WTC ફાઈનલ માટે ભારતીય ટીમ જાહેર:વિરાટ સેના 2 સ્પિનર અને 3 પેસર્સની સાથે મેદાનમાં ઉતરશે; ઓસ્ટ્રેલિયા સીરીઝ પછી જાડેજા, બુમરાહ અને શમીનું કમબેક

સાઉથમ્પટન5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોહિત અને શુભમન કરશે ઓપનિંગ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ મુકાબલો 18 જૂનથી સાઉથમ્પટનના ધ એજિસ બાઉલ સ્ટેડિયમમાં રમાશે. આ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 જાહેર કરી દેવાઈ છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ 2 સ્પિનર્સ અને 3 ફાસ્ટ બોલર્સની સાથે મેદાનમાં ઉતરશે.

અશ્વિન અને જાડેજા સ્પિન ડિપાર્ટમેન્ટ સંભાળશે. તો જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઈશાંત શર્મા પેસ બોલિંગની જવાબદારી સંભાળશે. રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરશે.

ભારતીય ટીમઃ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રૂષભ પંત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ.

ઓપનિંગમાં રોહિતની સાથે ગિલ
ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્માની સાથે શુભમન ગિલ ઓપનિંગ કરશે. ગિલે પ્રેક્ટિસ મેચમાં 135 બોલમાં 85 રનની ઈનિંગ રમી હતી. સેકન્ડ ઓપ્શન મયંક અગ્રવાલ અને લોકેશ રાહુલ પણ હતા, પરંતુ કેપ્ટન કોહલીએ તેના પર વિશ્વાસ નથી મુક્યો.

ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રોહિતે 11 મેચમાં 64.37ની સરેરાશથી 1030 રન બનાવ્યા છે. 4 સેન્ચુરી પણ ફટકારી છે. શુભમને 7 ટેસ્ટમાં 34.36ની સરેરાશથી 378 રન ફટકાર્યા છે.

મિડલ ઓર્ડરની જવાબદારી કોના પર હશે?
ટીમ ઈન્ડિયામાં મિડલ ઓર્ડરની જવાબદારી કેપ્ટન કોહલી, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે અને વિકેટકીપર બેટ્સમેન રૂષભ પંત પર હશે. પંતે પ્રેક્ટિસ મેચમાં સેન્ચુરી પણ ફટકારી છે. તેને 94 બોલમાં 121 રનની નોટઆઉટ ઈનિંગ રમી હતી.

ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પ્રદર્શન?
કોહલીએ 14 ટેસ્ટમાં 43.85ની સરેરાશથી 877 અને પુજારાએ 17 મેચમાં 29.21ની એવરેજથી 818 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયા માટે ચેમ્પિયનશિપમાં રહાણેએ સૌથી વધુ 1095 રન બનાવ્યા. રહાણેએ 17 ટેસ્ટમાં 43.80ની સરેરાશ રહી. પંતે સૌથી વધુ રન બનાવનાર ભારતીય વિકેટીકપર છે, તેને 11 ટેસ્ટમાં 41.37ની સરેરાશથી 662 રન બનાવ્યા.

સાઉથમ્પટનમાં માત્ર 3 ભારતીયએ જ 100+ રન બનાવ્યા
આ મેદાનમાં માત્ર 3 ભારતીય બેટ્સમેન છે. 100થી વધુ રન બનાવ્યા છે. જેમાં કેપ્ટન કોહલીએ 42.75ની સરેરાશથી સૌથી વધુ 171 અને રહાણેએ 56.00ની એવરેજથી 168 રન બનાવ્યા છે. ત્રીજા નંબરે પુજારાના નામે 54.33ની સરેરાશથી 163 રન બનાવ્યા છે. ત્રણેય ખેલાડીએ સાઉથમ્પટનમાં 2-2 ટેસ્ટ રમી છે.

ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અશ્વિન 67 વિકેટ લેનાર ત્રીજો બોલર
કોહલીએ ફાઈનલના મુકાબલામાં પિચને જોતા 2 સ્પિનર્સ અશ્વિન અને જાડેજાને ટીમમાં સામેલ કર્યા છે. ક્રિકેટના દિગ્ગજ પણ બે સ્પિનર્સની સાથે મેચમાં ઉતરવાનું કહી ચુક્યા છે. જો કે ઓપ્શન તરીકે ટીમમાં અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર પણ સામેલ હતા.

ચેમ્પિયનશિપમાં અશ્વિન 67 વિકેટ લેનાર ત્રીજો બોલર છે. તેને 13 ટેસ્ટમાં 4 વખત ઈનિંગમાં 5 વિકેટ લીધી છે. પહેલા અને બીજા નંબર પર ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ 70 અને ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડ 69 વિકેટની સાથે આગળ છે. જાડેજાએ 10 ટેસ્ટમાં 28 વિકેટ મેળવી છે. તેની સરેરાશ 28.67ની રહી છે. જાડેજા સાઉથમ્પટનની પિચ પર સૌથી વધુ 5 વિકેટ લેનાર બીજો સ્પિનર પણ છે. મોઈન અલી 17 વિકેટની સાથે ટોપ સ્પિનર છે.

