• Gujarati News
  • Sports
  • Cricket
  • Strike Rate Of Indian Batters Is More Than Pakistani Batters, Know The Strength And Weakness Of The Players Of Both Teams

IND-PAK વચ્ચે આજે હાઈવોલ્ટેજ મેચ:ભારતીય બેટર્સનો સ્ટ્રાઈક રેટ પાકિસ્તાનના બેટર્સ કરતાં વધુ, જાણો બન્ને ટીમના પ્લેયર્સની સ્ટ્રેન્થ અને વીકનેસ

એક મહિનો પહેલા

T20 વર્લ્ડ કપ 16 ઓક્ટોબરથી શરૂ થઈ ગયો છે, પરંતુ સુપર-12 મેચ ગઈકાલથી શરૂ થઈ ગઈ હતી. જ્યારે ભારત પોતાના અભિયાનનો આરંભ આજે મેલબોર્નમાં બપોરે 1.30 વાગ્યે પાકિસ્તાન સામે રમીને કરશે. કટ્ટર હરીફ સામે રમીશું, એટલે જ આ મેચને ફાઈનલ કરતાં પણ વધુ મહત્ત્વ આપવામાં આવે છે.

આ મહામુકાબલા પહેલાં, અમે espncricinfoના ડેટાના આધારે બન્ને ટીમના 22 ખેલાડીઓના પ્રદર્શનનું વિશ્લેષણ કર્યું હતું અને તેમની તાકાત અને નબળાઈઓ શોધી કાઢી હતી. અમને જાણવા મળ્યું કે હતું 'ભારતીય બેટર્સનો સ્ટ્રાઈક રેટ પાકિસ્તાનીના પ્લેયર્સ કરતાં વધારે છે'.

ચાલો જાણીએ બન્ને ટીમમાંથી કયા 11-11 ખેલાડીઓને તક મળી શકે છે. T20 ઈન્ટરનેશનલમાં તેમનો ટ્રેક રેકોર્ડ શું છે? તેમની તાકાત અને નબળાઈઓ શું છે..?

સૌથી પહેલા આપણે જાણીએ કે ભારત અને પાકિસ્તાનની સંભવિત પ્લેઇંગ-11 શું હોય શકે છે!

હવે તમામ ખેલાડીઓનો ટ્રેક રેકોર્ડ જુઓ... ઓપનર્સથી શરૂઆત કરીએ...

તાકાત-

રોહિત શર્મા- આક્રમક બેટિંગ કરી શકે છે. પહેલી ઓવરથી જ તે બોલર અને વિરોધી ટીમને દબાણમાં લાવવાનો પ્રયાસ કરે છે. જો તેને સ્લોઅર બોલ મળી જાય છે, તો તે તેને બાઉન્ડ્રી પાર કરી જ લે છે. આ વર્ષે તેણે 141.28ની એવરેજથી રન બનાવ્યા છે.

બાબર આઝમ- સ્ટ્રોકિંગ પ્લેયર છે. તેની કવર ડ્રાઈવની સરખામણી વિરાટ કોહલી સાથે કરવામાં આવે છે. તે મેદાન પર ખૂબ જ શાનદાર છે. તેની બેટિંગમાં કન્સિસ્ટન્સી છે. આ વર્ષે તેણે 19 મેચમાં 611 રન બનાવ્યા છે.

નબળાઈ

રોહિત શર્મા- સીધા બોલ પર હિટમેન વિશ્વના શ્રેષ્ઠ બેટર્સમાંનો એક છે, પરંતુ જ્યારે બોલ સ્વિંગ થાય છે, ત્યારે રોહિત શર્મા માટે મુશ્કેલી ઊભી થાય છે. જો તેને સતત બોલિંગ કરવામાં આવે તો તે તેની વિકેટ ગુમાવે છે. ડાબા હાથના બોલરો સામે તે ટકી શક્તો નથી.

