• Gujarati News
  • Sports
  • Cricket
  • Stump's Bail Fell During The Australian League, But Controversy Erupted When The Umpire Did Not Give Out; Learn The Whole Incident

આઉટ-નોટઆઉટ વિવાદ:ઓસ્ટ્રેલિયન લીગ દરમિયાન સ્ટમ્પના બેઈલ્સ પડી ગયા છતાં અમ્પાયરે આઉટ ન આપતાં વિવાદ સર્જાયો; જાણો સમગ્ર ઘટના

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ક્રિકેટ અનિશ્ચિતતાની ગેમ છે પરંતુ અહીં ચાલુ મેચમાં ઘણા એવા કિસ્સા પ્રકાશમાં આવે છે કે તેનાથી વિવાદ પણ ઊભો થઈ જાય છે. તેવામાં આવો જ એક કિસ્સો ઓસ્ટ્રેલિયામાં એક મેચ દરમિયાન જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાની WNCL 2021-22 લીગની એક મેચમાં બેટર બોલ્ડ થઈ ગઈ છતા તેને આઉટ અપાઈ નહોતી. ત્યારપછી કોમેન્ટેટર્સ પણ અમ્પાયરની નિંદા કરવા લાગ્યા હતા, તો ચલો આપણે આ સમગ્ર ઘટના પર નજર ફેરવીએ....

ખેલાડી આઉટ માટેની અપિલ કરવાનું જ ભૂલી ગયા
રવિવારે હોબાર્ટના બ્લંડસ્ટોન એરોનામાં તસ્માનિયન વૂમન ટાઈગર્સ અને ક્વીંસલેન્ડ ફાયર વચ્ચે મેચ રમાઈ રહી હતી. આ દરમિયાન પહેલી ઈનિંગની 14મી ઓવરના પહેલા બોલ પર તસ્માનિયાની ફાસ્ટ બોલર બેલિંડા વકારેવાએ ક્વીંસલેન્ડની બેટર જોર્જિયા વોલને બોલ્ડ કરી હતી. આ દરમિયાન વકારેવાના ગુડ લેન્થ બોલથી ઓફ સ્ટમ્પની બેઈલ પડી ગઈ હતી, તેમ છતા કોઈનું ધ્યાન ન જતા અમ્પાયરે આઉટ આપી નહોતી.

રિપ્લેને જોતા અમ્પાયરની નિંદા થઈ
વાસ્તવમાં, જ્યારે બેઈલ પડી ત્યારે બોલર અને વિકેટકીપરે ફિલ્ડિંગ ટીમ વતી આઉટ માટે અપીલ કરી ન હતી અને આ કારણોસર અમ્પાયરે પણ બેટરને આઉટ આપી નહોતી. વિકેટકીપર પણ બોલ પકડવા દોડી એટલે તેને પણ આઉટની અપિલ ન કરી. જોકે, ત્યારપછી રિપ્લેમાં બેઈલ પડતી જોઈને બધાને આશ્ચર્ય થયું હતું. કોમેન્ટ્રી ટીમ પણ અમ્પાયરના આ નિર્ણયથી નારાજ હતી.

મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા ક્વીન્સલેન્ડે 48 ઓવરમાં 223 રન કર્યા હતા. જેના જવાબમાં તસ્માનિયાએ 45.1 ઓવરમાં ટાર્ગેટને સફળતાપૂર્વક ચેઝ કરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...