તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Taking Advantage Of Manchester Test Cancellation, CSK Players Will Arrive In The UAE On Saturday Via Commercial Flight; 6 Days Will Be Isolated

CSKનો હેલિકોપ્ટર શોટ:માન્ચેસ્ટર ટેસ્ટ રદ થયાનો ઉઠાવ્યો ફાયદો, ખેલાડીઓ કોમર્શિયલ ફ્લાઇટ દ્વારા શનિવારે UAE પહોંચશે; 6 દિવસ આઇસોલેટ રહેશે

14 દિવસ પહેલા
CSKની ટીમની ફાઇલ તસવીર.
  • IPL-14ના ફેઝ-2માં ભાગ લેવા CSKના ખેલાડીઓ 11 સપ્ટેમ્બરે UAE પહોંચી શકે છે

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરમાં રમાનારી 5 મેચની ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ કોરોનાને કારણે રદ કરવામાં આવી છે. છેલ્લી ટેસ્ટ રદ થયા બાદ IPL ફ્રેન્ચાઇઝી ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) તેના ખેલાડીઓને દુબઈ લાવવાની વ્યવસ્થા કરવા લાગી છે, જે આ ટેસ્ટ સિરીઝની સ્ક્વોડમાં સિલેક્ટ થયા હતા.

ખેલાડી 11 સપ્ટેમ્બરે UAE પહોંચી શકે છે
IPL-14ના ફેઝ-2ની બાકી રહેલી 31 મેચ UAEમાં રમાવાની છે. આવી સ્થિતિમાં માન્ચેસ્ટર ટેસ્ટ રદ થયા બાદ, ઘણા ખેલાડીઓ નિયત સમય મર્યાદા પહેલા UAE પહોંચી શકે છે. ચેન્નઇ ઇંગ્લેન્ડમાં હાજર રહેલા તેના તમામ ખેલાડીઓને 11 સપ્ટેમ્બરે દુબઇ લાવવાની યોજના બનાવી રહ્યું છે.

CSKની ફાઇલ તસવીર
CSKની ફાઇલ તસવીર

CEOએ નિવેદન આપ્યું
ચેન્નઈ સુપર કિંગ્સના CEO કાશી વિશ્વનાથે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર અને ચેતેશ્વર પુજારા શનિવારે દુબઈ જવા ઉડાન ભરશે. તેમણે કહ્યું- જ્યારે માનચેસ્ટરમાં રમાઈ રહેલી અંતિમ ટેસ્ટ મેચને રદ કરાઈ છે, જેથી અમે CSKના ખેલાડીઓને 1-2 દિવસ સુધીમાં દુબઈ લઈ જવા ઇચ્છીએ છીએ.

કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા આવશે ખેલાડીઓ
કાશી વિશ્વનાથે કહ્યું કે ચાર્ટર્ડ ફ્લાઇટનું આયોજન કરવું અત્યારે સંભવ નથી. અમે દરેક ખેલાડીઓ માટે 1-2 દિવસની કોમર્શિયલ ફ્લાઇટની ટિકિટ બુક કરાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. જ્યારે તે અહીં પહોંચી જશે ત્યારથી 6 દિવસ સુધી ક્વોરન્ટીન રહ્યા પછી અન્ય ટીમ સાથે જોડાશે.

ટેસ્ટ સિરીઝમાં 5 ખેલાડી CSKના છે
ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં રમી રહેલા 5 ખેલાડીઓ IPL ફેઝ-2માં CSK તરફથી રમતા જોવા મળશે. આ ખેલાડીઓમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, સેમ કરન, મોઇન અલી, બેટ્સમેન ચેતેશ્વર પૂજારા અને ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરનો સમાવેશ થાય છે.

અન્ય ટીમ પણ પ્રયાસ કરી રહી છે
ચેન્નાઇની સાથો-સાથ IPLની અન્ય ફ્રેન્ચાઇઝી પણ ઇંગ્લેન્ડથી તેમના ખેલાડીઓને વહેલી તકે UAE લાવવાની યોજના બનાવી રહી છે. ફેઝ-2ની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે.

લંડનમાં પણ ધોનીની IPL ટીમની બોલબાલા
લંડનમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચ દરમિયાન દર્શકોએ મોઇન અલીને જોઇને તેની IPL ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ (CSK)ના નારા લગાવ્યા હતા. રસપ્રદ વાત એ રહી કે મોઇન અલીએ પણ વળતો જવાબ આપીને ફેન્સનો ઉત્સાહ વધાર્યો હતો. અત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

CPLમાં ડ્વેન બ્રાવોએ ટોસ દરમિયાન CSK માટે ગીત ગાયું
IPLની લોકપ્રિયતા દુનિયાભરમાં જોવા મળે છે, તેવામાં 19 સપ્ટેમ્બરથી શરૂ થનાર ફેઝ-2 પહેલા કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)માં ચેન્નઈ સુપરકિંગ્સના 2 ખેલાડી પૈકી ડ્વેન બ્રાવો અને ડુપ્લેસીસ આમને-સામને હતા. ઉલ્લેખનીય છે કે આ મેચના ટોસ દરમિયાન આ બંને ખેલાડીએ CSKની ટીમ માટે ગીત ગાયું હતું. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

ધોનીએ નેટ્સમાં સિક્સર ફટકારી
CSKએ ગત મહિને સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો હતો જેમાં ધોનીએ નેટ્સમાં બેક ટુ બેક 5 છગ્ગા માર્યા હતા. ફેન્સને ધોનીનો આ આક્રમક અંદાજ પસંદ આવ્યો હતો. જોકે પ્રેક્ટિસ સેશન દરમિયાન ધોનીને સિક્સ માર્યા પછી બોલને મેદાન બહાર ઝાડીઓમાં શોધવા જવું પડ્યું હતું. ધોનીએ એટલી દૂર સિક્સર્સ મારી હતી કે તેની સાથે અન્ય ખેલાડીઓએ પણ બોલ શોધવા માટે જવું પડ્યું હતું. આ વીડિયોમાં ધોની એવુ કહી રહ્યો હતો કે મેં પણ 4 બોલ કહ્યું હતું પરંતુ 4ના સ્થાને 14 રમ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...