તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Suresh Raina's Controversy| If Dhoni Doesn't Play In IPL, I Will Also Quit, Kohli Needs To Play Responsibly In Decisive Match

રૈનાનો ધોની અને વિરાટ અંગે ઘટસ્ફોટ:કહ્યું- જો ધોની IPL નહીં રમે તો હું પણ રમવાનું છોડી દઈશ, કોહલીએ નિર્ણાયક મેચમાં જવાબદારીપૂર્વક રમવાની જરૂર છે

25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોનીભાઈ જો IPL ના રમવાનો નિર્ણય લેશે, તો હું તેમને મનાવી પણ લઈશ- સુરેશ રૈના
  • સુરેશ રૈનાએ ડેબ્યુ મેચ પહેલાં તેની સાથે થયેલા રેગિંગ સહિત ઘણા કિસ્સા શેર કર્યા

સુરેશ રૈનાએ ધોની અને IPL અંગે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. ન્યૂઝ 24 સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે જો ધોની IPLની બીજી સીઝન નહીં રમે તો હું પણ IPL રમવાનું છોડી દઇશ. આની સાથે રૈનાએ ડેબ્યુ મેચ પહેલાં તેની સાથે થયેલા રેગિંગના કિસ્સા સહિત ફેવરિટ કેપ્ટન અને વિરાટ કોહલીની કેપ્ટનશિપ અંગે પણ વાતચીત કરી હતી.

સુરેશ રૈનાએ પોતાનાં જીવન અને કારકિર્દી અંગે એક બુક લોન્ચ કરી છે. આ બુકને વાચકો તરફથી સારી પ્રતિક્રિયાઓ પણ મળી રહી છે. રૈનાએ આ બુક અંગે વિગતવાર માહિતી આપવા માટે ન્યૂઝ 24 સાથે વાતચીત કરી હતી. સુરેશ રૈનાને આ બુક લખતાં 5થી 6 મહિના લાગ્યા હતા. રૈનાએ જણાવ્યું હતું કે આ બુક લખવા પાછળ મારો એક જ ઉદ્દેશ હતો કે હું તમામ પ્રશંસકોને થેન્ક્યુ કહું અને મારા જુનિયર સાથી ખેલાડીઓને આનાથી પ્રેરણા મળે. તો ચલો, જાણીએ સુરેશ રૈના સાથેની વાતચીતના કેટલાક મહત્ત્વપૂર્ણ અંશ...........

રૈનાએ પોતાની કારકિર્દીના યાદગાર કિસ્સા અંગે વાત કરી
સુરેશ રૈનાએ ઇન્ટરવ્યુ દરમિયાન રેગિંગનો કિસ્સો શેર કર્યો હતો. તેણે કહ્યું હતું કે હું જ્યારે ટીમમાં જોડાયો ત્યારે રાહુલ દ્રવિડ કેપ્ટન હતા. હું ડ્રેસિંગ રૂમમાં જ્યારે એન્ટર થયો ત્યારે યુવરાજ સિંહે મને પૂછ્યું હતું કે મારો ફેવરિટ ક્રિકેટર કોણ છે? એ સમયે રૂમમાં ઈન્ડિયન ટીમના મોટા ભાગના દિગ્ગજ ક્રિકેટરો હાજર હતા. ત્યારે સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, રાહુલ દ્રવિડ સહિત ઘણા ક્રિકેટર્સ મારા જવાબનો વેઈટ કરી રહ્યા હતા.

યુવરાજ સિંહના આ સવાલનો જવાબ આપતાં સુરેશ રૈનાએ જણાવ્યું હતું કે મને રાહુલભાઈ વધારે પસંદ છે. ત્યારે અન્ય ક્રિકેટર્સે પૂછ્યું કે તને હું નથી ગમતો કે શું? રૈનાએ પોતાનો રમૂજી રેગિંગનો કિસ્સો શેર કર્યો હતો.

સુરેશ રૈના અને રાહુલ દ્રવિડનો ફાઇલ ફોટો.
સુરેશ રૈના અને રાહુલ દ્રવિડનો ફાઇલ ફોટો.

