વન-ડે રેન્કિંગમાં કોહલી છઠ્ઠા સ્થાને:સૂર્યા T20માં 908 રેટિંગ પોઇન્ટ્સ મેળવનાર પહેલો ભારતીય બન્યો

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત અને શ્રીલંકા વચ્ચેની પહેલી વન-ડેમાં સદી ફટકારનાર વિરાટ કોહલીને વન-ડે રેન્કિંગમાં ફાયદો થયો છે. જ્યારે સૂર્ય કુમાર યાદવ T20માં નંબર-1 પર યથાવત છે. તે બેટર્સ રેન્કિંગમાં સૌથી વધુ રેટિંગ પોઇન્ટ ધરાવનાર ભારતીય બેટર બની ગયો છે. તેને 908 રેટિંગ પોઇન્ટ્સ મળ્યા છે.

ICCએ આજે નવા રેન્કિંગ જાહેર કર્યા હતા. તે પ્રમાણે વિરાટ કોહલી 2 સ્થાનના ફાયદા સાથે છઠ્ઠા નંબર પર પહોંચા ગયા છે. ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ એક રેન્કનો ફાયદો ઉઠાવીને 715 રેટિંગ પોઇન્ટ્સ સાથે 8માં સ્થાન મેળવ્યું છે. પાકિસ્તાનનો બાબર આઝમ 891 પોઇન્ટ સાથે ટોપ વન-ડે બેટર છે.

વિરાટે શ્રીલંકા સામે 113 રન બનાવ્યા હતા
વિરાટ કોહલીએ એક દિવસ પહેલા મંગળવારે શ્રીલંકા સામે 113 રનની સદીની ઇનિંગ રમી હતી. વન-ડે બોલર્સ રેન્કિંગમાં ટોપ-10માં કોઈ ભારતીય સામેલ નથી. શ્રીલંકા વિરૂદ્ધ 2 વિકેટ લેનાર મોહમ્મદ સિરાજ 18મા નંબર પર પહોંચી ગયો છે. તેના પછી જસપ્રીત બુમરાહ 19માં નંબર પર છે. ઓલરાઉન્ડર્સની રેન્કિંગમાં ટોપ-20માં કોઈ ભારતીય ખેલાડીનું નામ નથી.

રિઝવાન સૂર્યા કરતાં 72 પોઇન્ટ્સ પાછળ
પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન T20 બેટર્સ રેન્કિંગમાં બીજા નંબર પર છે. પરંતુ, તેના અને સૂર્યકુમાર યાદવ વચ્ચે 72 પોઇન્ટ્સનો તફાવત છે. ત્રીજા નંબરે ન્યૂઝીલેન્ડનો ડેવોન કોનવે, ચોથા નંબર પર પાકિસ્તાનનો બાબર આઝમ અને પાંચમા નંબરે સાઉથ આફ્રિકાનો એડન માર્કરામ છે. સૂર્યા સિવાય ટોપ-10માં કોઈ ભારતીય નથી. તેના પછી વિરાટ કોહલી 13માં અને કેએલ રાહુલ 22માં નંબર પર છે.

વિરાટનો રેકોર્ડ તોડ્યો
સૂર્યકુમાર પહેલા કોઈપણ ભારતીય T20માં 900થી વધુ રેટિંગ પોઇન્ટ મેળવી શક્યો નહતો. તેના પહેલા પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ T20માં 897 રેટિંગ પોઇન્ટ હાંસલ કર્યા હતા. ઇંગ્લેન્ડના ડેવિડ મલાને અત્યારસુધીમાં સૌતી વધુ 915 રેટિંગ પોઇન્ટ્સ મેળવ્યા છે. સૂર્યકુમાર આ લિસ્ટમાં બીજા નંબરે છે.

હાર્દિક ત્રીજા નંબરે
ICCના ટોપ ઓલરાઉન્ડર્સની યાદીમાં હાર્દિક પંડ્યા ત્રીજા નંબરે છે. તેના 219 પોઇન્ટ્સ છે. બાંગ્લાદેશનો શાકિબ અલ હસન 252 પોઇન્ટ્સ સાથે પહેલા નંબરે અને અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી 233 પોઇન્ટ્સ સાથે બીજા નંબરે છે.

ટોપ-10માં કોઈ ભારતીય નથી
બોલર્સમાં ટોપ-10માં કોઈ ભારતીય ખેલાડી સામેલ નથી. ભુવનેશ્વર કુમાર 628 પોઇન્ટ્સ સાથે 18માં નંબર પર છે. તેના પછી અર્શદીપ સિંહ 21મા નંબર પર છે. બોલર્સ રેન્કિંગમાં અફઘાનિસ્તાનનો રાશિદ ખાન 698 પોઇન્ટ્સ સાથે નંબર-1 છે. શ્રીલંકાનો વાનિન્દુ હસરંગા એક સ્થાનના ઘટાડા સાથે 695 પોઇન્ટ્સ સાથે બીજા સ્થાને પહોંચી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...