તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Sunil Gavaskar Said, It Will Be Very Difficult For Every Team To Beat Mumbai Indians, Rohit's Team Is The Favorite To Become The Champion

લિટલ માસ્ટરની ભવિષ્યવાણી:સુનિલ ગાવસ્કરે કહ્યું, દરેક ટીમ માટે મુંબઈ ઇન્ડિયન્સને હરાવવું બહુ અઘરું રહેશે, ચેમ્પિયન બનવા ફેવરિટ છે રોહિતની ટીમ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગાવસ્કરે કહ્યું કે, ઇંગ્લેન્ડ સામેની વનડે અને T20 શ્રેણીમાં મુંબઈને જેટલા પણ ખેલાડીઓ રમ્યા બધા ફોર્મમાં હતા. - Divya Bhaskar
ગાવસ્કરે કહ્યું કે, ઇંગ્લેન્ડ સામેની વનડે અને T20 શ્રેણીમાં મુંબઈને જેટલા પણ ખેલાડીઓ રમ્યા બધા ફોર્મમાં હતા.
  • ગાવસ્કરે કહ્યું કે- ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા બહુ સારી રીતે બેટિંગ કરી રહ્યા છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 શરૂ થાય તે પહેલાં ભારતના મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરે બહુ મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે, IPL 2021માં મુંબઈ ઇન્ડિયન્સને હરાવવું બહુ અઘરું રહેશે. મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓ IPL પહેલાં ફોર્મમાં આવી ગયા છે. ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા જે રીતે બેટિંગ કરી રહ્યા છે, તેનાથી એવું જ લાગે છે કે મુંબઈ ઇન્ડિયન્સને હરાવવું બધા માટે બહુ અઘરું રહેશે.

ઇંગ્લેન્ડ સામે મુંબઈના ખેલાડીઓએ કર્યું શાનદાર પ્રદર્શન
ગાવસ્કરે કહ્યું કે, ઇંગ્લેન્ડ સામે યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ જેવા ખેલાડીઓ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. પરંતુ મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓએ સારી રમત દાખવી. તેમણે આગળ જણાવ્યું કે, મુંબઈના જે ખેલાડીઓએ T-20 અને વનડે શ્રેણીમાં ભાગ લીધો, તેમણે બતાવ્યું કે તેઓ કેટલા સારા ફોર્મમાં છે. ચહલ અને કુલદીપને આપણે બહુ રન ખાતા જોયા. તેવામાં મુંબઈ સારું પ્રદર્શન કરશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

પંડ્યાના વખાણ
ગાવસ્કરે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસના પણ વખાણ કર્યા હતા. ગાવસ્કરે કહ્યું કે, "મુંબઈ ઇન્ડિયન્સ માટે જ નહીં, ભારત માટે પણ હાર્દિકને બોલિંગ કરતો જોવો જરૂરી હતો. તેણે 9 ઓવર બોલિંગ કરી, તેને જોઈને લાગ્યું કે તે ટેસ્ટ ક્રિકેટ રમવા પણ તૈયાર છે."

મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાયા પંડ્યા બ્રધર્સ અને સૂર્યકુમાર
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમના ઓલરાઉન્ડર કૃણાલ અને હાર્દિક પંડ્યા તેમજ મિડલઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ 9 એપ્રિલથી શરૂ થનાર IPL માટે મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાય ગયા છે. મુંબઈની ટીમે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર આ અંગે જાણકારી આપી હતી.

મુંબઈ સૌથી વધુ 5 વાર ચેમ્પિયન બન્યું
IPLના ઇતિહાસમાં મુંબઈ ઇન્ડિયન્સે સૌથી વધુ 5 ટાઇટલ જીત્યા છે. રોહિતની કપ્તાનીમાં ટીમ 2013, 2015, 2017, 2019 અને 2020માં ચેમ્પિયન બની હતી. બીજા નંબરે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીવાળી ચેન્નઈ સુપરકિંગ્સ છે. તેઓ 2010, 2011 અને 2018 એમ કુલ ત્રણવાર ખિતાબ જીત્યા છે તેમજ સૌથી વધુ 8 ફાઇનલ રમવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. ટીમ 2008, 2012, 2013, 2015 અને 2019માં રનરઅપ રહી હતી.

કોલકાતા અને હૈદરાબાદ 2-2 વાર ચેમ્પિયન બન્યું છે. કોલકાતા 2012, 2014 અને હૈદરાબાદ 2009, 2016માં ચેમ્પિયન બન્યું હતું. રાજસ્થાને એકવાર 2008માં ટાઇટલ પોતાના નામે કર્યું હતું. પંજાબ, દિલ્હી અને બેંગલોરની ટીમ હજી સુધી ચેમ્પિયન બનવામાં સફળ થઈ નથી. ગઈ સીઝનમાં મુંબઈએ દિલ્હીને હરાવીને 5મી વાર કપ ઉપાડ્યો હતો.