અત્યારે ક્રિકેટની સિઝન ચાલી રહી છે, તેમાંપણ પહેલી જ વાર વુમન્સ પ્રીમિયર લીગ શરૂ કરી છે. આ ટૂર્નામેન્ટની ફાઈનલ 26 માર્ચે છે. જેના પછી મેન્સ IPL શરૂ થવા જઈ રહી છે. IPLની પહેલી મેચ 31 માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની વચ્ચે હાઇ-વોલ્ટેજ મુકાબલો જોવા મળવાનો છે. ત્યારે ફેન એન્ગેંજીંગ એક્ટિવીટીઝ અને અન્ય એવી વસ્તુઓ, જેને લઈને ચાહકોમાં પણ સવાલો ઊભા છે. જેને લઈને ગુજરાત ટાઇટન્સના COO કર્નલ અરવિંદર સિંહે વાત કરી હતી. જેમાં તેમણે આ વખતે ચાહકો માટે કેવી રીતે નવી-નવી સુવિધાઓ અને ટિકિટની શું સુવિધાઓ છે, તેને લઈને જવાબો આપ્યા હતા.
સવાલ: શું ટીમ કોઈ નવો અભિગમ અપનાવવા જઈ રહી છે અથવા કંઈ નવું છે કે જે આપણે આ વખતે જોઈશું?
જવાબ: અમારી રમવાની શૈલી એ જ રહેશે. અમે એ જ ઉત્સાહ અને સંકલ્પ સાથે આગળ વધીશું. અમારા કોચ વિચારની સ્પષ્ટતા સાથે ટીમને તૈયાર કરવા પર કામ કરી રહ્યા છે અને અમને ઓક્શન જોઈતી ટીમ મળી છે. અમે આ વખતે અમારા હોમ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરતીને અને રમતી જોવા માટે ખુશ છીએ.
અમારી અમુક મેચ હોસ્ટ કરવાના છીએ. જેને લઈને અમારી પાસે અમારા ચાહકોને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા માટે ઘણી યોજનાઓ છે. અમે મેચ જોવાના અનુભવને વધુ મનોરંજક અને તેમની પસંદગીઓને ધ્યાનમાં રાખીને દરેક માટે તેને વધુ આકર્ષક બનાવવાનું આયોજન કરી રહ્યા છીએ. અમે આને વધુ આકર્ષક બનાવવા માટે ચાહકો સાથે એન્ગેજમેન્ટ એક્ટિવીટીઝ કરીશું. જેથી ચાહકોને પણ મજા આવે.
સવાલ: આ વખતે ટિકિટની સ્થિતિ શું છે?
જવાબ: અમને ટિકિટના વેચાણનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. જો તમે ઓનલાઈન જાઓ છો, તો પ્રથમ મેચની ટિકિટો વેચાઈ ગઈ છે. પરંતુ, અમે એ પણ જાણીએ છીએ કે દરેક જણ ઓનલાઈન ખરીદી કરી શકતા નથી, અને તેથી અમે 20મી માર્ચ સુધીમાં ઑફલાઈન વેચાણ માટે ટિકિટ કાઉન્ટર ખોલવા જઈ રહ્યા છીએ. અમારી પાસે અમારા પાર્ટનર્સ છે, જેઓ ટિકિટ વેચાણ પ્રક્રિયામાં અમને મદદ કરશે. અમે હાલમાં દરેકની સગવડને ધ્યાનમાં રાખીને જ્યાં અમે આઉટલેટ્સ મૂકીશું. બોક્સ ઓફિસ કાઉન્ટર્સ ઉપરાંત, અમારી પાસે નોન-બોક્સ ઓફિસ આઉટલેટ્સ પણ હશે. અમે 14મી માર્ચે બપોરે 12:24 વાગ્યા સુધીમાં પ્રથમ મેચ માટે 101,000 (ઉપયોગી ક્ષમતા)માંથી 61,262 ટિકિટો વેચી દીધી છે. BCCI પાસે તેમાંથી 25% (ઉપયોગી ક્ષમતા) છે અને બાકીની અમારી પાસે રહે છે.
જેમણે ઓનલાઈન ટિકિટ ખરીદી છે, તેમની પાસે તેમના મનપસંદ પાર્કિંગ સ્લોટને પણ પ્રી-બુક કરવાનો ઓપ્શન છે. તે સિવાય, અમે મેટ્રો રેલ કોર્પોરેશન સાથે ટ્રેનની ફ્રિકવન્સી વધારવા અને બંધ થવાનો સમય વધારવા માટે પણ વાત કરી છે, જેના માટે તેઓ સંમત થયા છે. અમારું માનવું છે કે આનાથી અમારા પ્રેક્ષકોને નજીકના મેટ્રો સ્ટેશનો પર આવવા-જવામાં આવતી મુશ્કેલી ઓછી થશે.
સવાલ: મેચની યજમાની માટે તૈયારી કેવી રીતે ચાલી રહી છે?
જવાબ: ગુજરાત ટાઇટન્સ પ્રથમ વખત ઘરઆંગણે મેચનું આયોજન કરશે. અમે મિડ ઇનિંગ્સના સમય વખતે કેટલીક આકર્ષક વસ્તુઓનું આયોજન કરી રહ્યા છીએ, જે તમે જોશો. અમે સ્ટેડિયમની આજુબાજુ 'એન્ગેજમેન્ટ એક્ટિવીટીઝ'નું પણ આયોજન થશે. આ વસ્તુઓ તમને મેચ વખતે અને જે-તે વખતે જોવા મળશે. જેમાં ચાહકો વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે. આ તમામમાં બધી જ વય જૂથોનો સમાવેશ કરાશે. અમે નથી ઇચ્છતા કે અમારા ચાહકો જેઓ વહેલા આવે છે તેઓ નિષ્ક્રિય બેસી રહે અથવા મજા માણવાનું ચૂકી જાય. તેથી, અમે આવી ઘણી પ્રવૃત્તિઓનું આયોજન કરી રહ્યા છીએ.
સવાલ: આપણે ઘણીવાર જોઈએ છીએ કે પાણીની બોટલો અને નાસ્તા જેવા કે સમોસા અને બધાની કિંમતો મેચ કાઉન્ટર પર વધારે હોય છે. શું આ વખતે પણ આવું જ હશે?
જવાબ: બિલકુલ નહીં. અમે તમને શ્રેષ્ઠ અનુભવો આપવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે પાણીની બોટલથી લઈને સમોસા સુધીની દરેક વસ્તુ માટે સરખા ભાવ પર જ સેટ કરીશું, જેનું પાલન થાય તેની ખાતરી અમે રાખીએ છીએ.
સવાલ: શું ટીમ વોર્મ-અપ મેચ રમશે?
જવાબ: કેટલાક ખેલાડીઓ 17મીથી આવવાનું શરૂ કરશે. ભારતની વન-ડે સિરીઝ પૂરી થયા પછી, અમારા રાષ્ટ્રીય ખેલાડીઓ 24/25 માર્ચ સુધીમાં આવવાની અપેક્ષા છે. વિદેશી ખેલાડીઓ પણ આ જ સમયે પરત ફરે તેવી અપેક્ષા છે. વોર્મ-અપ મેચના સંદર્ભમાં, અમે સામાન્ય ધોરણોનું સખતપણે પાલન કરતા નથી. અમે મેચની પરિસ્થિતિઓ પ્રમાણે રમીએ છીએ, જે ટીમને તૈયારી કરવામાં મદદ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.