ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે સિરીઝની બીજી મેચ રવિવારે વિશાખાપટ્ટનમના ડો.વાયએસ રાજશેખર રેડ્ડી સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાને 118 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે ઓસ્ટ્રેલિયન ઓપનર્સે જ 10.5 ઓવરમાં જ અને 11ની રનરેટથી રમીને ચેઝ કરી લીધો હતો. ઓપનર્સ મિચેલ માર્શ અને ડ્રેવિસ હેડે 121 રન બનાવીને ટાર્ગેટને ચેઝ કરી લીધો હતો. મિચેલ માર્શે 36 બોલમાં 66* રન બનાવ્યા હતા. જ્યારે ટ્રેવિસ હેડે 30 બોલમાં 51* રન બનાવ્યા હતા. હવે સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ 22 માર્ચે ચેન્નાઈમાં રમાશે.
ભારતની વન-ડે ઈતિહાસની સૌથી ખરાબ હાર મળી ભારતને વન-ડેના ઈતિહાસની સૌથી ખરાબ હાર મળી છે. બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ટીમને 10 વિકેટે હરાવ્યું હતું. ટીમ 234 બોલ બાકી રહેતા હારી ગઈ હતી. એટલે કે આ ટીમ ઈન્ડિયા વન-ડે ઈતિહાસની સૌથી મોટી હાર છે. અગાઉનો રેકોર્ડ 212 બોલનો હતો. ન્યૂઝીલેન્ડે 2019માં હેમિલ્ટનમાં ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું. ટીમ છઠ્ઠી વખત 10 વિકેટથી હારી છે.
11 ઓવરમાં 5 બોલર બદલ્યા, પરંતુ કોઈ વિકેટ ન મળી
117 રનના સ્કોરને ડિફેન્ડ કરવા ઉતરેલા ભારતીય બોલર્સ બિનઅસરકારક સાબિત થયા હતા. ટીમ ઈન્ડિયાના બોલર્સ 121 રનમાં એક પણ વિકેટ લઈ શક્યા નહોતા. 11 ઓવરની ઓસ્ટ્રેલિયન ઇનિંગમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 5 બોલર બદલ્યા, પરંતુ એકપણ ના મળી. રોહિતને મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવની ઓવર્સ મળી હતી.
ટીમ ઈન્ડિયાની ઇનિંગ...
અગાઉ ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને ભારતને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું. ઓસ્ટ્રેલિયાનો આ નિર્ણય યોગ્ય સાબિત થયો હતો. કાંગારૂઓએ ભારતને 26 ઓવરમાં જ 117 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. મિચેલ સ્ટાર્કે જ શરૂઆતમાં ભારતના ટૉપ ઓર્ડરનો ખાત્મો બોલાવી દીધો હતો. ટીમ ઈન્ડિયાની અડધી ટીમ 50 રનની અંદર જ પેલેવિયન ભેગી થઈ ગઈ હતી. આ પછી વિરાટ અને જાડેજાએ ટીમની ઇનિંગને સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે કોહલી આઉટ થતા ફરી ટીમનો ધબડકો થયો હતો અને ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. મિચેલ સ્ટાર્કે સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી. તો સીન અબ્બોટે 3, જ્યારે નાથન એલિસે 2 વિકેટ લીધી હતી. ભારત તરફથી સૌથી વધુ વિરાટ કોહલીએ 31 રન બનાવ્યા હતા. તો અક્ષર પટેલે 29* રન કર્યા હતા. રવીન્દ્ર જાડેજાએ 16 રન કર્યા હતા.
ટૉપ-6માંથી 4 બેટર્સ ડબલ ડીજીટ સુધી પહોંચી શક્યા નહીં
ટૉસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહોતી અને ટીમના 3 રનના સ્કોર પર ઓપનર શુભમન ગિલ એક રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તે ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કની બોલિંગમાં માર્નસ લાબુશેનના હાથે કેચ આઉટ થયો હતો. ત્યારબાદ રોહિત શર્મા (13 રન) સ્ટાર્કના જ બોલ પર આઉટ થયો હતો. તે સ્લિપમાં સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયા હતા. કેપ્ટન પછી રમવા આવેલા સૂર્યકુમાર યાદવ (0), કેએલ રાહુલ (9) અને હાર્દિક પંડ્યા (1) આઉટ થયા હતા. આ ત્રણેય ડબલ ડીજીટ પણ ક્રોસ કરી નહોતા શક્યા.
