T-20 વર્લ્ડ કપ પહેલા 2 વોર્મઅપ મેચ:ઈન્ડિયન ટીમ IPL પછી ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ દુબઈમાં રમશે વોર્મઅપ મેચ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 24 ઓક્ટેબરથી ઈન્ડિયા V/S પાકિસ્તાન વચ્ચે મહાસંગ્રામ

T-20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 2 વોર્મઅપ મેચ રમશે. એજન્સીના BCCI સૂત્રોએ સમાચાર આપ્યા છે કે IPL પૂરી થશે ત્યાર બાદ BCCIએ 2 વોર્મઅપ મેચ રમવાનો નિર્ણય લીધો છે. જેની પહેલી મેચ 18 ઓક્ટોબરે ઇંગ્લેન્ડ સામે અને બીજી મેચ 20 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમાશે. આ બંને વોર્મ અપ મેચ દુબઈમાં જ રમાશે, બસ તેમની ટાઇમિંગમાં ફેરફાર થશે. ઇંગ્લેન્ડ સામેની વોર્મઅપ મેચ સાંજે 7 વાગ્યે રમાશે જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની મેચ બપોરે 3 વાગ્યે રમાશે. આ બંને મેચોનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ પર પણ થશે.

24 ઓક્ટેબરે ઈન્ડિયા V/S પાકિસ્તાન વચ્ચે મહાસંગ્રામ
T-20 વર્લ્ડ કપ ઈન્ડિયામાં જ આયોજિત થવાનો હતો, પરંતુ કોરોના મહામારીના કારણે તેને ઓમાન અને UAEમાં શિફ્ટ કરવાની ફરજ પડી હતી. જોકે આ વર્લ્ડ કપને BCCI જ હોસ્ટ કરી રહ્યું છે. તેવામાં વર્લ્ડ કપની ક્વોલિફાઇંગ મેચ 17 ઓક્ટોબરથી રમાશે અને ત્યારપછી આ ટૂર્નામેન્ટની ફાઇનલ 14 નવેમ્બરના રોજ રમાશે. જેની પહેલી સેમીફાઇનલ મેચ 10 નવેમ્બરે અને બીજી સેમીફાઇનલ મેચ 11 નવેમ્બરે રમાશે. તેવામાં ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચ 24 ઓક્ટોબરે રમાશે.

શ્રીલંકા અને બાંગ્લાદેશ પણ રમશે ક્વોલિફાઇંગ મેચ
ઓમાનમાં રમાઈ રહેલા પહેલા રાઉન્ડમાં 8 ટીમો સુપર-12માં સ્થાન મેળવવા માટે રમશે. આ ટીમોમાં 2014ની T-20 વિજેતા શ્રીલંકાનું નામ પણ સામેલ છે. આના સિવાય આયરલેન્ડ અને બાંગ્લાદેશ જેવી ટીમોને પણ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં પોતાનું બેસ્ટ આપવા મેદાનમાં ઉતરવું પડશે.

17 ઓક્ટોબરથી ઓમાન અને પેપુઆ ન્યૂ ગિની વચ્ચે ગુપ-Bની પહેલી ક્વોલિફાઇંગ મેચ સાથે આ ટૂર્નામેન્ટની શરૂઆત થશે. આ જ દિવસે રાત્રે સ્કોટલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે આ ગ્રુપની બીજી મેચ રમાશે. ગ્રુપ-Bમાં આયરલેન્ડ-નેધરલેન્ડ અને શ્રીલંકા-નામીબિયા વચ્ચે 18 ઓક્ટોબરે અબુધાબીમાં મેચ રમાશે. આ બંને ગ્રુપની ટોપ-2 ટીમ અન્ય 8 ટીમ સાથે મળીને રાઉન્ડમાં ભાગ લેશે.

T-20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ
બેટ્સમેન- વિરાટ કોહલી, રોહિત શર્મા, કે.એલ.રાહુલ, સૂર્યકુમાર યાદવ
પેસ અટેક- જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી
ઓલરાઉન્ડર- હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા
સ્પિન અટેક- રાહુલ ચાહર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, વરુણ ચક્રવર્તી
વિકેટકીપર- રિષભ પંત, ઈશાન કિશન
સ્ટેન્ડ બાય- શ્રેયસ ઐયર, શાર્દૂલ ઠાકુર અને દીપક ચાહર

અન્ય સમાચારો પણ છે...