બાબર આઝમ- પાકિસ્તાનનો કેપ્ટન મેદાન પર રહેવા માટે સમય લે છે. આવી સ્થિતિમાં આ ખેલાડીનો સ્ટ્રાઈક રેટ ગગડી જાય છે. આ કારણે અન્ય બેટર્સ પર પણ દબાણ આવે છે. બાબર ઇન-સ્વિંગ અને લેગ-સ્પિનરની ગુગલી પર ઘણી વખત વિકેટ ગુમાવતો જોવા મળ્યો છે.

તાકાત

કેએલ રાહુલ- આ ખેલાડી પાસે તમામ પ્રકારના શોટ્સ છે. એકવાર સેટ થઈ ગયા પછી તેનો સ્ટ્રાઈક રેટ ઘટતો નથી. ફાસ્ટ બોલર અને સ્પિન બોલર બન્નેને સારી રીતે રમે છે.

મોહમ્મદ રિઝવાન- ટીમને સારી શરૂઆત અપાવે છે. મોટી ઇનિંગ્સ રમવામાં પાવરધો છે. મેચને પણ પૂરી કરી બતાવે છે. હાલમાં તે ICC T20 રેન્કિંગમાં નંબર 1 પર છે. આ વર્ષે રિઝવાને 18 મેચમાં 54.73ની એવરેજથી 821 રન બનાવ્યા છે.

નબળાઈ

કેએલ રાહુલ- મોટી ટુર્નામેન્ટની મોટી મેચમાં રાહુલ ફ્લોપ રહે છે. આ ટ્રેન્ડ 2019 ODI વર્લ્ડ કપથી ચાલુ છે. ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં પણ રાહુલ 1 રન બનાવીને આઉટ થયો હતો. તો, 2021 T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે તેણે માત્ર 3 રન જ બનાવ્યા હતા.

મોહમ્મદ રિઝવાન- લેગ સાઇડમાં વધુ સ્કોર કરવાના પ્રયાસમાં તે ઘણી વખત કેચઆઉટ થઈ જાય છે. અંદર આવતા બોલને તે રમી શક્તો નથી.

તાકાત

વિરાટ કોહલી- ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન હાલમાં T20 ક્રિકેટમાં શાનદાર ફોર્મમાં છે. એશિયા કપની છેલ્લી મેચમાં તેણે 61 બોલમાં 122 રન બનાવ્યા હતા. T20 વર્લ્ડ કપમાં પણ આ ખેલાડી ફોર્મમાં જ હોય છે. વિરાટે T20 ક્રિકેટમાં 76ની એવરેજથી રન બનાવ્યા છે.

ફખર ઝમન- ફખર ભારત સામે હંમેશાંથી રમતો આવ્યો છે. તેણે 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારત સામે શાનદાર સદી ફટકારીને મેચમાં ટીમને જીત અપાવી હતી. ફખરે તે મેચમાં 106 બોલમાં 114 રન બનાવ્યા હતા. ફાસ્ટ બોલર હોય કે સ્પિન બોલર, ફખર મોટા શોટ મારવામાં માહેર છે.

નબળાઈ

વિરાટ કોહલી- ઓફ-સ્ટમ્પની બહાર જતા બોલમાં ઘણીવાર આઉટ થયો છે. ડાબા હાથના ફાસ્ટ બોલર અને લેગ સ્પિનરને સારી રીતે રમી શક્તો નથી.

ફખર ઝમન- ફિટનેસ તેને સાથ નથી આપી રહી. ઈજામાંથી પરત આવી રહ્યા છે. ફોર્મ પણ તેમની પાસે નથી. ઇનસ્વિંગ બોલ રમવામાં ઘણી મુશ્કેલી પડે છે.

તાકાત

સૂર્યકુમાર યાદવ- 2022માં આ ખેલાડીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે આ વર્ષે 184ના સ્ટ્રાઈક રેટથી 801 રન બનાવ્યા છે. સૂર્યા ટીમ ઈન્ડિયાનો 360 ડિગ્રી ખેલાડી છે. સૂર્યા તમામ પ્રકારના શોટ રમવામાં માહેર છે.

હૈદર અલી- આ ખેલાડી પાકિસ્તાન સુપર લીગમાં રમે છે. મોટા શોટ રમવામાં માહેર હૈદરે 31 મેચમાં 497 રન બનાવ્યા છે. હૈદર આ વર્લ્ડ કપમાં ટીમના મિડલ ઓર્ડરમાં સર્વશ્રેષ્ઠ બેટર તરીકે સાબિત થઈ શકે છે.

નબળાઈ

સૂર્યકુમાર યાદવ- ડાબા હાથના ફાસ્ટ બોલરની સામે સારું પ્રદર્શન કરી શકતા નથી. મોટી મેચમાં પ્રદર્શન કંઈ ખાસ નથી રહેતું.

હૈદર અલી- હાલ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. આ વર્ષે તેણે 10 મેચમાં 11ની એવરેજથી માત્ર 91 રન બનાવ્યા છે.

તાકાત

હાર્દિક પંડ્યા- સ્પિનર્સને ખૂબ જ સારી રીતે રમે છે. મેચને સારી રીતે ફિનિશ પણ કરે છે. આ ઉપરાંત બોલિંગમાં પણ હાલ મિડલ ઓવર્સમાં વિકેટ લઈ શકે છે.

શાદાબ ખાન- સ્પિન બોલર્સને લાંબા છગ્ગા ફટકારી શકે છે. ઝડપથી રન બનાવવા માટે, પાકિસ્તાન ટીમ તેને બેટિંગમાં ઉપલા ક્રમે પણ મોકલે છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે ટીમ માટે વિકેટ પણ લે છે.

નબળાઈ

હાર્દિક પંડ્યા- ઓસ્ટ્રેલિયામાં ખરાબ બોલિંગનો રેકોર્ડ. ત્યાં તેની 10.91ની ઇકોનોમી છે. ઈજા પીછો છોડતી નથી, 2021 વર્લ્ડ કપમાં ઈજાના કારણે બોલિંગ કરી શક્યો ન હતો.

શાદાબ ખાન- ભારત સામે આ ખેલાડીનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. તે 3 T20 મેચમાં માત્ર 3 વિકેટ જ લઈ શક્યો છે.

તાકાત
દિનેશ કાર્તિક- ટીમ ઈન્ડિયાના ફિનિશર કાર્તિકે આ વર્ષે 150.82ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. કાર્તિક છેલ્લી ઓવરોમાં મોટા શોટ ફટકારી શકે છે. ટીમ ઈન્ડિયાએ તેને મેચ ફિનિશરની ભૂમિકા આપી છે, જે તે ખૂબ જ શાનદાર રીતે નિભાવી રહ્યો છે.

ઇફ્તિખાર અહેમદ- ઇફ્તિખાર બોલિંગ અને બેટિંગ બન્નેમાં પાકિસ્તાન તરફથી યોગદાન આપે છે. બેટિંગમાં તે એન્કરની ભૂમિકા ભજવે છે. તે જ સમયે, બોલિંગમાં, તે મિડલ ઓવર્સમાં વિકેટ લે છે.

નબળાઈ

દિનેશ કાર્તિક- કાર્તિકે અત્યાર સુધી મોટી ટુર્નામેન્ટમાં કંઈ ખાસ કર્યું નથી. IPL 2022 પછી જ ટીમ મેનેજમેન્ટે તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ પહેલાં તે ટીમનો સભ્ય પણ નહોતો.

ઈફ્તિખાર અહેમદ- આ વર્ષે ઈફ્તિખાર બેટથી ફ્લોપ રહ્યો છે.

તાકાત

અક્ષર પટેલ- પાવર પ્લે અને મિડલ ઓવર્સમાં સારી બોલિંગ કરે છે અને વિકેટ લે છે. જરૂર પડે બેટિંગ પણ કરી શકે છે. 2022માં તેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે.