આવી રીતે પડી ટીમ ઈન્ડિયાની વિકેટ...
પહેલી: મિચેલ સ્ટાર્કની બોલિંગમાં શુભમન ગિલે કટ શોટ માર્યો હતો, પણ પહેલી વન-ડેમાં જેમ આઉટ થયો હતો, તેમ જ આજે પણ આઉટ થયો હતો. પોઇન્ટસ પર ઊભેલા લાબુશેને કેચ કર્યો હતો. પહેલી વન-ડેમાં પણ લાબુશેને પોઇન્ટ પર કેચ કર્યો હતો અને બોલિંગ સ્ટાર્ક કરી રહ્યો હતો.
બીજી: રોહિત શર્મા સ્લિપમાં આઉટ થયા હતા. સ્ટાર્કે નાખેલા બોલ પર બોલને મારવા ગયા હતા, પણ એડ્જ વાગતા પહેલી સ્લિપમાં ઊભેલા સ્મિથે કેચ કરી લીધો હતો.
ત્રીજી: સ્ટાર્કે સતત બીજા બોલે સતત બીજી મેચમાં સૂર્યાને LBW આઉટ કર્યો હતો. સૂર્યા સતત બીજી મેચમાં ગોલ્ડન ડક (પહેલા જ બોલે ઝીરોમાં આઉટ) થયો હતો.
ચોથી: સ્ટાર્કે ચોથી સફળતા મેળવતા કેએલ રાહુલને LBW આઉટ કર્યો હતો. કેએલ રાહુલ 9 રને આઉટ થયો હતો.
પાંચમી: સીન અબ્બોટે ઇનસ્વિંગ ડિલિવરીમાં હાર્દિક પંડ્યાને આઉટ કર્યો હતો. સ્લિપમાં ઊભેલા સ્ટીવ સ્મિથે એકહાથે શાનદાર કેચ કર્યો હતો.
છઠ્ઠી: નાથન એલિસની ઓવરમાં કોહલી LBW આઉટ થયા. વિરાટે 31 રન બનાવી પેવેલિયન પરત ફર્યા.
સાતમી: રવીન્દ્ર જાડેજા કોટ બિહાઈન્ડ થયા. નાથનના બોલે ડીપ થર્ડ પર શોર્ટ મારવા જતા એક્સ્ટ્રા બાઉન્સના કારણે વિકેટકીપર એલેક્સ કેરીને કેચ આપી બેઠા.
આઠમી: સીન અબ્બોટે શોર્ટ બોલ નાખ્યો હતો, જેને કુલદીપ પુલ શોટ મારવો ગયો હતો. જોકે ટાઇમિંગ ના હોવાના કારણે સર્કલની અંદર જ ટ્રેવિસ હેડે કેચ કરી લીધો હતો.
નવમી: સીન અબ્બોટે બીજા જ બોલે મોહમ્મદ શમીને આઉટ કર્યો હતો. શમી ડિફેન્ડ કરવા ગયો હતો, જોકે એડ્જ વાગતા વિકેટકીપર એલેક્સ કેરીએ કેચ કરી લીધો હતો.
દસમી: મિચેલ સ્ટાર્કે પાંચમી વિકેટ ઝડપતા મોહમ્મદ સિરાજને બોલ્ડ કર્યો હતો.
બન્ને ટીમે પ્લેઇંગ-11માં ફેરફાર કર્યા
બન્ને ટીમે પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. ઓસ્ટ્રેલિયાએ જોશ ઇંગ્લિસ અને ગ્લેન મેક્સવેલની જગ્યાએ એલેક્સ કેરી અને નાથન એલિસને સ્થાન આપ્યું છે. તો ટીમ ઈન્ડિયાએ ઈશાન કિશનની જગ્યાએ રોહિત શર્મા આવ્યા છે અને શાર્દૂલ ઠાકુરની જગ્યાએ અક્ષર પટેલને સ્થાન આપ્યું છે. ભારત 3 સ્પિનર્સની ફોર્મ્યુલા સાથે ઉતરી છે.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: રોહીત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી.
ઓસ્ટ્રેલિયા: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, માર્નસ લાબુશેન, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, માર્કસ સ્ટોઇનિસ નાથન એલિસ, મિચેલ સ્ટાર્ક એડમ ઝામ્પા અને સીન અબ્બોટ.
