એશિયા કપ:શ્રીલંકા વિરુદ્ધ કાર્તિક અને અશ્વિનની મજબૂત દાવેદારી

મુંબઈ20 દિવસ પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
  • કૉપી લિંક
  • સુપર-4ની બીજી મેચમાં આજે ભારત શ્રીલંકા સામે રમશે, રાતે 7.30 વાગ્યાથી મેચ, ટીમ ઈન્ડિયા માટે જીત જરૂરી

ટીમ ઈન્ડિયા હાલ પાકિસ્તાન સામેના હારને ભૂલી શ્રીલંકા સામેની મંગળવારે રમાનારી મેચ માટે તૈયારી કરી રહી છે. રવિવારે ભારતને સુપર-4 મેચમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકા સામે ભારતે ઓછા બોલિંગ વિકલ્પનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે. આ ઉપરાંત કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માએ વધુ પડતા પ્રયોગ કરવાથી બચવું પડશે. ઈજાગ્રસ્ત રવીન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલની ગેરહાજરીમાં ટીમ પાસે વધુ બોલિંગ વિકલ્પ નથી અને આ નબળાઈ પાકિસ્તાન સામેની મેચમાં જોવા મળી હતી. ગત મેચમાં આવેશ ખાન બીમારીને કારણે રમી શક્યો નહોતો. શ્રીલંકા સામે તે રમી શકે છે. આ શ્રીલંકાની ટૂર્નામેન્ટમાં 51મી મેચ રહેશે. તે ટૂર્નામેન્ટમાં 50 કે વધુ મેચ રમનાર એકમાત્ર ટીમ છે.

1. માત્ર 4 બોલર સાથે ઉતર્યા | પ્રથમ સૌથી મોટી ભૂલ ટીમની પસંદગીમાં થઈ. મહત્ત્વપૂર્ણ મેચમાં સપાટ પિચ પર માત્ર 4 બોલર સાથે ઉતરવું એ સૌથી મોટી ભૂલ છે. આ મેચમાં ટીમ 4 નિયમિત બોલર અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે ઉતરી હતી. જ્યારે પંડ્યા અને ચહલ મોંઘા સાબિત થવા લાગ્યા ત્યારે પાક.ની રન ગતી પર બ્રેક લગાવી શક્યા નહીં. ભારતીય બોલર્સ સતત વિકેટ ઝડપી શક્યા નહીં. જ્યારે તકો બનાવવાનો પ્રયાસ કર્યા ત્યારે પણ વિકેટો ના મળી.

2. નવાઝ વિરુદ્ધ દીપક હુડ્ડાને બોલિંગ ના આપવી
દીપક હુડ્ડાની ટીમમાં પસંદગી શા માટે કરવામાં આવી? ટીમમાં તેની ભૂમિકા શું હતી? આ અંગે કોઈ વિચાર કરાયો નહોતો. મેચમાં જ્યારે નવાઝે આક્રમક શૉટ્સ ફટકાર્યા ત્યારે શું કેપ્ટને હુડ્ડાને બોલિંગની તક આપવાની જરૂર નહોતી? આ એવી વાત છે જેનો જવાબ કોઈની પાસે નથી. પરિણામ ભારતની બોલિંગ મર્યાદિત થઈ અને પાક. બેટર્સને વધુ આક્રમક શૉટ્સ રમવાનો મોકો મળ્યો.

3. અશ્વિનને પ્લેઈંગ-11માં તક ના આપવામાં આવી
હુડ્ડાને પ્લેઈંગ-11માં સામેલ કરવું ચર્ચામાં રહ્યું. પરંતુ તેની બોલિંગનો યોગ્ય સમયે કેપ્ટને ઉપયોગ ના કરવો હોય તો પછી અશ્વિન જ ટીમ માટે યોગ્ય વિકલ્પ રહેતો. તેનો અનુભવ ટીમને કામ આવતો અને તે વિકેટ ઝડપવાની સાથે વિકેટ માટે તક સર્જવાની ક્ષમતા ધરાવે છે. ચહલ મિડલ ઓવર્સમાં સંઘર્ષ કરતો હોય ત્યારે ટીમને એક અનુભવી સ્પિનરને ટીમમાં સ્થાન આપવાની જરૂર છે. અનુભવી અશ્વિનના કારણે અન્ય બોલર્સને પણ મદદ મળશે.

