કોણ છે રૈનાનો ફેવરિટ કેપ્ટન?:સુરેશ રૈનાએ ધોની-દ્રવિડ-કોહલીમાંથી સર્વશ્રેષ્ઠ કેપ્ટનની પસંદગી કરી, ત્રણેય દિગ્ગજોને રેન્ક પણ આપ્યા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરેશ રૈના વર્લ્ડ કપ વિનિંગ ટીમનો પણ ભાગ રહ્યો છે

ઈન્ડિયન ટીમના પૂર્વ બેટ્સમેન સુરેશ રૈનાએ ગત વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તી જાહેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. રૈનાએ ઈન્ડિયા માટે પોતાની કરિયર દરમિયાન વિવિધ કેપ્ટન સાથે મેચ રમી છે. જેમાં રાહુલ દ્રવિડ, વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજોના નામ પણ સામેલ છે. તેવામાં સુરેશ રૈનાએ RJ રોનક સાથેની વાતચીત દરમિયાન આ ત્રણેયમાંથી શ્રેષ્ઠ કેપ્ટન પસંદ કર્યો હતો અને તમની રેન્કિંગના આધારે તુલના કરી હતી.

ધોનીને નંબર-1 કેપ્ટન કહ્યો
રૈનાએ RJ રોનકના શોમાં કહ્યું હતું કે મેં ધોની ભાઈની એક બેટ્સમેન, ખેલાડી અને લીડર તરીકેની સફર જોઇ છે, તેમની સાથે રમ્યો પણ છું. તેવામાં વળી હું જ્યારે શરૂઆતમાં આવ્યો હતો ત્યારે ટીમ બની રહી હતી અને તે સમયે હું રાહલુ દ્રવિડની કેપ્ટનશિપ હેઠળ રમ્યો હતો. તેથી જો કેપ્ટનશિપની વાત આવે તો પહેલા ધોની પછી દ્રવિડ અને વિરાટ કોહલીને હું રેન્ક આપું.

ઉલ્લેખનીય છે કે મેં અને વિરાટે એકસાથે ઘણી આક્રમક ઈનિંગ રમી છે તથા વિવિધ રેકોર્ડ પણ સ્થાપિત કર્યા છે. તેથી જ હું એમ કહી શકું કે 1) ધોની - 2) રાહુલ ભાઈ અને 3) ચીકૂ (વિરાટ).

વર્લ્ડ કપ વિનિંગ ટીમનો પણ ભાગ રહ્યો
સુરેશ રૈના અને એમ.એસ.ધોની વચ્ચે સારા સબંધો છે. બંને ક્રિકેટર્સે ઈન્ડિયા માટે એક જ સમયે શરૂઆત કરી હતી. જોકે ધોની, સુરેશ રૈના કરતા પાંચ મહીના જ ટીમમાં જોડાયો હતો. ત્યારપછી આ બંને ખેલાડીએ આક્રમક બેટિંગ કરીને ઈન્ડિયન ટીમને ઘણી મેચ જીતાડી પણ હતી. ઉલ્લેખનીય છે કે સુરેશ રૈના ત્રણેય ફોર્મેટમાં સદી નોંધાવનાર પહેલો ઈન્ડિયન બેટ્સમેન છે. વળી તે ધોનીની કેપ્ટનશિપ હેઠળ વર્ષ 2011માં વર્લ્ડ કપ વિનિંગ ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે.

ધોની-રૈનાએ સાથે નિવૃત્તિ જાહેર કરી
ધોની અને રૈનાની યારી IPLમાં પણ જોવા મળે છે. આ બંને ખેલાડી અત્યારે ચેન્નઈ સુપર કિંગ્સમાંથી રમી રહ્યા છે. જોકે આ બંને ખેલાડી કેટલાક સમય પહેલા જ્યારે CSK પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો ત્યારે અલગ થયા હતા. તે સમયે મહેન્દ્ર સિંહ ધોની રાઇઝિંગ પુણે જાયન્ટ્સનો કેપ્ટન હતો તથા રૈના ગુજરાત લાયન્સનો કેપ્ટન છે.

પરંતુ 2018માં જેવી CSKની ટીમમાં વાપસી થઈ ત્યારે ફરીથી રૈના અને ધોની એક જ ટીમમાં આવી ગયા હતા. એટલું જ નહીં 15 ઓગસ્ટ 2020ના રોજ જ્યારે ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી ત્યારે સુરેશ રૈનાએ પણ તેની સાથે જ એ જ દિવસે નિવૃત્તી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...