• Gujarati News
  • Sports
  • Cricket
  • Suspense Over The Role Of All rounder In The Team, Dravid's First Choice Hardik Pandya; Must Pass Fitness Test

મિશન T20 વર્લ્ડ કપ 2022 શરૂ:ટીમમાં ઓલરાઉન્ડરની ભૂમિકા મુદ્દે સસ્પેન્સ, દ્રવિડની પહેલી પસંદ હાર્દિક પંડ્યા; ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને T20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ ન્યૂઝીલેન્ડ સામેની હોમ T20 સિરીઝ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો નહોતો. હવે દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે તેની પસંદગી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. વાસ્તવમાં, હાર્દિક તેના ફોર્મ અને ખરાબ ફિટનેસને કારણે લાંબા સમયથી વિવાદમાં ઘેરાયેલો છે. હવે તેને ત્યારે જ ટીમમાં સ્થાન મળશે જ્યારે તે ફિટનેસ ટેસ્ટ પાસ કરશે.

ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
મીડિયાના અહેવાલો પ્રમાણે, હાર્દિકને હજુ પણ BCCIના કેટલાક અધિકારીઓ અને હેડ કોચ રાહુલ દ્રવિડ પર વિશ્વાસ છે, પરંતુ પંડ્યાએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલા ટીમમાં સામેલ થવા માટે ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે. ઇનસાઇડ સ્પોર્ટ્સના રિપોર્ટ પ્રમાણે, BCCIના એક અધિકારીએ કહ્યું હતું કે જો હાર્દિકે ટીમમાં વાપસી કરવી હોય તો તેને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે- હાર્દિક પંડ્યાની ઈજામાંથી રિકવરી આરામ પર નિર્ભર છે. તેણે શક્ય તેટલી વહેલી તકે NCA પહોંચવું જોઈએ ત્યારબાદ અમે તેના દક્ષિણ આફ્રિકા પ્રવાસ અંગે નિર્ણય લઈશું.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

પંડ્યા ટેસ્ટ માટે ફિટ નથી
બોર્ડના અધિકારીના જણાવ્યા પ્રમાણે, હાર્દિકને ટેસ્ટ ફોર્મેટ રમવા માટે સમય લાગશે. અમે ઉતાવળ કરવા માંગતા નથી કારણ કે આગામી વર્લ્ડ કપ આવવાનો છે. જો તે ફિટનેસ ટેસ્ટ પાસ કરશે તો તેને દક્ષિણ આફ્રિકા સામેની ODI અને T20 સિરીઝમાં તક આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યાએ 2018ના ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા માટે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી.

હાર્દિક પંડ્યા દ્રવિડનો ફેવરિટ પ્લેયર છે
મીડિયાના અહેવાલો પ્રમાણે, હેડ કોચ રાહુલ દ્રવિડ માટે ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા તેની પ્રથમ પસંદગી છે. ભારતીય મુખ્ય કોચ ઈચ્છે છે કે હાર્દિક NCAમાં રિકવરી પ્રોગ્રામ પૂર્ણ કરે. રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, પંડ્યાને આવતા મહિને શરૂ થનારી વિજય હજારે ટ્રોફીમાં રમવાની પણ સલાહ આપવામાં આવી છે.

વર્લ્ડ કપમાં નિરાશ થયો હતો
T20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા તેની ખરાબ ફિટનેસ અને ફોર્મ બંનેથી નિરાશ છે. 5 મેચની ત્રણ ઇનિંગ્સમાં પંડ્યાએ 34.50ની એવરેજથી માત્ર 69 રન કર્યા હતા. આખી ટૂર્નામેન્ટમાં તેણે માત્ર ચાર ઓવર નાંખી અને એક પણ વિકેટ લઈ શક્યો નહીં. શરૂઆતની મેચોમાં તેની ફિટનેસ પર પણ ઘણા સવાલો ઊઠી રહ્યા હતા. વળી અગાઉ પંડ્યા IPL ફેઝ-2માં સંપૂર્ણ રીતે ફિટ દેખાતો નહોતો.

અન્ય સમાચારો પણ છે...