PAKનું 'નાપાક' કૃત્ય!:T-20 વર્લ્ડ કપની જર્સીમાંથી ઈન્ડિયાનું નામ કાઢી નાંખ્યું; UAEનું નામ પ્રિન્ટ કરાવતા ICC કડક પગલાં ભરી શકે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્કોટલેન્ડની જર્સીમાં INDIA 2021 લખ્યું છે, પરંતુ પાકિસ્તાનની વાઈરલ જર્સીમાં UAE લખેલું છે - Divya Bhaskar
સ્કોટલેન્ડની જર્સીમાં INDIA 2021 લખ્યું છે, પરંતુ પાકિસ્તાનની વાઈરલ જર્સીમાં UAE લખેલું છે

T-20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમનું શરમજનક કૃત્ય સામે આવ્યું છે. પાકિસ્તાને પોતાની વર્લ્ડ કપ જર્સી પરથી ટૂર્નામેન્ટના લોગો પરથી ઈન્ડિયાનું નામ હટાવી દીધું છે. તમને જણાવી દઈએ કે આ વર્લ્ડ કપને ઈન્ડિયા હોસ્ટ કરી રહ્યું છે, પરંતુ કોરોના મહામારીના પરિણામે તેને UAEમાં શિફ્ટ કરવાની ફરજ પડી છે. તેવામાં જે દેશ હોસ્ટ હોય તેનું નામ દરેક ટીમે લોગો નીચે લખવાનું હોય છે. અત્યારે વાઇરલ થઈ રહેલા ફોટોમાં પાકિસ્તાને પોતાની જર્સી પર ઈન્ડિયાનું નામ કાઢી UAEનું પ્રિન્ટ કરાવ્યું હોવાનો વિવાદ સર્જાયો છે. જોકે હજુ સુધી PCBએ સત્તાવાર આની જાહેરાત કરી નથી પરંતુ આ મુદ્દે BCCI અને ICC પગલાં ભરી શકે છે.

પાકિસ્તાની કેપ્ટન ફેન્સના નિશાને
અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા ફોટોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે બાબર આઝમે પહેરેલી જર્સીમાં ICCના લોગો પછી UAEનું નામ પ્રિન્ટ થયેલું છે. આ જર્સી પર 'ICC MEN'S WORLD CUP UAE 2021' લખવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે હજુ સુધી પાકિસ્તાને ઓફિશિયલ જર્સીની જાહેરાત કરી નથી. તેવામાં આ વાઇરલ ફોટોનો વિવાદ વકરી શકે છે.

નિયમો અનુસાર ઈન્ડિયાનું નામ હોવું જોઇએ
અત્યારે જેટલી ટીમ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં રમવા જઈ રહી છે, તેમણે ઓફિશિયલ જર્સીનો ફોટો શેર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસો પહેલા સ્કોટલેન્ડે પણ પોતાની જર્સી જાહેર કરી હતી, જેમાં INDIA 2021 લખેલું છે. તેવામાં નિયમો પ્રમાણે દરેક ટીમે વર્લ્ડ કપની જર્સી પર ICC ઈવેન્ટની સાથે જે દેશ તેને હોસ્ટ કરી રહ્યો છે, તેનું નામ પણ જાહેર કરવાનું હોય છે.

પાકિસ્તાનનું નાપાક કૃત્ય
અત્યારે ભલે પાકિસ્તાને સત્તાવાર આ જર્સીની જાહેરાત કરી નથી, પરંતુ જો સોશિયલ મીડિયામાં વાઇરલ ફોટો પ્રમાણે જ પાકિસ્તાની ટીમ જર્સી પહેરીને મેદાનમાં ઉતરી તો વિવાદ સર્જાશે. ઉલ્લેખનીય છે કે સુપર-12ની શરૂઆત પહેલા પાકિસ્તાન આ મુદ્દે સત્તાવાર નિવેદન બહાર પાડે છે કે કેમ!

T-20 વર્લ્ડ કપની 'કોહલી એન્ડ કંપની', ધોની ઈન્ડિયન ટીમના મેન્ટર રહેશે
આગામી T-20 વર્લ્ડ કપ માટે 15 ખેલાડીની ઈન્ડિયન ટીમની એક મહિના પહેલા જાહેરાત કરાઈ હતી. T-20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી ઓમાન અને UAEમાં રમાશે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઈન્ડિયન ટીમના મેન્ટર તરીકે જોડાશે. વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયાને આ ટૂર્નામેન્ટને જીતવાની પ્રબળ દાવેદાર પણ માનવામાં આવે છે. તેવામાં એક મહિના પહેલા સિલેક્શન કમિટિએ ઈન્ડિયન ટીમની જાહેરાત કરી દીધી છે.

ઈન્ડિયન ટીમના ખેલાડીઓની 'વિરાટ' સેના

  • બેટર- વિરાટ કોહલી, રોહિત શર્મા, લોકેશ રાહુલ, સૂર્યકુમાર યાદવ
  • પેસ અટેક - જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી
  • ઓલરાઉન્ડર- હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા
  • સ્પિન અટેક - રાહુલ ચાહર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, વરુણ ચક્રવર્તી
  • વિકેટ કીપર - લોકેશ રાહુલ, રિષભ પંત, ઇશાન કિશન
  • સ્ટેન્ડ બાય- શ્રેયસ ઐયર, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર
અન્ય સમાચારો પણ છે...