તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતના પ્રીમિયર સ્ટ્રાઇક બોલર્સ જસપ્રીત બુમરાહ અને મોહમ્મ્દ શમી ઓસ્ટ્રેલિયા સામે વનડે અને T-20 સીરિઝમાં બધી મેચો રમશે કે નહીં, તે અંગે સસ્પેન્સ યથાવત છે. T-20 મેચ અને વોર્મ-અપ મેચની ડેટ્સ ક્લેશ થવાને કારણે ટીમ મેનેજમેન્ટ બુમરાહ અને શમીને લિમિટેડ ઓવર્સની સીરિઝમાં રોટેટ કરી શકે છે. 4 મેચોની ટેસ્ટ સીરિઝ 17 ડિસેમ્બરે શરૂ થશે.
બંને બોલર્સના વર્કલોડ પર ટીમ મેનેજમેન્ટની નજર
BCCIના સૂત્રોએ જણાવ્યા અનુસાર, જો ઇશાંત શર્મા પ્રથમ ટેસ્ટ પહેલા ફિટ ન થાય તો બુમરાહ અને શમીનો વર્કલોડ ઘણો વધશે. આ અંગે હેડ કોચ રવિ શાસ્ત્રી અને બોલિંગ કોચ ભરત અરુણ ઘણા ગંભીર છે. પહેલી વોર્મ-અપ મેચ 6-8 ડિસેમ્બર સુધી ડ્રામોયને ઓવલમાં છે અને T-20 સીરિઝની બીજી અને ત્રીજી T-20 6 અને 8 ડિસેમ્બરે રમાવવાની છે.
બુમરાહ અને શમી ટેસ્ટ ટીમનો મહત્ત્વનો ભાગ છે. તેવામાં તેમને રેડ બોલ માટે તૈયાર કરવામાં આવશે. વિરાટ કોહલી અને ટીમ મેનેજમેન્ટ બંનેને 12 દિવસમાં 6 મેચ રમાડવાનો રિસ્ક નહીં લે.
બીજી વોર્મ-અપ મેચ 11થી 13 ડિસેમ્બરે
સૂત્રો અનુસાર, જો બુમરાહ અને શમી બધી T-20 રમે છે તો તેમના માટે માત્ર 1 જ વોર્મ-અપ મેચ બચશે. જે 11થી 13 ડિસેમ્બર સુધી સિડનીમાં રમાશે. ભારત એડિલેડ ખાતેની ડે-નાઈટ ટેસ્ટ પહેલા અહીં પોતાની પ્લેઈંગ-11 નક્કી કરવા માગશે. તેવામાં આશા છે કે, બંને મુખ્ય ફાસ્ટ બોલર્સને સરખી રીતે રોટેટ કરવામાં આવશે.
ડે-નાઈટ ટેસ્ટમાં 50% ફેન્સને એન્ટ્રી મળશે
ડે-નાઈટ ટેસ્ટ એડિલેડમાં થશે. સરકારે 50% દર્શકોને મેચ જોવાની પરવાનગી આપી છે. આ સ્ટેડિયમની સીટિંગ કેપેસિટી 54 હજાર દર્શકોની છે. તે પછી ક્રિસમસ વીકમાં થનાર બોક્સિંગ ડે ટેસ્ટમાં 25 હજાર ફેન્સને એન્ટ્રી મળશે. આ સ્ટેડિયમની બેઠક ક્ષમતા એક લાખ છે. ફેન્સની સુરક્ષિત એન્ટ્રી અંગે વિક્ટોરિયન ગવર્મેન્ટ અને મેલબોર્ન ક્રિકેટ ક્લબે સાથે મળીને કોવિડ સુરક્ષા પ્લાન તૈયાર કર્યો છે.
ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો શિડ્યૂલ:
મેચ | તારીખ | સ્થળ |
1st ODI (ડે નાઈટ) | 27 નવેમ્બર | સિડની |
2nd ODI (ડે નાઈટ) | 29 નવેમ્બર | સિડની |
3rd ODI (ડે નાઈટ) | 2 ડિસેમ્બર | કેનબરા |
1st T20 ( નાઈટ) | 4 ડિસેમ્બર | કેનબરા |
2nd T20 (નાઈટ) | 6 ડિસેમ્બર | સિડની |
3rd T20 (નાઈટ) | 8 ડિસેમ્બર | સિડની |
1st Test (ડે નાઈટ) | 17-21 ડિસેમ્બર | એડિલેડ |
2nd Test | 26-30 ડિસેમ્બર | મેલબોર્ન |
3rd Test | 07-11 જાન્યુઆરી | સિડની |
4th Test | 15-19 જાન્યુઆરી | બ્રિસ્બેન |
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.