તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિડનીમાં થશે પિન્ક ટેસ્ટ, ડે-નાઈટ નહિ:ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા પિન્ક કલરમાં રમશે આ ટેસ્ટ, મેક્ગ્રા અને તેની પત્ની સાથે જોડાયેલો આનો સંબંધ

સિડની2 મહિનો પહેલા

ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જાન્યુઆરીએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ચાર ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રમાશે. બંને ટીમો આ મેચમાં ગુલાબી રંગમાં નજર આવશે. ખરેખર, 2009થી સિડનીમાં રમવામાં આવનાર ટેસ્ટ પિન્ક મેચ કહેવાય છે.

2019ની પિન્ક ટેસ્ટ પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જ રમાઈ હતી, જે ડ્રો રહી હતી. તેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પિન્ક ગ્લવ્ઝ અને બેટ પર પિન્ક ગ્રીપ ચઢાવીને રમ્યો હતો.

પિન્ક નહિ, રેડ બોલથી રમાઈ છે મેચ

 • આ મેચનું નામ પિન્ક ટેસ્ટ છે, પરંતુ તે રેડ બોલથી જ રમવામાં આવે છે. પિન્ક બોલનો ઉપયોગ માત્ર ડે-નાઈટ ટેસ્ટમાં થાય છે.
 • જોકે, પિન્ક ટેસ્ટમાં સ્ટમ્પથી લઈને ગ્લવ્ઝ, બેટ ગ્રીપ, બ્રાન્ડ લોગો, હોર્ડિંગ, કેપ અને દર્શકોના ગેટઅપ સુધી બધું પિન્ક જ હોય છે.

પિન્ક ટેસ્ટ શા માટે રમવામાં આવે છે?

 • ખરેખર, પિંક ટેસ્ટનો સંબંધ ઓસ્ટ્રેલિયન લીજેન્ડ ગ્લેન મેકગ્રા અને તેની પત્ની જેન સાથે છે. ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ 'જેન મેક્ગ્રા ડે' તરીકે ઓળખાય છે.
 • જેનનું બ્રેસ્ટ કેન્સરથી 2008માં અવસાન થયું હતું. આ પછી બ્રેસ્ટ કેન્સર વિશે લોકોને જાગૃત કરવા પિંક ટેસ્ટ કરાવવામાં આવે છે. આ મેક્ગ્રાનું હોમ ગ્રાઉન્ડ છે.

જે પણ લાભ મળશે તે મેક્ગ્રા ફાઉન્ડેશનને દાન કરાશે

 • આ મેચમાંથી જે પણ લાભ મળે છે તે મેક્ગ્રા ફાઉન્ડેશનને દાન કરવામાં આવે છે.
 • ફાઉન્ડેશનની સ્થાપના ગ્લેન અને તેની પત્ની જેન દ્વારા 2005માં કરવામાં આવી હતી, પરંતુ જેનનું 3 વર્ષ પછી અવસાન થયું.
 • આ જાગૃતિ અભિયાનને ટેકો આપવા માટે ચાહકો ગુલાબી રંગના કપડાં પહેરે છે.
 • મેક્ગ્રા ફાઉન્ડેશન એક ચેરિટી છે જે બ્રેસ્ટ કેન્સરવાળા દર્દીઓને મદદ કરે છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે 11મી પિંક ટેસ્ટ

 • સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રથમ પિંક ટેસ્ટ 2009માં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી.
 • ઓસ્ટ્રેલિયાએ આ ટેસ્ટ 103 રને જીતી હતી. તે ટેસ્ટમાં 1.2 મિલિયન ડોલર(લગભગ 8.77 કરોડ) ફંડ ભેગું થયું હતું.
 • ત્યારબાદ, વર્ષની પ્રથમ ટેસ્ટ 10 વર્ષથી સિડનીમાં પિન્ક મેચ તરીકે રમાઈ છે.
 • 11મી પિંક ટેસ્ટ 7 જાન્યુઆરીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે.
 • મેક્ગ્રાએ કહ્યું - અમને આનંદ છે કે આ પિન્ક ટેસ્ટ સિડનીમાં રમાશે. સિડની પિંક ટેસ્ટનું ઘર છે. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોતા હોય છે.

4 ટેસ્ટની સીરિઝ 1-1ની બરાબરી પર

 • ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટની સીરિઝ 1-1ની બરાબરી પર છે.
 • સિડની મેચ પછી બંને ટીમો વચ્ચે સીરિઝની છેલ્લી મેચ 15 જાન્યુઆરીએ રમાશે.
 • એડિલેડ ખાતેની પહેલી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા 8 વિકેટે જીત્યું હતું. તે પછી મેલબોર્ન ખાતે ટીમ ઇન્ડિયા 8 વિકેટે જીત્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો