી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે કુલ 10 ફાઇનલમાં ભાગ લીધો છે.

WTC ફાઇનલ જીત્યા બાદ ભારતીય ટીમ ઇતિહસ રચશે
ICCની આ પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ છે. તેવામાં જો ટીમ ઈન્ડિયા આ ટાઈટલ જીતશે, તો ICCના ન્યૂ ટૂર્નામેન્ટના ઈન્ટ્રોડક્શનનું 2જું ટાઇટલ જીતી જશે.
આની પહેલા ભારતીય ટીમે 2007 T20 વર્લ્ડ કપનું પ્રથમ ટૂર્નામેન્ટ ટાઇટલ જીત્યું હતું. ત્યારે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.

ભારતીય ટીમે 2 વનડે વર્લ્ડ કપ જીત્યાં

  • ભારતીય ટીમે અત્યાર સુધી કુલ 3 વનડે વર્લ્ડ કપની ફાઇનલ રમી છે, જેમાંથી 2 વેળા 1983 અને 2011માં જીત પ્રાપ્ત કરી હતી.
  • 2003માં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું.
  • ભારતીય ટીમ 2 વાર T-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ્યું છે, જેમાંથી 2007માં ભારતે જીત પ્રાપ્ત કરી હતી.
  • 2014ની ફાઇનલમાં ભારતને શ્રીલંકાએ હરાવ્યું હતું.
  • ભારતીય ટીમે કુલ 4 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ રમી છે. જેમાંથી 2013માં ઈંગ્લેન્ડની હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી પોતાને નામ કરી હતી.
  • 2002ની ફાઇનલ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી, જેથી ભારતીય ટીમે આમાં શ્રીલંકા સાથે ટાઇટલ શેર કર્યું હતું.
  • વર્ષ 2000માં ન્યૂઝીલેન્ડ અને 2017માં પાકિસ્તાન સામે કારમી હોરનો સામનો કર્યો હતો.

ભારતીય ટીમ 9 ICC ટૂર્નામેન્ટમાં 10 વાર ફાઇનલ રમી ચૂકી છે

  • ભારતીય ટીમની આ 10મી ટૂર્નામેન્ટ ફાઇનલ મેચ હશે, પરંતુ માત્ર મેચની વાત કરીએ તો 11મી ફાઇનલ મેચ હશે.
  • આ અંગે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ પણ તોડી શકે છે.
  • 29 સપ્ટેમ્બર 2002ની ચેમ્પિયન્સ ટ્રોફી મેચ દરમિયાન વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી હતી. જેથી ભારત અને શ્રીલંકા બંને ટીમને વિજેતા જાહેર કરાયા હતા. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતી વેળાએ 5 વિકેટના નુકસાને 244 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 2 ઓવરમાં 14 રન બનાવી શકી હતી.

ત્યારપછી બીજા દિવસે ફાઇનલ મેચને ફરીથી યોજવામાં આવી હતી, જેમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ દરમિયાન 7 વિકેટના નુકસાન પર 222 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 8.4 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 38 રન બનાવી શકી હતી, પરંતુ ફરીથી વરસાદના વિધ્નને કારણે મેચ રદ કરવામાં આવી હતી. ICCએ આ ટૂર્નામેન્ટને 2 મેચમાં ગણી હતી. આ ગણિતને પરિણામે ભારતીય ટીમે 9 ટૂર્નામેન્ટ ફાઇનલમાં 10 વેળા ફાઇનલ મેચ રમી હતી.

અન્ય સમાચારો પણ છે...