તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Sunil Gavaskar Says, If You’re Not Good Enough To Play The Bouncer, You Don’t Deserve Concussion Substitute

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કન્કશન સબ્સ્ટિટયૂટ વિવાદ:માંજરેકરે કહ્યું, ખેલાડીઓ ફાયદા માટે નિયમોમાં ખામી શોધવામાં માહેર; ગાવસ્કરે કહ્યું- બેટ્સમેન બાઉન્સર ન રમી શકતા હોઈ તો સબ્સ્ટિટયૂટ પણ ડિઝર્વ નથી કરતા

4 મહિનો પહેલા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કેનબરા ખાતે ત્રણ T-20 સિરીઝની પહેલી મેચમાં કન્કશન સબ્સ્ટિટયૂટ નિયમ ચર્ચાનો વિષય બન્યો હતો. ભારતીય ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં રવીન્દ્ર જાડેજાને મિચેલ સ્ટાર્કનો બોલ માથે વાગ્યો હતો. એ પછી ફિલ્ડિંગ દરમિયાન તેના કન્કશન સબસ્ટિટ્યૂટ તરીકે યુઝવેન્દ્ર ચહલ મેદાનમાં આવ્યો હતો. ચહલે સારી બોલિંગ કરતાં 4 ઓવરમાં 25 રન આપીને 3 વિકેટ લીધી અને પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યો. ભારતના પૂર્વ ક્રિકેટર્સ સુનીલ ગાવસ્કર, સંજય માંજરેકર અને ઇંગ્લેન્ડના માઈકલ વોને અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે.

ICC કન્કશન સબ્સ્ટિટયૂટ અંગે વધુ એક્ટિવ થશે: માંજરેકર
માંજરેકરે કહ્યું, ગઈકાલની ઘટના પછી કન્કશન સબ્સ્ટિટયૂટના કોન્સેપ્ટ અંગે વધુ વિચાર કરવામાં આવશે. કારણ કે પ્લેયર્સ તરીકે આપણે બધા સારા હેતુથી બનેલા નિયમોમાં ખામી શોધવામાં માહેર છીએ. ભારતે ફાયદો ઉઠાવ્યો કે નહીં એ અંગે ખબર નથી, પરંતુ સમગ્ર ઘટના પછી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ધ્યાન રાખશે કે કોઈ ટીમને આટલો મોટો એડવાન્ટેજ ન મળે.

હું કન્કશન સબ્સ્ટિટયૂટના કોન્સેપ્ટમાં માનતો નથી: ગાવસ્કર
ગાવસ્કરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું કન્કશન સબ્સ્ટિટયૂટના કોન્સેપ્ટમાં માનતો નથી. જો બેટ્સમેન બાઉન્સર નથી રમી શકતા તો તેઓ સબ્સ્ટિટયૂટ પણ ડિઝર્વ નથી કરતા. કદાચ હું ઓલ્ડ ફેશન્ડ છું એટલે માનવું છે કે જો બોલ તમારા હેલ્મેટને વાગે તો તમે સબ્સ્ટિટયૂટ પણ ડિઝર્વ કરતા નથી. જોકે અત્યારે તેને પરવાનગી આપવામાં આવે છે અને ચહલે જાડેજાને રિપ્લેસ કર્યો તેમાં કઈ પ્રોબ્લમ જેવું નહોતું.

મેચ રેફરી પોતે ઓસ્ટ્રેલિયન છે, તો પછી વાંધો કેમ?
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મોઝેઝ હેનરિક્સે કહ્યું હતું કે ચહલ જાડેજાનો લાઈક ટુ લાઈક રિપ્લેસમેન્ટ નહોતો. આ અંગે પોતાનું રિએક્શન આપતાં ગાવસ્કરે કહ્યું હતું કે આ બાબતે કોઈ કોન્ટ્રોવર્સી ન હોવી જોઈએ, કારણ કે મેચ રેફરી ડેવિડ બૂન પોતે એક ઓસ્ટ્રેલિયન છે. બૂનને ચહલ જાડેજાને બદલે રમે તેમાં વાંધો નહોતો.

ગાવસ્કરે વધુમાં કહ્યું હતું, લાઈક ટુ લાઈક રિપ્લેસમેન્ટનું કહેવામાં આવે છે. તમે કહી શકો છો કે ચહલ ઓલરાઉન્ડર નથી, પરંતુ મારા અનુસાર જે કોઈપણ બેટિંગ કરવા જાય છે અને 1થી 100 રન કરે છે તે બધા ઓલરાઉન્ડર છે. તે બોલિંગ કરે છે એટલે લાઈક ટુ લાઈક રિપ્લેસમેન્ટ છે. ઓસ્ટ્રેલિયન મેચ રેફરીને કોઈ વાંધો નહોતો તો આ બાબતે કોઈને પણ કોઈ પ્રોબ્લમ ન જ હોવો જોઈએ.

