તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Suspense Remains Over Fourth Test At Brisbane, Queensland Says Team India Will Have To Follow Strict Rules; BCCI Condition Players Now Get Relief

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અણબનાવ:બ્રિસ્બેન ખાતેની ચોથી ટેસ્ટ પર સસ્પેન્સ યથાવત, કવીન્સલેન્ડે કહ્યું- ટીમ ઇન્ડિયાએ કડક નિયમોનું પાલન કરવું પડશે; BCCIની શરત- ખેલાડીઓને હવે રાહત મળે

બ્રિસ્બેન12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ સિડનીમાં રમાઈ રહી છે. શ્રેણી 1-1ની બરાબરી પર છે. ચોથી ટેસ્ટ બ્રિસ્બેન ખાતે 15 જાન્યુઆરીએ રમાવવાની છે. - Divya Bhaskar
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ સિડનીમાં રમાઈ રહી છે. શ્રેણી 1-1ની બરાબરી પર છે. ચોથી ટેસ્ટ બ્રિસ્બેન ખાતે 15 જાન્યુઆરીએ રમાવવાની છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનમાં યોજાનારી ચોથી ટેસ્ટ મેચને લઈને BCCI અને ક્વીન્સલેન્ડ સરકાર વચ્ચેનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. બોર્ડ ભારતીય ખેલાડીઓ માટે કડક ક્વોરન્ટીન નિયમોમાં છૂટછાટની માંગ કરી રહ્યું છે. જો કે, ક્વીન્સલેન્ડ સરકાર આ કેસમાં કોઈ છૂટ આપવાના મૂડમાં નથી.

BCCIના પત્ર બાદ કવીન્સલેન્ડ સરકારે શુક્રવારે કહ્યું હતું કે ભારતીય ખેલાડીઓએ બ્રિસ્બેનમાં ક્વોરન્ટીનન નિયમોનું કડક પાલન કરવું પડશે. ક્વીન્સલેન્ડના હેલ્થ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, જો બ્રિસ્બેનમાં ટેસ્ટ થાય છે, તો ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ફક્ત ટ્રેનિંગ અને રમવાની પરવાનગી આપવામાં આવશે. બાકીનો સમય તેઓએ તેમના હોટલના રૂમમાં પસાર કરવો પડશે.

બ્રિસ્બેન ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ પ્રાંતમાં છે. ત્યાંના પ્રોટોકોલ મુજબ, ટીમના ખેલાડીઓને ક્વોરન્ટીન દરમિયાન જ એક ફ્લોર પર ખેલાડીઓ સાથે મળવા દેવાશે. ખેલાડીઓ સહિત કોઈ સ્ટાફ બીજા ફ્લોર પર જઈ શકશે નહીં.

બધા માટે સમાન નિયમો
આરોગ્ય વિભાગ અનુસાર સિડનીને કોરોનાને કારણે હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું છે, તેથી ક્વીન્સલેન્ડના લોકોના રક્ષણ માટે નિયમોનું પાલન કરવું જ જોઇએ. જ્યારે કોઈપણ ટીમ હોટસ્પોટથી આવે છે ત્યારે તેઓને ક્વોરન્ટીન કરવામાં આવે છે. આ નિયમો ફક્ત ટીમ ઇન્ડિયા માટે નથી. ઓસ્ટ્રેલિયન ટીમ અને અન્ય રમતગમતના ખેલાડીઓએ પણ આ નિયમમાંથી પસાર થવું પડશે.

પરિસ્થિતિ અનુસાર પ્રેક્ષકોને પરવાનગી આપવામાં આવશે
ક્વીન્સલેન્ડ આરોગ્ય વિભાગે કહ્યું કે, 'અમે અહીંના લોકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. સ્ટેડિયમમાં દર્શકોના પ્રવેશ માટેની પરવાનગી ત્યાંના કોવિડ સેફ સાઇટ યોજનાને જોઈને આપવામાં આવશે. જો કોરોનાનું જોખમ ન હોય તો જ તેમને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. અમે ક્વીન્સલેન્ડમાં રમતગમત માટે વિવિધ કોડ મૂક્યા છે.'

CAએ કડક ક્વોરન્ટીન નિયમોના પાલનની વાત માની
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ક્વીન્સલેન્ડના મુખ્ય આરોગ્ય અધિકારીએ બુધવારે કોવિડ સેફ અને ક્વોરન્ટીન યોજનાઓને મંજૂરી આપી છે. સીએ યોજના સારી રીતે સંભાળવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયન બોર્ડ કડક ક્વોરન્ટીન કરાવવા માટેની મજબૂરીને સમજે છે. તેઓએ અમને ખાતરી આપી છે કે ચોથી ટેસ્ટ દરમિયાન તેઓ નિયમોનું પાલન કરશે.

નવા સ્ટ્રેનના જોખમને કારણે બ્રિસ્બેનમાં 3 દિવસનું લોકડાઉન
સિડનીમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે આસપાસના તમામ પ્રાંતોએ તેમની સીમા સીલ કરી દીધી છે. ઉપરાંત, સિડનીથી આવતા તમામ લોકોને 14 દિવસ માટે ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યા છે. બ્રિસ્બેને નવા સ્ટ્રેનના જોખમને ધ્યાનમાં રાખીને 3 દિવસનો લોકડાઉન પણ લાદી દીધો છે. આવી સ્થિતિમાં ચોથી ટેસ્ટ રમાવવા પર સસ્પેન્સ યથાવત છે.

CAને લખેલી ચિઠ્ઠીમાં BCCIની શરતો

  • એકબીજાને મળવાની પરવાનગી મળે: બોર્ડે કહ્યું કે, ખેલાડીઓને હોટલમાં એકબીજાના રૂમમાં જવાની પરવાનગી મળવી જોઈએ. IPLમાં પણ આમ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત એકબીજા સાથે જમવાની અને ટીમ મિટિંગની પણ પરવાનગી મળવી જોઈએ.
  • IPL સ્ટાઇલમાં હોવો જોઈએ બાયો-બબલ: અધિકારીએ કહ્યું કે, ટીમ ઇન્ડિયા IPL સ્ટાઇલમાં બાયો-બબલ ઈચ્છે છે. સિડનીમાં રમાઈ રહેલી ટેસ્ટમાં ક્વોરન્ટીન નિયમો મુજબ ટીમ ઇન્ડિયાએ મેચ પછી સીધું હોટલ જવાનું હોય છે. હવે CA આ નિયમમાં છૂટ આપે અને લખીને સહમતિ દર્શાવે.

IPL પછી કડક ક્વોરન્ટીનમાં હતી ટીમ
IPL બાદ યુએઈથી સિડની પહોંચેલી ટીમ ઈન્ડિયાએ તે સમયે પણ કડક ક્વોરન્ટીન નિયમોનું પાલન કરવું પડ્યું હતું. ટીમના ખેલાડીઓને એક બીજાના રૂમમાં પ્રવેશવાની પણ મંજૂરી નહોતી. તેની દેખરેખ માટે ફ્લોર પર સુરક્ષા અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser