તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • T20 World Qualifiers Tanzania Made History In T20 Became The First Women's Team To Win A T20 Match By More Than 200 Runs Twice; Beat Mozambique By 200 Runs In World Qualifiers

તાંઝાનિયાએ T-20માં રચ્યો ઈતિહાસ:2 વાર 200થી વધુ રનથી T-20 મેચ જીતનાર પહેલી મહિલા ટીમ બની; વર્લ્ડ ક્વોલિફાયરમાં મોઝામ્બિકે 200 રનથી હરાવ્યું

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar
ફાઇલ ફોટો
  • મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રનથી જીતવાનો રેકોર્ડ યુગાંડાને નામ

તાંઝાનિયાએ મહિલાઓની T-20 વર્લ્ડ ક્વોલિફાયરમાં મોઝામ્બિકને 200 રનથી હરાવી ઈતિહાસ રચ્યો છે. તે ઈન્ટરનેશનલ T-20 મેચમાં 2 વાર 200થી વધુ રનથી જીતનાર વર્લ્ડની પહેલી મહિલા ટીમ બની ગઈ છે.

ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા તાંઝાનિયાએ 4 વિકેટના નુકસાન પર 228 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મોઝામ્બિકની ટીમ માત્ર 28 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. તાંઝાનિયાએ આ મેચ 200 રનથી જીતી હતી. તાંઝાનિયાની ઓપનર ફાતુમા કિબાસુએ 62 રન કરીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. જેમાં તેણે 35 બોલનો સામનો કર્યો અને 10 ચોગ્ગા ફટકાર્યા હતા. આના સિવાય ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતરેલી મવાડી સ્વીડીએ 48 બોલમાં અણનમ 87 રન કર્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા ફટકાર્યા હતા. મોઝામ્બિકના બોલરોએ પણ 35 વધારાના રન આપ્યા હતા. જેમાં 30 વાઈડ રન સામેલ છે.

મોઝામ્બિકની ટીમ 28 રનમાં ઢેર
228 રનનો ટાર્ગેટ ચેઝ કરતા મોઝામ્બિકની આખી ટીમ 12.5 ઓવરમાં 28 રન કરીને આઉટ થઈ ગઈ હતી. ઓપનર પાલ્મિરા કુનિકાએ સૌથી વધુ 6 રન કર્યા હતા. બીજી બાજુ તાન્ઝાનિયા તરફથી ઝડપી બોલર પિરાઈસ કમુન્યાએ 6 રનમાં 3 વિકેટ લીધી હતી. આના સિવાય નસરા સૈદી અને સોફિયા જેરોમે 2-2 વિકેટ લીધી હતી.

મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રનથી જીતવાનો રેકોર્ડ યુગાંડાને નામ
મહિલા ક્રિકેટની વાત કરીએ તો 5મી વાર કોઇ ટીમે T-20 ઈન્ટરનેશનલ મેચ 200થી વધુ રનથી જીતી છે. સૌથી વધુ રનથી જીતનો રેકોર્ડ યુગાંડાને નામ છે. તેણે 2019માં માલીને 304 રનથી માત આપી હતી. તાંઝાનિયાએ 2 વાર આ સિદ્ધિ મેળવી છે. આની પેહલા ટીમે 2019માં માલીને 268 રનથી હરાવ્યું હતું. આના સિવાય બાંગ્લાદેશે માલદીવને 249 રનથી અને રવાંડાને માલીને 216 રનથી હરાવી છે.

અન્ય સમાચારો પણ છે...