શું ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે?:આવતીકાલે ભારતીય ટીમને જીતવું જરૂરી; તો શ્રીલંકાને હરાવ્યા પછી ઇંગ્લેન્ડ ગ્રુપ-2માં બીજા સ્થાને રહી

એક મહિનો પહેલા

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી ગ્રુપ-1ની સુપર-12ની છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડે શ્રીલંકાને 4 વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ તેઓ ન્યૂઝીલેન્ડ પછી સેમિફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. તેઓ ગ્રુપ-1માં ન્યૂઝીલેન્ડ પછી બીજા સ્થાને રહ્યા છે. ન્યૂઝીલેન્ડ 7 પોઇન્ટ્સ સાથે ટોપ પર રહી છે. જ્યારે ઇંગ્લેન્ડની ટીમ પણ 7 પોઇન્ટ્સ સાથે બીજા સ્થાને રહી છે. બન્ને ટીમના સરખા પોઇન્ટ્સ છે, પરંતુ કિવી ટીમનો નેટ રનરેટ ઇંગ્લેન્ડની ટીમ કરતા સારો હોવાથી તેઓ ગ્રુપ-1માં ટોચ પર રહ્યા છે.

ગ્રુપ-1નું પોઇન્ટ્સ ટેબલ

ટીમમેચજીતહારNRRપોઇન્ટ્સ
ન્યૂઝીલેન્ડ (Q)531+2.1137
ઇંગ્લેન્ડ (Q)531+0.4737
ઓસ્ટ્રેલિયા531-0.1737
શ્રીલંકા523-0.4224
આયર્લેન્ડ513-1.6153
અફઘાનિસ્તાન503-0.5712

ત્યારે હજુ ગ્રુપ-2માંથી કોઈ સેમિફાઈનલિસ્ટ ટીમ નક્કી નથી થઈ. ત્યારે સવાલ એ છે કે જો ટીમ ઈન્ડિયા કાલે ઝિમ્બાબ્વે સામે જીતી જાય છે, તો તેમની સેમિફાઈનલમાં કોની સામે ટક્કર થઈ શકે છે?

આવતીકાલે ગ્રુપ-2ની સેમિફાઈનલિસ્ટ ટીમ નક્કી થશે
ગ્રુપ-1ની ટીમમાંથી સેમિફાઈનલિસ્ટ નક્કી થઈ ગયા છે. તો ગ્રુપ-2માંથી આવતીકાલે સેમિફાઈનલિસ્ટ નક્કી થઈ જશે. ગ્રુપ-2માં હાલ તો ભારત, સાઉથ આફ્રિકા અને પાકિસ્તાનની ટીમ સેમિફાઈનલની રેસમાં છે. ત્યારે ટોપ-4માં આવવા માટે કઈ ટીમને કેટલી તક છે, તે જાણી લઈએ...

ગ્રુપ-2નું પોઇન્ટ્સ ટેબલ

ટીમમેચજીતહારNRRપોઇન્ટ્સ
ભારત431+0.7306
સાઉથ આફ્રિકા421+1.4415
પાકિસ્તાન422+1.1174
બાંગ્લાદેશ422-1.2764
ઝિમ્બાબ્વે412-0.3133
નેધરલેન્ડ્સ413-1.2332

સાઉથ આફ્રિકાની ટીમ જીતી તો સેમિફાઈનલમાં
આવતીકાલે પહેલી મેચ સવારે 5 વાગે સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાશે. આ મેચમાં જો સાઉથ આફ્રિકાની ટીમ જીતી ગઈ, તો તેઓ સેમિફાઈનલમાં પહોંચી જશે. તેઓના કુલ 7 પોઇન્ટ્સ થશે. જોકે આ મેચમાં તેઓ ટોપ પર રહેશે કે નહિ, તે જાણવા માટે તેઓને ભારત અને ઝિમ્બાબ્વેની મેચ સુધી રાહ જોવી પડશે.

