• Gujarati News
  • Sports
  • Cricket
  • Sunil Gavaskar Eat Fafda kadhi By Avoiding Cookies, Cupcakes And Coffee, And His Friends Also Got A Taste Of It; See Inside Pics

કોમેન્ટેટર્સની 'ગુજ્જુ પાર્ટી':કૂકી, કપકેક-કોફીને પડતી મૂકી ગાવસ્કરે ફાફડા-કઢીની મજા માણી, સાથીઓને પણ ચસકો લગાડ્યો; ઇન્સાઈડ તસવીરો

8 મહિનો પહેલાલેખક: પાર્થ વ્યાસ
  • કૉપી લિંક
  • ગાવસ્કર ગુજરાત આવે ત્યારે તેમણે ફાફડા-કઢી તો ખાવા જ જોઈએ ને!

ફાફડા નામ સાંભળીને જ મોંમાં પાણી આવી ગયું ને! આ ગુજરાતનું પ્રખ્યાત ફરસાણ છે, જેની મજા આપણે ગુજરાતીઓ અવારનવાર માણતા હોઈએ છીએ. એમાં ખાસ કરીને કોઈ ઉત્સવ હોય કે પછી રવિવારનો દિવસ, ફાફડા, કઢી, પપૈયાનું છીણ અને તળેલાં મરચાં મળી જાય એટલે ગુજરાતીઓને ભગવાન મળ્યા. એવામાં હવે ફાફડાનો સ્વાદ ભારતના લિજેન્ડ ક્રિકેટર સુનીલ ગાવસ્કરને પણ દાઢે વળગી ગયો છે. તેમણે ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેની વન-ડે સિરીઝ દરમિયાન ત્રણેય મેચમાં અલગ અલગ ગુજરાતી વાનગીની મજા માણી હતી.

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી અને કોમેન્ટેટર સુનીલ ગાવસ્કરે ત્રીજી વન-ડે મેચમાં ખાસ ઓર્ડર આપી ફાફડા અને કઢીનો નાસ્તો મગાવ્યો હતો. એટલું જ નહીં, સ્ટેડિયમના અધિકારી સાથે ખાસ વાતચીત કરતાં જાણવા મળ્યું કે ગાવસ્કર જ્યારે પણ ગુજરાતમાં આવે છે ત્યારે તે આ ડિશની મજા જરૂર માણે છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આયોજિત આખી સિરીઝ ઐતિહાસિક રહી છે. તો ચલો, આપણે સુનીલ ગાવસ્કરના ફાફડા ખાવાથી લઈ આ સિરીઝના યાદગાર કિસ્સાઓ પર નજર ફેરવીએ......

કોમેન્ટેટર્સ માટે ખાસ ફાફડા અને કઢીની વ્યવસ્થા કરાઈ.
કોમેન્ટેટર્સ માટે ખાસ ફાફડા અને કઢીની વ્યવસ્થા કરાઈ.

ત્રીજી વન-ડેમાં ગાવસ્કરે ફાફડા ખાધા
ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાયેલી ત્રીજી વન-ડે મેચ દરમિયાન અધિકારીઓ સાથે ચર્ચા કરતાં જાણવા મળ્યું હતું કે સુનીલ ગાવસ્કર માટે ખાસ ફાફડા અને કઢીના નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. એટલું જ નહીં, ગાવસ્કરે પ્રી-મેચ અને પોસ્ટ મેચ શો દરમિયાન ભરપૂર ગુજરાતી વ્યંજનો અને એમાં સૌથી વધારે ફાફડાની મજા માણી હતી. વળી, તેમણે પોતાના સાથી કોમેન્ટેટર્સને પણ ત્રણેય મેચ દરમિયાન ગુજરાતી ફાફડા, ખમણ અને ઢોકળા જેવાં વ્યંજનો ખવડાવી આ વાનગીઓને ચસકો લગાડી દીધો છે.

ફાફડા-કઢીની સાથે પપૈયાની છીણ મળી જતાં સુનીલ ગાવસ્કરને મજા પડી ગઈ હતી.
ફાફડા-કઢીની સાથે પપૈયાની છીણ મળી જતાં સુનીલ ગાવસ્કરને મજા પડી ગઈ હતી.

ગાવસ્કર ગુજરાત આવે ત્યારે તેમને ફાફડા તો જોઈએ જ
સ્ટાફના અધિકારી સાથે ખાસ ચર્ચા કરતાં જાણવા મળ્યું હતું કે સુનીલ ગાવસ્કરને ગુજરાતી વાનગીઓ પ્રત્યે અનોખો પ્રેમ છે. તેઓ આની પહેલાં પણ જ્યારે અહીં આવતા ત્યારે અન્ય કોઈ વાનગી ચાખે કે ના ચાખે, ફાફડા, ખમણ અને પપૈયાનું છીણ તથા કઢી જરૂર ખાતા હોય છે.