એપ્રોચ બદલે ટીમ ઈન્ડિયા, રવિન્દ્ર જાડેજાના બહાર થવાથી બેટિંગ પણ થોડી નબળી પડી
એશિયા કપ માટે માત્ર 3 બોલરની પસંદગીથી ભારતની મુશ્કેલીઓ વધી છે. આવેશ ઘણો ખર્ચાળ રહ્યો. અર્શદીપ ખરાબ ફિલ્ડિંગને કારણે ચર્ચામાં આવ્યો. 19મી ઓવરમાં અનુભવી ભુવનેશ્વરે ઘણા રન આપ્યા. જાડેજાના બહાર થવાને કારણે બેટિંગ પણ થોડી નબળી લાગી. જ્યારે પાકિસ્તાન સામે ભારતે સૂર્યકુમાર, હાર્દિક અને પંતની વિકેટ વહેલા ગુમાવી તો ટીમની રન ગતિ પર બ્રેક લાગી. કોહલીએ પણ રન ગતિની ઝડપ ઘટાડવી પડી, કારણ કે- તેનો સાથ આપવામાં બેટર તરીકે માત્ર હુડ્ડા જ બાકી હતો. ભારત ક્યાંસુધી ટી-20 ક્રિકેટમાં આવા એપ્રોચ સાથે રમશે, એ સમજાતું નથી. આપણા બેટર બોલિંગ નથી કરી શકતા અને બોલર બેટિંગ નથી કરી શકતા. ટીમ આવા એપ્રોચ સાથે વ્હાઈટ બોલ ક્રિકેટમાં ટૂર્નામેન્ટ ના જીતી શકે. શ્રીલંકાએ વર્ષના પ્રારંભે ભારત વિરુદ્ધ ઘણું ખરાબ પ્રદર્શન કર્યું હતું. પરંતુ હવે લંકન ટીમની રમતમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે, તેઓ પોતાની છાપ બદલવા આતુર છે.

કોહલી ફોર્મમાં આવી ગયો છે અને તે જે ગતિએ રન કરી રહ્યો છે સતત સુધરી રહી છે. એક બાબત છે જેમાં કોઈ સુધાર આવ્યો નથી અને તે છે પંતની બેટિંગ. જે રીતે તે બેટિંગ કરે છે તે રીતે ટીમમાં તેનું સ્થાન મુશ્કેલીમાં લાગી રહ્યું છે. ભારતે મંગળવારે શ્રીલંકા સામે જીતવું જરૂરી છે, આ ટીમ માટે કરો યા મરોનો મુકાબલો છે. આ મેચમાં દિનેશ કાર્તિક અને અશ્વિનને ટીમમાં પરત લાવવામાં આવી શકે છે. કાર્તિક શ્રીલંકા વિરુદ્ધ ઝડપી રમે છે અને શ્રીલંકા સામે તેનો સ્ટ્રાઈક રેટ 150+નો છે. જ્યારે શ્રીલંકાના 3 ટોચના બેટર ભાનુકા રાજપક્ષે, દનુષ્કા ગુણાથિલકા અને ચરિથ અસલંકા ડાબોડી છે. આ બેટર્સને વિસ્ફોટક ઈનિંગ્સથી રોકવા ઓફ સ્પિનર અશ્વિનને લાવવાથી ફાયદો થઈ શકે છે.

કોહલીના નિવેદન પર બોર્ડે કહ્યું- અમે સપોર્ટ કર્યો હતો
પાકિસ્તાન વિરુદ્ધ બાદ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે- તેણે ટેસ્ટ કેપ્ટન્સી છોડી હતી ત્યારે તેને માત્ર ધોનીએ મેસેજ કર્યો હતો. ખરાબ સમયમાં તેને માત્ર ધોનીએ સાથ આપ્યો હતો. કોહલીની આ વાત BCCIને ના ગમી. રિપોર્ટ્સ અનુસાર બોર્ડના અધિકારીએ કહ્યું કે,‘ટીમના દરેક ખેલાડીથી લઈ બોર્ડના સભ્યો સુધી તમામે તેનો સપોર્ટ કર્યો. બોર્ડના લોકોએ તેને ભવિષ્ય માટે શુભકામનાઓ પણ પાઠવી. પરંતુ એ સમજાતું નથી કે તે એમ કેવી રીતે કહી શકે કે તેને કોઈએ સપોર્ટ ના કર્યો.’​​​​​​​

અન્ય સમાચારો પણ છે...