• Gujarati News
  • Sports
  • Cricket
  • Suryakumar Yadav, Team India's Mr. 360 Degree, Scores A Career best 890 Points In The New Rankings, Losing Two Places To Virat

સૂર્યા T20 રેન્કિંગમાં નંબર-1 પર યથાવત:ટીમ ઈન્ડિયાના મિસ્ટર 360 ડિગ્રી ગણાતા સૂર્યકુમાર યાદવ નવા રેન્કિંગમાં કરિયરના સર્વશ્રેષ્ઠ 890 પોઇન્ટ્સ, વિરાટને બે સ્થાનનું નુક્સાન

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવ તાજેતરની ICC રેન્કિંગમાં વિશ્વના નંબર-1 T20 બેટર તરીકે યથાવત છે. ગયા અઠવાડિયે પણ તેઓ ટોચ પર હતા. આ વખતે તેમના પોઇન્ટ્સમાં વધારો થયો છે. સૂર્યાના હવે 890 પોઇન્ટ્સ છે. ગયા અઠવાડિયે તેમના 859 પોઇન્ટ હતા. તો વિરાટ કોહલીને બે સ્થાનનું નુકસાન થયું છે.

પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન 836 રેટિંગ પોઇન્ટ્સ સાથે બીજા સ્થાને છે. બોલિંગ રેન્કિંગમાં શ્રીલંકાના વાનિન્દુ હસરાંગા નંબર-1 પર છે. બાંગ્લાદેશનો શાકિબ અલ હસન વિશ્વનો નંબર-1 ઓલરાઉન્ડર છે.

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20માં સદી ફટકારી હતી
સૂર્યકુમાર યાદવે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ T20 સિરીઝમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. 2 મેચમાં તેમણે કુલ 124 રન બનાવ્યા છે. જેમાં એક સદીનો પણ સમાવેશ થાય છે. સૂર્યાએ બીજી T20 મેચમાં સદી ફટકારી હતી. આ તેમની કરિયરની બીજી સદી હતી.

વિરાટ કોહલીને બે સ્થાનનું નુકસાન થયું છે
T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર વિરાટ કોહલીને બે સ્થાનનું નુકસાન થયું છે. કોહલી હવે 650 પોઇન્ટ્સ સાથે 13મા નંબર પર છે. કેએલ રાહુલ 582 પોઇન્ટ્સ સાથે 19મા સ્થાને છે. આ રીતે ભારતના ત્રણ બેટર ટૉપ-20માં છે.

બોલિંગમાં ભુવી સર્વોચ્ચ ક્રમાંકિત ભારતીય છે
બોલિંગમાં ભુવનેશ્વર કુમાર 647 પોઇન્ટ્સ સાથે 13મા સ્થાને છે. તેઓ સર્વોચ્ચ ક્રમાંકિત ભારતીય બોલર છે. અર્શદીપ સિંહ 616 પોઇન્ટ્સ સાથે 21મા અને રવિચંદ્રન અશ્વિન 606 પોઇન્ટ્સ સાથે 21મા ક્રમે છે. યુઝવેન્દ્ર ચહલ 532 પોઈન્ટ સાથે 43મા સ્થાને છે.