સાઉથમ્પટનમાં ત્રણેય પેસર્સનો રેકોર્ડ સારો
ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને પ્લેઈંગ-11માં જગ્યા મળી છે. શમી અને ઈશાંત ચેમ્પિયનશિપમાં સૌથી વધુ 36-36 વિકેટ લેનાર સંયુક્ત રૂપે બીજા ભારતીય છે. શમી 10 ટેસ્ટમાં એક વખત ઈનિંગમાં 5 વિકેટ લઈ ચુક્યો છે. જ્યારે ઈશાંતે 11 ટેસ્ટમાં 3 વખત આ સિદ્ધિ મેળવી ચુક્યો છે. બુમરાહએ 9 ટેસ્ટમાં 34 વિકેટ મેળવી છે. તેને 2 વખત એક ઈનિંગમાં 5 વિકેટ ઝડપી છે.

સાઉથમ્પટનના મેદાનમાં શમી 2 ટેસ્ટમાં સૌથી વધુ 7 વિકેટ લેનાર ભારતીય ખેલાડી છે. બુમરાહએ અહીં એક મેચ રમી છે, જેમાં 4 વિકેટ લીધી હતી. જાડેજાની સાથે શમી અને બુમરાહ આ મેદાનમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોપ-10 બોલર્સમાં સામેલ છે.

સાઉથમ્પટનમાં ટીમ ઈન્ડિયાની ગ્રુપ ફોટો
સાઉથમ્પટનમાં ટીમ ઈન્ડિયાની ગ્રુપ ફોટો

ન્યૂઝીલેન્ડના ટોપ-6 ખેલાડી પણ લગભગ નક્કી
ભારતની જેમ જ ન્યૂઝીલેન્ડના પણ ટોપ-6 ખેલાડી લગભગ નક્કી જ છે. ટોમ લાથમ અને ડેવો કોનવે ઓપનિંગ કરશે. જે બાદ કેપ્ટન કેન વિલિયમ્સન, રોસ ટેલર અને જેક નિકોલ્સનો નંબર આવશે. નંબર 6 પર વિકેટકીપર બીજે વાટલિંગ (ફિટ રહેશે તો) રમશે.

નંબર-7ને લઈને અવઢવમાં ન્યૂઝીલેન્ડ
ન્યૂઝીલેન્ડ મેચથી પહેલાં તે વાતને લઈને અવઢવમાં છે કે નંબર-7 પર કોને ઉતારવામાં આવે. જો કીવી ટીમ બેટિંગને મજબૂતી આપવા માગશે તો આ નંબર પર ઓલરાઉન્ડર કોલિન ડી ગ્રેડહોમ રમશે. જો કીવી ટીમ સ્પેશિયાલિસ્ટ ચાર ફાસ્ટ બોલર્સની સાથે ઉતરશે તો આ નંબર પર કાઈલ જેમિસનને બેટિંગ કરવી પડી શકે છે.

ગ્રેડહોમ રમશે તો પટેલ અને વેગનરમાંથી કોઈ એકને તક મળશે
જો કીવી ગ્રેડહોમને સામેલ કરવામાં આવશે તો આ સ્થિતિમાં લેફ્ટ આર્મ સ્પિનર અયાઝ પટેલ અને લેફ્ટ આર્મ પેસર નીલ વેગનરમાંથી કોઈ એકને જ તક મળશે. અયાઝ પટેલને બહાર રાખવાની સ્થિતિમાં કીવી આક્રમણના વન ડાયમેન્શલ થઈ જશે તેવો ખતરો છે.

જેમિસન, સાઉથી અને બોલ્ટ રમશે તે લગભગ નિશ્ચિત
ન્યૂઝીલેન્ડ તરફથી ત્રણ-ત્રણ સ્પેશિયલિસ્ટ ફાસ્ટ બોલર્સ રમશે તે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે, જેમાં કાઈલ જેમિસન, ટિમ સાઉથી અને ટ્રેન્ટ બોલ્ટ સામેલ છે. જેમિસને કરિયરની શરૂઆતની બે ટેસ્ટ ભારત વિરૂદ્ધ જ રમી હતી અને તેમાં તેને ઘણું જ સારું પરફોર્મ કર્યું હતું. સાઉથી અને બોલ્ટ કીવી ટીમના સૌથી મોટા હથિયાર ગણવામાં આવે છે, ત્યારે તેઓ હાલ ફીટ છે તે દ્રષ્ટીએ આ બંને ખેલાડી રમશે જ તે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.

ન્યૂઝીલેન્ડના સંભવિત પ્લેઈંગ-11ન્યૂઝીલેન્ડઃ કેન વિલિયમ્સન (કેપ્ટન), ટોમ લાથમ, ડેવોન કોનવે, રોસ ટેલર, હેનરી નિકોલ્સ, બીજી વાટલિંગ, કોલિન ડિ ગ્રેંડહોમ, કાઈલ જેમિસન, ટિમ સાઉથી, અયાઝ પટેલ અને ટ્રેન્ટ બોલ્ટ.

અન્ય સમાચારો પણ છે...