T20 વર્લ્ડકપમાં ભારતની મેચ પહેલા બબાલ:વિરાટ કોહલીએ આપી દીવાળીને લઈને ટીપ્સ, ભડકેલા ફેન્સે કર્યા ટ્રોલ

મુંબઈએક મહિનો પહેલા

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના ફેન્સ માટે ટ્વિટર પર દિવાળીને લઈને એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન કહે છે કે આ વર્ષ ભારત અને વિશ્વના લોકો માટે ખૂબ જ મુશ્કેલી ભર્યું રહ્યું છે.

બધા દિવાળીની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. જેમજેમ આ તહેવાર નજીક આવી રહ્યાં છે, હું તમારા પરિવાર અને દોસ્તોને સાર્થક દિવાળી મનાવવા અને તેનો આનંદ લેવાની ટિપ્સ આપીશ. કોહલીનું આ ટ્વિટ એક વર્ગને સારુ ન લાગ્યું. તેને સોશિયલ મીડિયા પર તેને લઈને જોરદાર રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યું છે.

આ વીડિયો આવ્યા પછી Suno Kohli ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. લોકો અલગ-અલગ પ્રકારના મીમ બનાવીને તેને ટ્રોલ કરી રહ્યાં છે. ગત વર્ષે પણ કોહલીને દિવાળીના સમયે ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. દિવાળી પર તેમણે ફેન્સને શુભેચ્છા પાઠવી હતી અને પોતાના મેસેજમાં ફટાકડા ન ફોડવાની અપીલ પણ કરી હતી.

અમને ખ્યાલ છે કે પોતાનો તહેવાર કઈ રીતે મનાવવાનો છે
સોશિયલ મીડિયા પર લોકોએ કોહલીને ટ્રોલ કરતા કહ્યું કે અમને ખ્યાલ છે કે પોતાનો તહેવાર કઈ રીતે મનાવવાનો છે. તમે દિવાળી મનાવવાની રીત પર ઉપદેશ આપવાની જગ્યાએ આગામી ટી20 વર્લ્ડ કપ પર ધ્યાન આપો.

ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયા હાલ ટી-20 વર્લ્ડ કપ માટે દુબઈ છે. આજે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ પોતાની વોર્મ અપ મેચ ઈંગ્લેન્ડની સામે રમશે. ટીમે પોતાની પ્રથમ મેચ પાકિસ્તાનની વિરુદ્ધ 24 ઓક્ટોબરે રમવાની છે.

અન્ય સમાચારો પણ છે...