તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Sunil Gavaskar Harshly Remarked On The Players Workload Only Bothers You While Playing For The Country; You Are Happy To Play In IPL!

IPL v/s ઈન્ટરનેશનલ ક્રિકેટ વિવાદ:ખેલાડીઓ IPLને પ્રાથમિકતા આપતા હોવાથી ગવાસ્કર ગુસ્સે થયા, વર્કલોડની ફરિયાદ કરનારા ક્રિકેટરોને ચોખ્ખું પરખાવ્યું

20 દિવસ પહેલા
  • જો કોઇ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો તેને એકાદ મેચનો આરામ આપવો વ્યાજબી છે
  • આ પહેલાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ પણ ખેલાડીઓ IPLને પ્રાથમિકતા આપતા હોવાથી નારાજ થયું હતું

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની ચોથી મેચ ઓવલ ખાતે રમાઈ રહી છે. જેની બીજી ઈનિંગમાં ઈન્ડિયન ટીમે ઇંગ્લેન્ડને જીતવા માટે 368 રનનો ટાર્ગેટ આપ્યો છે. તેવામાં ચોથા દિવસના છેલ્લા સેશનમાં લાઇવ મેચની કોમેન્ટ્રી દરમિયાન સુનીલ ગાવસ્કર ઈન્ડિયન ક્રિકેટર્સ પર ભડક્યા હતા. તેણે IPL કરતા પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને પ્રધાન્ય આપવાની વાત ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં IPLની લોકપ્રિયતાને જોતા હાલ ઘણા ક્રિકેટર્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરતા IPLને પ્રાથમિકતા આપી રહ્યા હોય તેમ ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર ગાવસ્કરને લાગી રહ્યું છે. એટલું જ નહીં તેમણે વર્કલોડ મેનેજમેન્ટનો મુદ્દો ઉઠાવીને ક્રિકેટર્સના અપ્રોચ સામે સવાલ ઉઠાવ્યા હતા. એટલું જ નહીં સુનીલ ગાવસ્કર સહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ્સ પણ ખેલાડીઓના IPL પ્રત્યેના ક્રેઝ મુદ્દે પોતાનો પક્ષ રજૂ કરી ચૂક્યા છે.

ગાવસ્કરે વર્કલોડ મુદ્દે ઈન્ડિયન ક્રિકેટર્સ પર નિશાન સાધ્યું
બીજી ઈનિંગમાં ઇંગ્લેન્ડની ટીમ જ્યારે બેટિંગ કરવા આવી હતી, ત્યારે સુનીલ ગાવસ્કરે કોમેન્ટ્રી દરમિયાન ઈન્ડિયન ટીમના કેટલાક ખેલાડીઓના અપ્રોચ પર સવાલ ઉઠાવ્યો હતો. ગાવસ્કરે વર્કલોડની ફરિયાદ કરનારા ક્રિકેટરો કે અન્ય કોઈને પણ ચોખ્ખું પરખાવ્યું હતું કે માત્ર ભારત વતી ક્રિકેટ રમતી વખતે જ તમને વર્કલોડ સતાવે છે અને IPL રમતી વખતે તો તમે આવી કોઇ ફરિયાદ કરતા નથી, આવું કેમ!

શું ખેલાડીઓને 20 ઓવર નાંખતા પણ જોર આવે છે? - સુનીલ ગાવસ્કર
એટલું જ નહીં સુનીલ ગાવસ્કરે સ્પષ્ટપણે ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધારે ધ્યાન કેન્દ્રીત કરવા ટકોર કરવા માટે જણાવ્યું હતું. વધુમાં ગાવસ્કરે જણાવ્યું હતું કે અત્યારે કેટલાક બોલર્સને દિવસમાં માંડ 20 ઓવર નાખવાની આવે તો પણ વર્કલોડની ફરિયાદ કરવા લાગે છે. તેમનું આ વલણ તદ્દન ગેરવાજબી છે.