વોને કહ્યું, ભારતે પ્રોટોકોલનું પાલન ન કર્યું
ઇંગ્લેન્ડના પૂર્વ કપ્તાન માઈકલ વોને કહ્યું હતું, ટીમ ઇન્ડિયાએ કન્કશન ઇન્જરી પ્રોટોકોલનું પાલન નહોતું કર્યું. ભારતે કન્કશન સબ્સ્ટિટયૂટની માગ કરી અને ખેલાડી રિપ્લેસ પણ કર્યો, પરંતુ જ્યારે જાડેજાને માથામાં બોલ વાગ્યો ત્યારે ભારતના ફિઝિયોએ મેદાન પર આવવાનું હતું. પ્લેયરને અમુક પ્રશ્નો પૂછવાના હતા અને પછી જ તેણે બેટિંગ ચાલુ રાખવાની હતી. જોકે જાડેજાને માથે બોલ વાગ્યા પછી ગેમ તરત જ ચાલુ થઇ ગઈ હતી. તમે કન્કશનની માગ કરી તો પ્રોટોકોલ મુજબ ફિઝિયોને મોકલીને પ્લેયરનું ચેકઅપ કેમ ન કર્યું?

મેચ રેફરીએ જાડેજાના કન્કશન સબ્સ્ટિટયૂટ તરીકે ચહલને રમવાની પરવાનગી આપતાં ઓસ્ટ્રેલિયન કોચ લેન્ગરે વાંધો ઉઠાવ્યો હતો.
મેચ રેફરીએ જાડેજાના કન્કશન સબ્સ્ટિટયૂટ તરીકે ચહલને રમવાની પરવાનગી આપતાં ઓસ્ટ્રેલિયન કોચ લેન્ગરે વાંધો ઉઠાવ્યો હતો.

શું છે કન્કશન સબ્સ્ટિટયૂટ?
ઓગસ્ટ 2019માં ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમનારી એશિઝમાં સબ્સ્ટિટયૂટ ખેલાડીઓ સંબંધિત એક નવો નિયમ લાગુ પડ્યો હતો. કન્કશન ઇન્જરી થઇ હોય તો નવો ખેલાડી તેને રિપ્લેસ કરી શકે છે. માથામાં વાગ્યું હોય તે ઇજાને કન્કશન કહેવામાં આવે છે. જો કોઈને માથામાં વાગ્યું હોય તો નવા નિયમ મુજબ ટીમ તે ખેલાડીને રિપ્લેસ કરી શકે છે.

આ નિયમમાં નોંધ લેવા જેવી વાત એ છે કે જો કોઈ બોલર ઇજાગ્રસ્ત થયો હોય તો બોલર જ તેને રિપ્લેસ કરી શકશે. ક્રિકેટની ભાષામાં તેને 'લાઈક ટુ લાઈક' રિપ્લેસમેન્ટ કહેવામાં આવે છે.

ઓસ્ટ્રેલિયન કોચ લેન્ગરે વાંધો ઉઠાવ્યો હતો
ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેન્ગરે જાડેજાના કન્કશન રિપ્લેસમેન્ટ તરીકે ચહલ આવતાં વાંધો ઉઠાવ્યો, કારણ કે જાડેજા ઓફ-સ્પિનર છે, જ્યારે ચહલ લેગ-સ્પિનર છે અને કન્કશનના નિયમ મુજબ 'લાઈક ટુ લાઈક' રિપ્લેસમેન્ટની જ છૂટ આપી શકાય છે તેમજ જો જાડેજાની ઇજા સિરિયસ હતી તો ગ્રાઉન્ડ પર અંતિમ 4 બોલ પહેલાં તેનો કન્કશન ટેસ્ટ કરવામાં આવ્યો કેમ નહોતો?

જાડેજાની તોફાની ઇનિંગ્સ થકી ભારતે ફાઇટિંગ ટોટલ રજિસ્ટર કર્યો
જાડેજાએ ભારતીય ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપતાં 23 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 44* રન કર્યા, જ્યારે વિરાટ કોહલી, શિખર ધવન, મનીષ પાંડે નિષ્ફ્ળ રહ્યા હતા. ત્રણેયે મળીને માત્ર 12 રન કર્યા હતા. ત્યાં જાડેજાએ ફિનિશરની ભૂમિકા ભજવીને ભારતને મેચમાં જીવંત રાખ્યું હતું. તે પછી ચહલે ત્રણ વિકેટ લેતાં ટીમ ઇન્ડિયા રન ડિફેન્ડ કરવામાં સફળ થઇ હતી.

મેચ પછી ચહલ અને ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેન્ગરે હાથ મિલાવ્યા હતા.
મેચ પછી ચહલ અને ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેન્ગરે હાથ મિલાવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો