તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • T. Who Impressed Everyone With His Bowling. Natarajan And Team India's Premier Bowler Jaspreet Bumrah's ODI And T 20 Debut Five Similarities

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસપ્રદ:પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કરનાર ટી. નટરાજન અને ટીમ ઇન્ડિયાના પ્રીમિયર બોલર જસપ્રીત બુમરાહના વનડે અને T-20 ડેબ્યુની પાંચ સમાનતા

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત ઓસ્ટ્રેલિયા પ્રવાસે પ્રથમ બે વનડે હાર્યા પછી અંતિમ વનડે અને T-20 સીરિઝની પહેલી મેચ જીત્યું. સતત બે જીત સાથે ટીમ ઇન્ડિયાએ કાંગારું સામે લય મેળવી લીધી છે. આ સફળતામાં આ પ્રવાસથી ઇન્ટરનેશનલ ક્રિકેટની શરૂઆત કરનાર ટી. નટરાજનનો મોટો હાથ છે. તેણે સીરિઝની ત્રીજી વનડેમાં 2 વિકેટ ઝડપી, જ્યારે પ્રથમ T-20માં ગ્લેન મેક્સવેલ સહિત 3 ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યા. નટરાજન અને ભારતના પ્રીમિયર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના ડેબ્યુના સંયોગ વિશે આપણે વાત કરીશું.

  • સંયોગ નંબર 1: બંનેએ પોતાના વનડે અને T-20 કરિયરની શરૂઆત ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા સામે રમીને જ કરી. બુમરાહે કાંગારું વિરુદ્ધ 2015-16ની સીઝનમાં ઇન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરી હતી, જ્યારે નટરાજને ચાલુ વર્ષે પોતાનું ડેબ્યુ કર્યું છે.
  • સંયોગ નંબર 2: બીજો સંયોગ એ છે કે બંને ફર્સ્ટ ચોઈસ પ્લેયર્સ નહોતા. તેઓ રિપ્લેસમેન્ટ હતા. મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત થયો હોવાથી બુમરાહને ટીમમાં સ્થાન મળ્યું હતું. જ્યારે નટરાજનનો સ્ક્વોડમાં સમાવેશ એટલે થયો હતો કારણકે નવદીપ સૈનીને પીઠમાં તકલીફ હતી. અન્ય ખેલાડીને ઇજા થઇ હોવાથી તેઓને તક મળી હતી.
  • સંયોગ નંબર 3: અન્ય રસપ્રદ વાત એ છે કે બંનેનું ડેબ્યુ સીરિઝની અંતિમ મેચમાં જ થયું હતું. બંને વખતે ભારત સીરિઝમાં માત્ર એ જ મેચ જીતી હતી, જેમાં બંનેએ અનુક્રમે ડેબ્યુ કર્યું હતું એટલે કે સીરિઝની છેલ્લી મેચ જ. બુમરાહના ડેબ્યુ વખતે ભારત 6 રને જીત્યું, જ્યારે નટરાજનના ડેબ્યુ વખતે ભારત 13 રને જીત્યું.
  • સંયોગ નંબર 4: બંનેએ વનડે ડેબ્યુમાં 2 વિકેટ્સ લીધી. બુમરાહે 10 ઓવરમાં 40 રન આપીને 2 વિકેટ લીધી. જ્યારે નટરાજને 10 ઓવરમાં 70 રન આપીને 2 વિકેટ લીધી.
  • સંયોગ નંબર 5: બુમરાહ અને નટરાજને પોતાની પ્રથમ T-20માં 3-3 વિકેટ જ લીધી. બુમરાહે 23 રન આપીને 3 શિકાર કર્યા, જ્યારે નટરાજને 30 રન આપીને 3 વિકેટ લીધી.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

વધુ વાંચો