જો કોઇ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો તેને એકાદ મેચનો આરામ આપવો વ્યાજબી છે. - સુનીલ ગાવસ્કર
જો કોઇ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો તેને એકાદ મેચનો આરામ આપવો વ્યાજબી છે. - સુનીલ ગાવસ્કર

તમે ઈન્ડિયન ટીમમાં સારું રમશો તો જ IPLમાં સિલેક્ટ થશો- ગાવસ્કર
સુનીલ ગાવસ્કરે જણાવ્યું હતું કે આવા ખેલાડીઓને સૌથી પહેલા સમજાવી દેવું પડે કે તમે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ માટે રમી રહ્યા છો. જો તમે ઈન્ડિયન ટીમમાં સારુ પ્રદર્શન કરશો તો જ IPLમાં વિવિધ ટીમ તમને સિલેક્ટ કરવાની ઇચ્છા રાખશે. તેથી તમે જ્યારે પણ ઈન્ડિયન ટીમ માટે પ્રદર્શન કરો ત્યારે વર્કલોડની ફરિયાદ ન કરો.

હા... મોહમ્મદ શમીની જેમ ચાલુ સિરીઝમાં કોઈ ખેલાડી ઇજાગ્રસ્ત થાય અથવા શરીરમાં તકલીફ થાય તો તેને એકાદ મેચનો આરામ આપવો વ્યાજબી છે. પરંતુ એક દિવસમાં 20 ઓવર નાખવામાં કોઈ બોલરને વાંકુ પડવું ના જોઈએ.

ઇંગ્લેન્ડ ટૂર ઓફ ઈન્ડિયામાં પણ વર્કલોડ વિવાદ સર્જાયો
ફેબ્રુઆરી 2021 દરમિયાન ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પણ સુનીલ ગાવસ્કર ગુસ્સે થયો હતો. ઉલ્લેખનીય છે કે આ મેચમાં ટોસ દરમિયાન વિરાટ કોહલીએ કહ્યું હતું કે બુમરાહને વર્કલોડના ફેક્ટરને ધ્યાનમાં રાખીને આરામ અપાયો છે. જેના આ નિર્ણય સામે પણ ગાવસ્કરે આકરી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે તમે વર્કલોડના ટોપિકને આગળ ધરીને વર્લ્ડના નંબર-1 બોલરને આરામ ન આપી શકો. હું બુમરાહને પસંદ ન કરવાના નિર્ણયથી અચંબિત છું, કારણ કે બંને ટેસ્ટ વચ્ચે 7 દિવસનો રિકવરી ટાઇમ તો તેમને મળ્યો જ હતો.

ચોથી ટેસ્ટ મેચનો પાંચમો અને નિર્ણાયક દિવસ
ઈન્ડિયા ટૂર ઓફ ઇંગ્લેન્ડમાં કુલ 5 ટેસ્ટ મેચ રમાવાની હતી. જેની ચોથી મેચ અત્યારે લંડનના કેનિંગ્ટન ઓવલમાં રમાઈ રહી છે. તેવામાં અત્યારે સિરીઝ 1-1થી બરાબર હોવાથી બંને ટીમ માટે આ નિર્ણાયક સિરીઝ રહેશે.

તેવામાં ચોથી મેચમાં ઈન્ડિયાએ ઇંગ્લેન્ડ સામે જીતવા માટે 368 રનનો ટાર્ગેટ રાખ્યો છે. ઈન્ડિયન ટીમ બીજી ઈનિંગમાં 466 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે DAY-4 સ્ટમ્પ્સ સુધી બીજી ઈનિંગમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 77 રન કર્યા છે. અત્યારે ઓપનર હસીબ હમીદ અને રોરી બર્ન્સ ક્રીઝ પર છે. ઈન્ડિયાએ નવેમ્બર-2019 પછી પહેલીવાર ટેસ્ટ ક્રિકેટમાં 400થી વધુ રનનો સ્કોર કર્યો છે.

ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ IPLને પ્રાથમિકતા આપતા હોવાથી બોર્ડે તેમના ખેલાડીઓની ઝાટકણી કાઢી હતી....

IPLમાં કોરાનાનો પગપેસારો થતા ઓસ્ટ્રેલિયન બોર્ડ નારાજ થયું હતું
ઓસ્ટ્રલિયન ક્રિકેટ એસોસિએશને IPLમાં જોડાયેલા 14થી વધુ વિદેશી ક્રિકેટરોને હોમવર્ક કરવાની સલાહ આપી હતી. IPLની સીઝન 29 મેચ પછી સસ્પેન્ડ થયા પછી તમામ ઓસ્ટ્રેલિયાનાં ખેલાડીઓ વતન પરત ફરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.