વેજ સ્ટીમ વોન્ટન.
વેજ સ્ટીમ વોન્ટન.

કૂકી, કપકેકને અવગણી ગુજ્જુ વાનગીની મજા માણી
ત્રીજી વન-ડે મેચ દરમિયાન સુનીલ ગાવસ્કર સહિત તમામ કોમેન્ટેટર્સે ઈંગ્લિશ બ્રંચ એટલે કે કૂકી કપકેકને અવગણી ગુજરાતી વાનગીની મજા માણી હતી. સ્ટેડિયમના અધિકારીએ જણાવ્યા પ્રમાણે, ત્રણેય વન-ડેમાં દરેક કોમેન્ટેટર્સ સ્ટાફ અને મીડિયા સ્ટાફ માટે ખાસ ગુજરાતી અને ઇંગ્લિશ બ્રંચ એમ બંને પ્રકારની વાનગીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી.

જેમાં કૂકી, કપકેક, વેજ સ્ટીમ વોન્ટન જેવી વાનગીઓ રાખવામાં આવી હતી. જોકે આની સાથે ગુજરાતી ફાફડા, કઢી અને પપૈયાની છીણ હોવાથી ગાવસ્કર સહિત તમામ કોમેન્ટેટર્સ આપણી ગુજ્જુ ડિશ ખાવા માટે પડાપડી કરવા લાગ્યા હતા.

કૂકી, કપકેક અને કોફીને પડતી મૂકી ગાવસ્કર સહિત તેમના અન્ય સ્ટાફના મેમ્બર્સ ફાફડા-કઢી પર તૂટી પડ્યા.
કૂકી, કપકેક અને કોફીને પડતી મૂકી ગાવસ્કર સહિત તેમના અન્ય સ્ટાફના મેમ્બર્સ ફાફડા-કઢી પર તૂટી પડ્યા.

ત્રણેય વન-ડેમાં ગાવસ્કરનો અનુભવ ટીમને મદદરૂપ થયો
સુનીલ ગાવસ્કરે બીજી વન-ડે મેચમાં ઈનિંગ બ્રેક દરમિયાન ભારતના બેટિંગ ઓર્ડર અને પંતના ઓપનિંગમાં આવવા સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે રિષભ પંત 6 અથવા 7મા નંબર પર એક સારો ફિનિશર તરીકે રમી શકે છે. જ્યારે કે.એલ.રાહુલને ઓપનિંગમાં રમાડી ટીમને વધુ સારા ટોટલ સુધી લઈ જઈ શકાઈ હોત. એટલું જ નહીં, ઘણા બેટરના શોટ સિલેક્શન અને અપ્રોચ સામે પણ ગાવસ્કરે સૂચનો આપ્યાં હતાં.

ભારત પાસે રાહુલ જેવો બેટર હોવાથી પંતને ઓપન કરવા ઉતારવો ચોંકાવનારું રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે શિખર ફિટ થયા પછી જ્યારે ટીમમાં પરત ફરશે ત્યારે મિડલ ઓર્ડરમાં રાહુલના રોલને જોતાં આ નિર્ણય લેવાયો હોઈ શકે છે.

ફાઈલ ફોટો- ગાવસ્કરને જાડેજાની કમી વર્તાઈ.
ફાઈલ ફોટો- ગાવસ્કરને જાડેજાની કમી વર્તાઈ.

રવીન્દ્ર જાડેજાની કમી વર્તાઈ- ગાવસ્કર
ગાવસ્કરે જણાવ્યું હતું કે ભારત ભલે બેક ટુ બેક વન-ડે જીતી ચૂક્યું છે, પરંતુ ટીમમાં રવીન્દ્ર જાડેજાની ગેરહાજરી સ્પષ્ટપણે જોવા મળી હતી. જાડેજા જેવો બેટર 7મા અથવા 8મા નંબર પર રમવા આવે તો લોએર ઓર્ડરને માર્ગદર્શન આપી એક હાઈસ્કોરિંગ ટોટલ સુધી ટીમ ઈન્ડિયાને પહોંચાડી શકે છે.

જાડેજા પાસે ડેથ ઓવર્સમાં આક્રમક બેટિંગ પ્લાન
રવીન્દ્ર જાડેજા એક એવો ફિનિશર છે, જે બેટિંગ કરવા મેદાનમાં ઊતરે ત્યારે એક-બે ઓવરમાં ચોગ્ગા છગ્ગા ફટકારી ટીમને ગેમમાં મજબૂત પકડ બનાવવા મદદ કરે છે. એટલું જ નહીં, ભારત ખરાબ સ્થિતિમાં હોય ત્યારે તે ડિફેન્સિવ ગેમ પ્લે સાથે લોઅર ઓર્ડરને ગાઈડ કરી એક સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવા પણ સક્ષમ છે, જેથી આફ્રિકા સહિત અમદાવાદમાં જાડેજાની કમી વર્તાઈ છે.

અન્ય સમાચારો પણ છે...