વોશિંગ્ટન સુંદર કોરોના પોઝિટિવ:દ.આફ્રિકા સામે વનડે સીરિઝ રમવા અંગે સસ્પેન્સ, ઈન્જરી પછી કમબેક કરવાનો પ્લાન ફ્લોપ

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાઉથ આફ્રિકા સામેની વનડે સીરીઝની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. યુવા ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર કોરોના પોઝિટિવ આવ્યો છે. તેવામાં સુંદરને કોવિડ થયા પછી તે દ.આફ્રિકા સામેની વનડે સિરીઝની પહેલી મેચમાં રમવા અંગે સસ્પેન્સ વધી ગયું છે. પ્રથમ વનડે 19 જાન્યુઆરીએ રમાશે.

દક્ષિણ આફ્રિકા સામેની વનડે સિરીઝ પહેલા ઈન્ડિયન ટીમને મોટો ફટકો પડ્યો છે. યુવા ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ઈન્જરીમાંથી તો રીકવર થઈ ગયો પરંતુ અત્યાકે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે હવે આ ટૂરમાં તે રમશે કે કેમ એ અંગે સસ્પેન્સ યથાવત રહ્યું છે.

આફ્રિકા જવા અંગે સવાલો ઉઠ્યા
મીડિયા રિપોર્ટ પ્રમાણે, સુંદર થોડા દિવસો પહેલા કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. તેને અન્ય ખેલાડીઓ સાથે મુંબઈની એક હોટલમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યો હતો. હવે ટીમ બુધવારે સવારે અહીંથી કેપટાઉન જવા રવાના થશે. રિપોર્ટ અનુસાર, BCCIએ સુંદરના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી. બોર્ડના એક અધિકારીએ જણાવ્યું છે કે- સુંદર કોરોના પોઝિટિવ મળી આવ્યો છે, તેથી તે આફ્રિકા નહીં જાય.

ઈન્જરીના કારણે ટીમની બહાર હતો
સુંદર ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11માંથી બહાર રહ્યો હતો. ગત વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસ પર એક પ્રેક્ટિસ મેચ દરમિયાન કાઉન્ટી ઈલેવન તરફથી રમતી વખતે તે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારથી તે ઈન્ડિયન ટીમની બહાર છે. તે દક્ષિણ આફ્રિકા સામેની ODI સિરીઝથી તે ટીમમાં પરત ફરવાનો હતો. જોકે હવે આ અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે.

સુંદરને એક કાનથી જ સંભળાય છે
વોશિંગ્ટન સુંદર ફક્ત એક જ કાનથી સાંભળે છે. જ્યારે તે ચાર વર્ષનો હતો ત્યારે તેને આ રોગ હોવાનું નિદાન થયું હતું. ત્યાર પછી તેના માતા-પિતા સારવાર માટે ઘણી હોસ્પિટલોમાં ગયા, પરંતુ પછી ખબર પડી કે આ રોગનો ઈલાજ થઈ શકતો નથી. આના કારણે સુંદરને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેણે આ નબળાઈને પોતાના પર હાવી થવા ન દીધી.

વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા

  • બેટરઃ કે.એલ.રાહુલ (કેપ્ટન), ધવન, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર, શ્રેયસ, રિષભ, ઈશાન
  • ઓલરાઉન્ડરઃ વેંકટેશ અય્યર, વોશિંગ્ટન સુંદર
  • સ્પિનરઃ રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ
  • ફાસ્ટ બોલરઃ જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, પ્રસિદ્ધ કૃષ્ણા, શાર્દૂલ ઠાકુર અને મોહમ્મદ સિરાજ

વનડે સિરીઝનું શિડ્યૂલ

  • 1st ODI: 19 જાન્યુઆરી, પાર્લ
  • 2nd ODI: 21 જાન્યુઆરી, પાર્લ
  • 3rd ODI: 23 જાન્યુઆરી, કેપટાઉન
અન્ય સમાચારો પણ છે...