રાહુલ દ્રવિડે રૈનાને ધમકાવ્યો હતો
સુરેશ રૈનાએ ન્યૂઝ 24 સ્પોર્ટ્સ સાથે વાતચીતમાં રાહુલ દ્રવિડ અંગે રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. તેણે કહ્યું હતું કે એ સમયે હું પહેલીવાર ઈન્ડિયન ટીમ સાથે કોઈ ટૂરમાં ગયો હતો. ત્યારે મેં એક ટી-શર્ટ પહેર્યું હતું, જેની કેપ્શન રાહુલ દ્રવિડને નહોતું ગમ્યું. રાહુલ દ્રવિડે ત્યારે રૈના પાસે આવીને ઠપકો આપતાં પૂછ્યું હતું કે તને ખબર પણ છે તારી ટીશર્ટ પર શું લખ્યું છે.

જેના જવાબમાં રૈનાએ કહ્યું- ના, રાહુલભાઈ, મને નથી ખબર, પણ આ મારું ફેવરિટ ટીશર્ટ છે. રાહુલ દ્રવિડે ત્યારે ગુસ્સામાં કહ્યું હતું કે તું અત્યારે ઈન્ડિયન ટીમનો ભાગ છે. આવું પહેરવું તને શોભા નથી આપતું. રૈનાએ તાત્કાલિક એ ટીશર્ટ ચેન્જ કરી દીધું હતું અને ત્યારે તેને જાણ થઈ હતી કે ઈન્ડિયન ટીમના ખેલાડીઓએ કેવા પ્રકારનાં કપડાં પહેરવાં જોઇએ. રૈનાએ દ્રવિડને શિસ્તબદ્ધ, દિગ્ગજ અને ક્લાસી કેપ્ટન પણ કહ્યો.

2008થી અમે સાથે રમી રહ્યા છીએ અને જો ધોનીભાઈ ક્રિકેટ છોડશે તો હું પણ છોડી દઈશ.
2008થી અમે સાથે રમી રહ્યા છીએ અને જો ધોનીભાઈ ક્રિકેટ છોડશે તો હું પણ છોડી દઈશ.

ધોની IPL નહીં રમે તો હું પણ નહીં રમું- સુરેશ રૈના
રૈનાએ ન્યૂઝ 24 સ્પોર્ટ્સ સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે મહેન્દ્ર સિંહ ધોની એક પ્રામાણિક કેપ્ટન છે. તેણે ઘણા ખેલાડીઓને સ્ટાર ક્રિકેટર બનાવ્યા છે. ધોની સંકટના સમયે ટીમનો સારથિ બને છે. ધોની હંમેશાં યંગસ્ટર્સને મદદ કરે છે. ધોનીએ મને સર્જરી કરાવવા માટે સપોર્ટ કર્યો હતો. હું દોઢ વર્ષ ક્રિકેટ નહોતો રમ્યો ત્યારે ધોનીએ મને સતત મદદ કરી હતી.

સુરેશ રૈનાએ IPL ફેઝ-2ની તૈયારી શરૂ કરી દીધી છે. રૈનાને જ્યારે પૂછવામાં આવ્યું કે જો તમે CSKમાંથી બહાર જશો તો કંઇ ટીમમાંથી રમવાનું પસંદ કરશો? ત્યારે તેણે ન્યૂઝ 24 સ્પોર્ટ્સને જવાબ આપતાં જણાવ્યું હતું કે ના ના એવું નથી, જો ધોનીભાઈ આગામી સીઝનમાં નહીં રમે તો હું પણ નહીં રમું. 2008થી અમે સાથે રમી રહ્યા છીએ અને જો ધોનીભાઈ ક્રિકેટ છોડશે તો હું તેમને કહીશ કે તમે આમ ના કરો. મને આશા છે કે ધોની મારી વાત માનશે, હું તેમને મનાવી લઇશ. મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈનાએ એક જ દિવસે (15 ઓગસ્ટ 2020) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધો હતો.

ફેવરિટ કેપ્ટનનું નામ પણ કહ્યું
રૈનાને જ્યારે ફેવરિટ કેપ્ટન અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે દરેક કેપ્ટનની અલગ ભૂમિકા હોય છે. તેમનું વિઝન પણ અલગ હોય છે, તો મારા મત મુજબ ઈન્ડિયન ટીમના બધા કેપ્ટન પોતપોતાની રીતે બેસ્ટ છે. રૈનાએ વધુમાં જણાવ્યું હતું કે જેમ માતા-પિતામાંથી કોણ સૌથી બેસ્ટ છે, એનું તારણ કાઢવું મુશ્કેલ છે. ઈન્ડિયન ટીમનો બેસ્ટ કેપ્ટન કોણ છે એ કહેવું પણ મુશ્કેલ છે.

