ટીમ ઈન્ડિયા સામે નવા પ્રશ્નો:રોહિતની જગ્યાએ કોણ કરશે ઓપનિંગ, મિડલ ઓર્ડરમાં કોને તક આપશે રહાણે-દ્રવિડ

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 25 નવેમ્બરે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમાં બે મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમાશે. આ ટેસ્ટ મેચ અગાઉ ટીમ ઈન્ડિયા સામે બે મોટા સવાલ ઉભા થયા છે. આ ટેસ્ટ સિરીઝમાં ઓપનર રોહિત શર્માને રેસ્ટ આપવામાં આવ્યો છે અને ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પણ પહેલી મેચ રમવાનો નથી.

હવે સવાલ એ ઉભો થાય છે કે હિટમેનની જગ્યાએ ઈનિંગ્સની શરુઆત કોણ કરશે. ભારતે છેલ્લી ટેસ્ટ સિરીઝ ઈંગ્લેન્ડ પ્રવાસે રમી હતી અને ટીમ માટે રોહિત શર્માની સાથે કે.એલ. રાહુલ ઓપન કરતા જોવા મળ્યા હતા. કાનપુરમાં પણ રાહુલ ઓપન કરશે પરંતુ તેના સાથે કોણ ઓપનિંગ કરશે તેના પર સસ્પેન્સ બનેલું છે.

ટીમ પાસે બે વિકલ્પો છે
પહેલી ટેસ્ટમાં રોહિત શર્માની જગ્યા લેવા માટે ટીમ માટે શુભમન ગિલ અને મયંક અગ્રવાલ એમ બે વિકલ્પો છે. ગિલે પોતાની છેલ્લી ટેસ્ટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ દરમિયાન ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ જ રમી હતી. શુભમન ગિલ ઈજાગ્રસ્ત હોવાથી ટીમથી બહાર થયા હતા, જ્યારે અગ્રવાલ ટીમ સાથે હતો પરંતુ પહેલા રોહિત-ગિલ અને ઈંગ્લેન્ડ સિરીઝમાં રોહિત-રાહુલના દમદાર પ્રદર્શનના કારણે તેને પ્લેઈંગ 11માં તક નહોતી મળી.

ગિલની વાત કરીએ તો ઈજાગ્રસ્ત થયા પહેલા તેનું ફોર્મ ખરાબ હતું. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ડેબ્યૂ સિરીઝને છોડવામાં આવે તો શુભમન ENG વિરુદ્ધ ઘરેલુ સિરીઝ અને WTC ફાઈનલમાં ફોર્મમાં નહોતો. ઈંગ્લેન્ડ વિરુદ્ધ તેણે 7 ઈનિંગ્સમાં 19.83ની સામાન્ય એવરેજ સાથે 119 રન બનાવ્યા હતા, જ્યારે WTC ફાઈનલમાં તે માત્ર 36 રન બનાવી શક્યો હતો. મયંક વર્તમાન સમયમાં સારા ફોર્મમાં નજરે આવ્યો છે અને ભારતમાં રમાયેલ 5 ટેસ્ટની 6 ઈનિંગ્સમાં તેણે 99.50ની દમદાર એવરેજ સાથે 243 રન બનાવ્યા છે.

જો આંકડા જોવા જઈએ તો મંયક અગ્રવાલનો દાવો ઓપનિંગ માટે મજબૂત છે. તેવામાં કદાય ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પહેલી ટેસ્ટમાં કે.એલ.રાહુલ સાથે મયંક અગ્રવાલ જોવા મળી શકે છે.

વિરાટ કોહલીનું સ્થાન કોણ સંભાળશે
કેપ્ટન અજિંક્ય રહાણે અને કોચ રાહુલ દ્રવિડ સામે બીજો પ્રશ્ન નંબર-4 માટે પરફેક્ટ બેટરની શોધ છે. હકીકતમાં, આ નંબર પર વિરાટ કોહલી રમે છે, પરંતુ તેમની ગેરહાજરીમાં આ ક્રમ માટે શુભમન ગિલ અને શ્રેયસ અય્યરના નામો સામે આવી રહ્યા છે. ગિલ આમ તો ઓપનર છે, પરંતુ જરુરત પડવા પર મિડલ ઓર્ડરમાં પણ રમી શકે છે. કોહલીની જગ્યા લેવા માટે ગિલનો પક્ષ થોડો મજબૂત થઈ શકે છે, કેમ કે તે ટીમમાં કમબેક કરી રહ્યો છે અને ઈજાગ્રસ્ત હોવાથી ટીમથી બહાર થયો હતો.

શ્રેયંસ અય્યરને પણ ધ્યાનમાં લેવો જરુરી છે. અય્યર મિડલ ઓર્ડરનો બેટર છે અને વનડે ટીમ માટે નંબર-4 પર રમે છે. શ્રેયસે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં મુંબઈ અને ઈન્ડિયા એ માટે શાનદાર ઈનિંગ્સ રમીને જીત અપાવી છે. શ્રેયસ અય્યરને જો કાનપુરમાં રમવાની તક મળે છે, તો તેનું ડેબ્યૂ ટેસ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...