ટીમ ઈન્ડિયા સિરીઝમાં 1-0થી આગળ છે, જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો તે 3 મેચની સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લેશે.
ભારતની જીતની શક્યતાઓ વધું છે, કારણ કે વિશાખાપટ્ટનમના આંકડા પણ ભારતની તરફેણમાં છે. અહીં છેલ્લા 10 વર્ષથી ભારતીય ટીમ વન-ડે મેચ હારી નથી. આટલું જ નહીં, વિરાટ કોહલી અને રોહિત શર્મા આ મેદાન પર ઘણા રન કરે છે.
આ સ્ટોરીમાં તમે જોશો, વિશાખાપટ્ટનમમાં ભારતનો રેકોર્ડ, કોહલી-રોહિતનું પ્રદર્શન, પિચ રિપોર્ટ, વેધરની સ્થિતિ શું છે તે જાણીશું...
સૌથી પહેલા વિશાખાપટ્ટનમમાં ડો.વાઈએસ રાજશેખર રેડ્ડી સ્ટેડિયમમાં ભારતનો રેકોર્ડ
અને હવે જુઓ, વિશાખાપટ્ટનમના મેદાન પર ભારતીય બેટર્સનું પ્રદર્શન...
હવે કેટલાક પોઈન્ટમાં જુઓ તે રેકોર્ડ, જે દાવ પર છે...
ભજ્જીનો રેકોર્ડ તોડી શકે છે શમી મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ વિકેટ લેવા બાબતે હરભજન સિંહને પાછળ ધકેલી શકે છે. હાલમાં બંનેના નામે કાંગારૂઓની 32-32 વિકેટ છે.
ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા કરતા વધુ મેચ જીતી શકે છે ભારત ભારતીય પિચો પર ભારત અને ઓસ્ટ્રેલિયાએ 30-30 મેચ જીતી છે. આ મેચ જીતીને ભારત ઘરઆંગણે કાંગારૂઓ કરતા આગળ નીકળી શકે છે. ઓવર ઓલ હેડ ટુ હેડ અને ઓસ્ટ્રેલિયાની પિચોં પર પણ ઓસ્ટ્રેલિયા આપણા કરતા વધું મેચ જીતી છે.
હવામાન રિપોર્ટ - વાદળછાયું વાતાવરણ રહેશે
ગઈકાલે એટલે કે 18 માર્ચે વિશાખાપટ્ટનમમાં વરસાદ પડ્યો હતો, પરંતુ હવે હવામાન સ્વચ્છ છે. આજે વાદળછાયું વાતાવરણ રહેવાની ધારણા છે પણ વરસાદ નહીં પડે તેવી આશા નથી. પવનની ઝડપ 12-14 કિમી પ્રતિ કલાક રહેશે. તાપમાન 23 ડિગ્રીથી 35 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે.
રવિવારે વરસાદ પડવાની ભારે આશંકા છે. એવામાં ભારત- ઓસ્ટ્રેલિયા મેચના રોમાંચ પર વરસાદ અવરોધ ઉભો કરી શકે છે. અહીં વરસાદની 80 ટકાની શક્યતા છે, તેમજ ભારે પવન સાથે આંધી પણ આવી શકે છે.
ટીમ ટોસ જીત્યા બાદ ચેજ કરવાનું પસંદ કરશે
ડૉ. વાયએસ રાજશેખર રેડ્ડી સ્ટેડિયમની પીચને બેટિંગ ફ્રેન્ડલી માનવામાં આવે છે, પરંતુ આ પિચ સ્પિનરોને પણ મદદ કરે છે. આ મેદાન પર અત્યાર સુધી 9 વનડેમાં 6 વખત તમામ ઇનિંગ્સમાં 250થી વધુનો સ્કોર થયો છે.
ટોસ જીતનારી ટીમ બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે. અહીં પ્રથમ બોલિંગ કરનાર ટીમે 9 મેચ જીતી છે જ્યારે પ્રથમ બેટિંગ કરનાર ટીમે 3 મેચ જીતી છે.
વાર્નર અને કૈરી પરત ફરી શકે છે
ઓસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વોર્નર અને વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કૈરી બીજી વનડેથી પરત ફરી શકે છે. વોર્નર ઈજા અને કૈરા બીમારીના કારણે પ્રથમ મેચ રમી શક્યો નહોતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.