વિરાટ કોહલી કેપ્ટન તરીકે અત્યારસુધી એકપણ ICC ટ્રોફી જીત્યો નથી. ફાઇલ ફોટો
વિરાટ કોહલી કેપ્ટન તરીકે અત્યારસુધી એકપણ ICC ટ્રોફી જીત્યો નથી. ફાઇલ ફોટો

વિરાટ કોહલીના કેપ્ટન તરીકે નિરાશાજનક પ્રદર્શન વિશે જાણ કરી
સુરેશ રૈનાએ ન્યૂઝ 24 સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે વિરાટ કોહલી ICC ટ્રોફી સાથે IPLની એકપણ ટ્રોફી જીતી શક્યો નથી. કોહલી એક ફિટ અને સૌથી સફળ કેપ્ટન પણ છે. તેને થોડો સમય આપો, હજુ 2-3 વર્લ્ડ કપ પણ આવશે એમાં સારૂ પ્રદર્શન દાખવી શકે છે. કોઇપણ કેપ્ટન માટે સતત ટ્રોફી જીતવી સરળ હોતી નથી.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં હારનું મુખ્ય કારણ જણાવ્યું
સુરેશ રૈનાએ WTCની હાર માટે બેટ્સમેનના ખરાબ પ્રદર્શન સામે નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું હતું કે ઈન્ડિયન ટીમે ફાઇનલ મેચ પહેલાં પ્રેક્ટિસ મેચ રમવી જોઇતી હતી. કોહલી પર નિશાન સાધતાં કહ્યું હતું કે તમારે પાર્ટનરશિપ કરવી પડશે, નિર્ણાયક મેચમાં જવાબદારીપૂર્વક રમત દાખવવાની જરૂર છે. સુરેશ રૈનાએ આગામી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સારું પ્રદર્શન કરી શકે છે એની પણ આશા વ્યક્ત કરી હતી.

ઈન્ડિયન ટીમ ચોકર્સ નથી, આગામી વર્લ્ડ કપમાં ખબર પડી જ જશે- સુરેશ રૈના
ઈન્ડિયન ટીમ ચોકર્સ નથી, આગામી વર્લ્ડ કપમાં ખબર પડી જ જશે- સુરેશ રૈના

ટીમ ઈન્ડિયાને ચોકર્સ તરીકે સંબોધતાં લોકોને વળતો જવાબ આપ્યો
સુરેશ રૈનાએ ટીમ ઈન્ડિયાને 'ન્યૂ ચોકર્સ' તરીકે સંબોધતાં લોકોને વળતો જવાબ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે અમે ચોકર્સ નથી. ટીમ ઈન્ડિયા પાસે પહેલેથી 1983, 2007, 2011 વર્લ્ડ કપ છે. તેણે કહ્યું હતું કે આાગમી 2-3 વર્ષની અંદર 3 ICC ટૂર્નામેન્ટ આવશે, એમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન જોયા પછી કોઈ ચોકર્સ કહેશે નહીં.

(ચોકર્સઃ ક્રિકેટજગતમાં આ એવી ટીમને કહેવાય છે, જેનું પ્રદર્શન શરૂઆતથી સારું હોય અને ટાઇટલ જીતવાની નિર્ણાયક મેચ અથવા તબક્કામાં એ હારી જાય. જે મેચ હાથમાં હોય એને સરળતાથી સામેની ટીમને જિતાડી દે)

રૈનાએ નિવૃત્તિ પછીનો પ્લાન શેર કર્યો
સુરેશ રૈનાએ કહ્યું હતું કે તમામ ફોર્મેટમાંથી હું નિવૃત્ત થયા બાદ UPના યંગસ્ટર્સને હું સારા ક્રિકેટર બનવા માટે તાલીમ આપીશ. તેમને ઈન્ડિયન ટીમનું નામ રોશન કરવા માટે તૈયાર પણ કરીશ.

અન્ય સમાચારો પણ છે...