ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. આ પસંદગી ચીફ સિલેક્ટર ચેતન શર્માનાં નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી, જેમાં 20 ખેલાડીઓની પસંદગી કરાઈ છે. જેમાં 6 ફાસ્ટ બોલર અને 3 સ્પિનરને તક આપવામાં આવી છે.
ભારતીય ટીમમાં ઈજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજા અને હનુમા વિહારીએ રિકવર થઈને સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ટીમમાં હાર્દિક પંડ્યા અને પૃથ્વી શૉની પસંદગી કરવામાં આવી નથી. ભારત અને ન્યૂઝીલેન્ડ 18 જૂનનાં રોજ પ્રથમવાર ટેસ્ટ ચેમ્પિયનશિપમાં એક બીજા વિરૂદ્ધ ટક્કર આપશે.
ટીમ ઈન્ડિયા
બેટ્સમેનઃ વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્યા રહાણે (વાઈસ કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા
વિકેટ કીપરઃ રિષભ પંત, લોકેશ રાહુલ અને રિદ્ધિમાન સાહા (રાહુલ અને સાહાએ ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે)
સ્પિન ઓલરાઉન્ડરઃ હનુમા વિહારી, રવિચંન્દ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર
ફાસ્ટ બોલરઃ જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર અને ઉમેશ યાદવ
સ્ટેંડબાય પ્લેયર્સઃ
બેટ્સમેનઃ અભિમન્યૂ ઈશ્વરન
ફાસ્ટ બોલરઃ પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન
WTC ફાઈનલની સાથે ઈંગ્લેન્ડ ટીમની જાહેરાત
WTC ફાઈનલ પછી ભારતીય ટીમે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ઓગસ્ટમાં 5 ટેસ્ટ મેચ પણ રમવાની છે. ફાઈનલની સાથે આ ટીમ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ શ્રેણીમાં ભાગ લેશે. આ જ કારણે BCCI વધારે ખેલાડીઓની ટીમને સામેલ કરવા માગતુ હતુ. આનાથી ફાયદો એ પણ થશે કે પ્રેક્ટિસ મેચના અભાવે ખેલાડીઓ આપસમાં તૈયારીઓ કરી શકે છે.
BCCI ફાઈનલની તૈયારીઓમાં લાગ્યું
હવે ભારતીય ક્રિકેટ બોર્ડ ટીમને ચાર્ટર્ડ ફ્લાઈટથી ઈંગ્લેન્ડ મોકલવાની તૈયારીઓ શરૂ કરી રહ્યા છે. 18 થી 22 જૂન મેચ યોજાશે. UK સરકારની ગાઈડ લાઈન મુજબ ક્વોરન્ટીનનો સમય 14 દિવસનો રાખવામાં આવ્યો છે, પરંતુ BCCIએ આને 7 દિવસનો કરવા માંગ કરી હતી. બોર્ડનું માનવું છે કે ટીમ સતત 9 મહિનાથી બબલમાં રહે છે, જેથી એમને થોડી રાહત આપની જોઈએ.
ભારત વિરૂદ્ધ WTC ફાઈનલમાં ન્યૂઝીલેન્ડનું પલડું ભારે
ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ ટીમનું પલડું ભારે જણાઈ રહ્યું છે, કારણ કે એમની ટીમને ફાઈનલ પહેલા ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 2 ટેસ્ટ મેચ રમવાની તક પણ મળી રહી છે. જેમાં એમની તૈયારીઓ સૌથી વધારે હશે. 2 જૂનથી કેન વિલિયમ્સનની ટીમ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ શ્રેણીની શરૂઆત કરશે. NZએ 20 ખેલાડીઓની ટીમ બનાવી છે, જેમાંથી 15ની પસંદગી WTC ફાઈનલમાં કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.