રવિવારે જ્યારે તમિલનાડુની ટીમ હિમાચલ વિરુદ્ધ વિજય હઝારે ટ્રોફીની ફાઈનલમાં ઉતરશે, ત્યારે ટીમ વર્તમાન ડોમેસ્ટિક સિઝનની ત્રીજી ફાઈનલ રમશે. આ વર્ષે સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીની 2 સિઝન યોજાઈ છે. ગત વર્ષે સ્થગિત થયેલી ટૂર્નામેન્ટ આ વર્ષે યોજાઈ હતી, જ્યારે વર્તમાન સિઝનની આ ટૂર્નામેન્ટ નવેમ્બરમાં યોજાઈ હતી.
જાન્યુઆરીમાં બરોડાને 7 વિકેટે હરાવી અને નવેમ્બરમાં શાહરૂખ ખાનના અંતિમ બોલ પર લગાવેલા છગ્ગાની મદદથી કર્ણાટકને હરાવી તમિલનાડુ ચેમ્પિયન બન્યું હતું. વ્હાઈટ બોલ ક્રિકેટમાં તમિલનાડુ ડોમેસ્ટિક ક્રિકેટમાં નવો સ્ટાર મનાય છે. બાકી રાજ્યોની ટીમોએ પણ તમિલનાડુ પાસેથી શીખવાની જરૂર છે.
તમિલનાડુના વ્હાઈટ બોલ ક્રિકેટમાં સફળ રહેવાના 3 કારણો છે. તમિલનાડુ પ્રીમિયર લીગ અને ટીએનસીએ લીગ રમવાથી તેમની તૈયારીઓ વધુ મજબૂત થઈ છે. આ ઉપરાંત ખેલાડીઓ આખું વર્ષ આકરી પ્રેક્ટિસ કરતા રહે છે.
ટીએનપીએલથી ખેલાડીઓ દબાણમાં રમતા શીખ્યા, ટી. નટરાજન જેવા ખેલાડીઓ પણ આવી લીગની જ ખોજ છે
ચેપક સ્ટેડિયમમાં ઈન્ટ્રા-સ્કવૉડ મેચ રમી, ટીએનપીએલ બાદ ખેલાડીઓનો કેમ્પ શરૂ થયો
કોવિડ બાદ તમિલનાડુએ 2020-21, 2021-22 મુશ્તાક અલી ટ્રોફીની તૈયારીઓ શરૂ કરી છે. ટીમને ચેન્નાઈના ચેપક સ્ટેડિયમમાં પ્રેક્ટિસની તક આપવામા આવી. ટીએનપીએલ પૂર્ણ થયા બાદ જ તમામ ખેલાડીઓનો હેડ કોચ એમ.વેંકટરમન્નાની કોચિંગમાં કેમ્પ શરૂ થયો. ટીમે ચેપક પર ઈન્ટ્રા-સ્કવૉડ મેચ પણ રમી હતી, જેના કારણે ઈજા બાદ કમબેક કરતા શાહરૂખ ખાનને મદદ મળી. એટલે મોટાભાગના રાજ્યો કરતા વિપરીત આ વર્ષે તમિલનાડુએ યોગ્ય પ્રમાણમાં વ્હાઈટ બોલ ક્રિકેટ રમી. વિજય હઝારેમાં સુંદરના કમબેકથી ટીમની લાઈન અપને મજબૂતી મળી. દિનેશ કાર્તિક હવે ટીમનું નેતૃત્ત્વ નથી કરતો પરંતુ 2 દાયકાના તેનો અનુભવ ટીમ માટે સતત મહત્ત્વપૂર્ણ સાબિત થયો છે.
ટીમના આસિસ્ટન્ટ કોચે કહ્યું- આ અમારી 3 વર્ષની મહેનતનું પરિણામ છે
તમિલનાડુના આસિસ્ટન્ટ કોચ અને એનાલિસ્ટ રામાસ્વામી પ્રસન્નાએ કહ્યું કે,‘અમે 3 વર્ષ અગાઉ આ પ્રક્રિયા શરૂ કરી હતી. દરેક ખેલાડીને પોતાની ભૂમિકાની જાણ હતી. અમે ગત 3 વર્ષમાં બંને ફોર્મેટની ફાઈનલમાં પહોંચ્યા છીએ. ટીમની કોર યુનિટમાં પણ વધુ ફેરફાર નથી કરાતા. અમારી પાસે દરેક સ્તર પર મલ્ટી ડાયમેન્શનલ અને ઓલરાઉન્ડ ખેલાડી છે. જેમની પાસે મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો અનુભવ છે. ટીએનપીએલે પણ તેમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.’ હવે તમિલનાડુનો આગામી લક્ષ્ય પોતાના રણજી રેકોર્ડને સુધારવાનો રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.