જો આ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમને હાર મળે છે, તો પછી તેઓને પાકિસ્તાન અને બાંગ્લાદેશની મેચ વરસાદમાં ધોવાઈ જાય, તેવી પ્રાર્થના અને આશા સાથે રહેવું પડશે.

નેધરલેન્ડ્સ અને ઝિમ્બાબ્વેના ભરોસે રહેશે પાકિસ્તાન
પાકિસ્તાને સેમિફાઈનલમાં પહોંચવા માટે કોઈપણ સંજોગોમાં બાંગ્લાદેશ સામે જીત મેળવવી પડશે. આ સિવાય તેમણે સાઉથ આફ્રિકા કે ભારત બન્નેમાંથી એકની હાર માટે પ્રાર્થના કરવી પડશે. સાઉથ આફ્રિકાની મેચ નેધરલેન્ડ્સ સામે છે અને ભારતની મેચ ઝિમ્બાબ્વે સાથે છે. જો પાકિસ્તાનની ટીમ બાંગ્લાદેશ સામે હારી જશે તો તે રેસમાંથી બહાર થઈ જશે. અને જો બાંગ્લાદેશ સામેની મેચમાં તેઓ જીત મેળવે છે, તો પણ જો સાઉથ આફ્રિકા અને ભારત બન્ને પોતપોતાની મેચ જીતી જાય છે, તો પાકિસ્તાન બહાર થઈ જશે. એટલે ટૂંકમાં પાકિસ્તાનની ટીમ નેધરલેન્ડ્સ અને ઝિમ્બાબ્વેના ભરોસે બેસી રહેશે.

જો ટીમ ઈન્ડિયા જીતી, તો ઇંગ્લેન્ડ સામે ટક્કર થઈ શકે છે
ટીમ ઈન્ડિયા પોતાની છેલ્લી લીગ મેચ આવતીકાલે ઝિમ્બાબ્વે સામે રમશે. જેમાં જો ટીમને જીત મળે છે, તો તેઓના 8 પોઇન્ટ્સ થઈ જશે, અને તેઓ ગ્રુપ-2માં ટોપ પર રહીને સેમિફાઈનલમાં પ્રવેશ મેળવશે. આ સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડની સામે ટક્કર થઈ શકે છે. અને જો સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન પોત-પોતાની મેચમાં જીતી જાય છે, અને ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે સામે હારી જાય છે, તો આમાં ટીમ ઈન્ડિયા ટોપ-4ની રેસમાંથી બહાર થઈ જશે. એટલે કે ટીમ ઈન્ડિયાને સેમિફાઈનલમાં પહોંચવા માટે આવતીકાલની ઝિમ્બાબ્વે સામેની મેચ જીતવી જ પડશે.

જો ભારત અને ઝિમ્બાબ્વેની મેચ વરસાદના કારણે ધોવાઈ જાય છે, તો પણ ટીમ ઈન્ડિયા ટોપ-4માં પ્રવેશ મેળવી લેશે. કારણ કે ટીમને એક પોઇન્ટ મળશે. પરંતુ ટીમ ઈન્ડિયાને ગ્રુપમાં પોઝીશનિંગ માટે સાઉથ આફ્રિકા અને પાકિસ્તાનની મેચ પર નિર્ભર રહેવું પડશે.

જો ટીમ ઈન્ડિયા જીતી ગઈ તો 6 વર્ષ પછી સેમિફાઈનલમાં પ્રવેશ મેળવશે
આવતીકાલે જો ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વેને હરાવીને ટોપ-4માં એન્ટ્રી લે છે, તો તેઓ 6 વર્ષ પછી T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં સ્થાન મેળવશે. છેલ્લે ટીમે વર્ષ 2016માં સેમિફાઈનલમાં એન્ટ્રી મારી હતી. જ્યાં તેમને વેસ્ટઈન્ડિઝ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.