ઓસ્ટ્રેલિયન સરકારે ભારતમાં કોરોના સંક્રમણનાં વધતા જતા કેસનાં પગલે ભારતમાંથી આવતી તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જો કોઈ ભારતમાંથી બળજબરી પૂર્વક ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ કરવાની કોશિશ કરે છે, તો એને જેલમાં કેદ કરી દેવાની સૂચના પણ અપાઈ હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયાનાં ખેલાડીઓ પણ માલદીવમાં ક્વોરન્ટીન ટાઈમ સ્પેન્ડ કર્યા પછી વતન પરત ફર્યા હતા.

ખેલાડીઓએ પોતાની સુરક્ષા અંગે જાતે સજાગ રહેવું પડશે
ACAના ચીફ એક્ઝીક્યૂટિવ ટૉડ ગ્રીનબર્ગે પેટ કમિન્સની ટિપ્પણીનો જવાબ આપતા કહ્યું હતું કે મને જાણ નથી કે આ ઘટનાની ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ઉપર ભવિષ્યમાં શું અસર પડશે, પરંતુ તેઓએ કોઈપણ કોન્ટ્રાક્ટમાં હસ્તાક્ષર કરતાં પહેલા પોતાની અંગત સુરક્ષાનો વિચાર અવશ્ય કરવો જોઈએ.

ECBએ પણ IPLના મુદ્દે ઇંગ્લેન્ડના ખેલાડીઓ સામે કડક વલણ અપનાવ્યું હતું, જોકે પછી એમા થોડી ઢીલ મૂકવાની ફરજ પડી હતી

ખેલાડીઓને આરામ કરવા દેશે ECB, પરંતુ IPLમાં રમવાની છૂટ નહીં મળે એવી વાત ઉચ્ચારી હતી
એશ્લે એટલુ અવશ્ય જણાવી દીધુ હતું કે ભારત વિરૂદ્ધની ટેસ્ટમેચ પછી તેઓ ટીમના મુખ્ય ખેલાડીઓને આરામ કરવાનો સમય આપશે. પરંતુ એનો એ અર્થ નથી કે તેઓને અમે IPLમાં રમવાની છૂટ આપી છે. તેઓએ જણાવ્યું હતું કે આ સમયગાળામાં અમારે ઘણા મહત્ત્વપૂર્ણ ખેલાડીઓને થોડો બ્રેક આપવો પડશે. અમારે અમારા કાર્યક્રમને પણ યોગ્ય ગોઠવવો પડશે, જેના કારણે અમે T-20 વર્લ્ડ કપ અને એશિઝ માટે પણ તૈયારીઓ આગળ વધારી શકીએ. આ બંને સીરીઝની મેચ 18 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી યોજાશે. જોકે ત્યારપછી તેમણે નિર્ણયમાં ફેરફાર કરીને ખેલાડીઓની ઇચ્છા મુજબ IPLમાં રમવાની અનુમતિ આપી દીધી છે.

ઘણા વિવાદો પછી ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયન ખેલાડી IPLમાં રમશે
IPL-2021નો ફેઝ-2 UAEમાં 19 સપ્ટેમ્બરથી રમાશે. તેવામાં ઘણા દિવસોની અટકળો બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના મોટાભાગના ખેલાડી IPL 2021ના ​​ફેઝ -2માં રમશે. બંને દેશોના ક્રિકેટ બોર્ડે પોતાના ખેલાડીઓને મંજૂરી આપી દીધી છે. IPLમાં ઇંગ્લેન્ડના 14 અને ઓસ્ટ્રેલિયાના 20 ખેલાડીઓ છે.

BCCIને જાણ કરી
ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ BCCIને જણાવ્યું હતું કે જો તેમના ખેલાડીઓ IPLમા ભાગ લેશે તો એમનો કંઇ વાંધો નથી. IPLના CEO હેમાંગ અમીને તમામ ફ્રેન્ચાઈઝીને કોલ કરીને આ અંગે સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...