ઈન્ટરનેશનલ ક્રિકેટ ફેસ્ટિવલ:T-20 વર્લ્ડ કપની વોર્મઅપ મેચનું શેડ્યૂલ જાહેર, દિગ્ગજ ટીમ 18-20 ઓક્ટોબરે સામ-સામે મેચ રમશે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફોટો- સૌજન્ય ICC - Divya Bhaskar
ફોટો- સૌજન્ય ICC

IPL-14 પછી ગણતરીના દિવસોમાં જ ક્રિકેટ ફેન્સને વર્લ્ડ કપની બેક ટુ બેક મેચથી મનોરંજન મળતું રહેશે. ત્યારપછી ક્વોલિફાઇંગ મેચમાં 8 ટીમ વચ્ચે 17થી 22 ઓક્ટોબર સુધી રમાશે, પરંતુ આની પહેલા તમામ ટીમ વોર્મઅપ મેચ રમવા મેદાનમાં ઉતરશે, જેનું શેડ્યૂલ બહાર આવી ગયું છે.

ટોપ-8 ટીમ પહેલા જ સુપર-12માં ક્વોલિફાઈ કરી ચૂકી છે અને આ સમય દરમિયાન તેઓ પ્રેક્ટિસ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. જોકે વોર્મઅપ મેચ માત્ર 2 દિવસ એટલે કે 18 અને 20 ઓક્ટોબર વચ્ચે રમાશે, જેમાં પ્રત્યેક દિવસે 4-4 મેચ રમાશે.

ઈન્ડિયન ટીમ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે રમશે

  • વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે પ્રેક્ટિસ મેચ રમશે.
  • સુપર-12માં પાકિસ્તાની ટીમ વેસ્ટઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા સામે મેચ રમશે.
  • ઓસ્ટ્રેલિયન ટીમ પોતાની વોર્મઅપ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમશે.
  • તેવામાં ઇંગ્લેન્ડની ટીમ પણ ન્યૂઝીલેન્ડ સામે વોર્મઅપ મેચ રમીને 2019 વર્લ્ડ કપની યાદોને વાગોળશે.
  • આ તમામ આંકડાઓ પ્રમાણે દુબઈ અને અબૂધાબીમાં 2 દિવસ દરમિયાન કુલ 8 મેચ રમાશે. તેવામાં ઈન્ડિયન ટીમની મેચનું લાઇવ પ્રસારણ પણ ટીવી પર થશે.
T-20 વર્લ્ડ કપ માટે વોર્મઅપ મેચનું શેડ્યૂલ
ક્રમટીમતારીખ- સમયસ્ટેડિયમ
1અફઘાનિસ્તાન v/s દક્ષિણ આફ્રિકાસોમવાર - 18 ઓક્ટોબર, 3:30 વાગ્યાથી શરૂશેખ ઝાયદ સ્ટેડિયમ (અબૂ ધાબી)
2ન્યૂઝીલેન્ડ v/s ઓસ્ટ્રેલિયાસોમવાર - 18 ઓક્ટોબર, 7:30 વાગ્યાથી શરૂશેખ ઝાયદ સ્ટેડિયમ (અબૂ ધાબી)
3પાકિસ્તાન v/s વેસ્ટઈન્ડિઝસોમવાર - 18 ઓક્ટોબર, 3:30 વાગ્યાથી શરૂદુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ
4ઈન્ડિયા v/s ઇંગ્લેન્ડસોમવાર - 18 ઓક્ટોબર, 7:30 વાગ્યાથી શરૂદુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ
5ઇંગ્લેન્ડ v/s ન્યૂઝીલેન્ડબુધવારે - 20 ઓક્ટોબર, 3:30 વાગ્યાથી શરૂશેખ ઝાયદ સ્ટેડિયમ (અબૂ ધાબી)
6દક્ષિણ આફ્રિકા v/s પાકિસ્તાનબુધવારે - 20 ઓક્ટોબર, 7:30 વાગ્યાથી શરૂશેખ ઝાયદ સ્ટેડિયમ (અબૂ ધાબી)
7ઈન્ડિયા v/s ઓસ્ટ્રેલિયાબુધવારે - 20 ઓક્ટોબર, 3:30 વાગ્યાથી શરૂદુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ
8અફઘાનિસ્તાન v/s વેસ્ટઈન્ડિઝબુધવારે - 20 ઓક્ટોબર, 7:30 વાગ્યાથી શરૂદુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ
અન્ય સમાચારો પણ છે...