મોહમ્મદ નવાઝ- આ વર્ષે 137ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે. તે બોલને બાઉન્ડ્રીની બહાર મોકલવામાં માહેર છે. બોલિંગમાં પણ તે પાવર-પ્લેમાં વિકેટ લે છે. પોતાની સ્પિન બોલિંગથી તે ટૉપ ઓર્ડરને પેવેલિયન મોકલી દે છે. આ વર્ષે તેણે 18 મેચમાં 19 વિકેટ ઝડપી છે.

નબળાઈ

અક્ષર પટેલ- મોટી ટુર્નામેન્ટમાં રમવાનો અનુભવ નથી. રવીન્દ્ર જાડેજાને ઈજા પહોંચ્યા પછી જ વર્લ્ડ કપની ટીમમાં આવ્યો છે.

મોહમ્મદ નવાઝ- અમુક વખતે શોર્ટ પિચ બોલ નાખે છે. જેનો બેટર્સ આનો ફાયદો ઉઠાવે છે અને મોટા શોટ્સ ફટકારે છે. આ વર્ષે તેણે 8ની ઇકોનોમીથી રન આપ્યા છે.

તાકાત

ભુવનેશ્વર કુમાર- બોલને સ્વિંગ કરવામાં એક્સપર્ટ છે. પાવર પ્લેમાં વિકેટ લઈને પોતાની ટીમને સફળતા અપાવે છે. T20 ક્રિકેટમાં 10 વર્ષનો અનુભવ પણ છે. તે એશિયા કપમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.

હારિસ રઉફ- આ વર્ષે પાકિસ્તાનનો આ ફાસ્ટ બોલર શાનદાર ફોર્મમાં છે. 16 મેચમાં આ ખેલાડીએ 20.21ની એવરેજથી 23 વિકેટ ઝડપી છે. હારિસ 145 થી 150ની ઝડપે બોલિંગ કરી શકે છે.

નબળાઈ

ભુવનેશ્વર કુમાર- ડેથ ઓવર્સમાં ખૂબ ખર્ચાળ સાબિત થાય છે. મોટી ટુર્નામેન્ટમાં તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. એશિયા કપમાં પાકિસ્તાન સામે તેની ડેથ ઓવર્સમાં ખરાબ બોલિંગના કારણે ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

હારિસ રઉફ- અમુક વખતે ખૂબ જ ઝડપે બોલિંગ કરવાના કારણે ધોવાઈ જાય છે.

તાકાત

અર્શદીપ સિંહ- યુવા બોલર છે. તે ડેથ ઓવરો અને પાવર પ્લેમાં શાનદાર બોલિંગ કરે છે.

નસીમ શાહ- એશિયા કપમાં પોતાની શાનદાર બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. આ ઉપરાંત તે 145ની ઝડપે બોલિંગ કરી શકે છે.

નબળાઈ

અર્શદીપ સિંહ- ઓસ્ટ્રેલિયામાં રમવાનો અનુભવ નથી.

નસીમ શાહ- એકવાર લાઇન લેન્થ ખરાબ થઈ જાય તો કોઈપણ બેટર તેને મોટા શોટ રમી શકે છે.

તાકાત

મોહમ્મદ શમી- સીમ અને સ્વિંગ બોલિંગ બન્નેમાં એક્પર્ટ છે. ઓસ્ટ્રેલિયામાં રમવાનો અનુભવ પણ છે.

શાહિન શાહ આફ્રિદી- ભારતના બેટર્સને પરેશાન કરી શકે છે. રોહિત-રાહુલને ડાબા હાથના બોલરોને રમવામાં મુશ્કેલી પડે છે. તે ડેથ અને શરૂઆતની ઓવરોમાં અસરકારક સાબિત થાય છે.

નબળાઈ

મોહમ્મદ શમી- 1 વર્ષ પછી T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફરી રહ્યો છે. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેની 10ની ઇકોનોમી છે.

શાહિન શાહ આફ્રિદી- છેલ્લી ઓવરમાં ખર્ચાળ સાબિત થાય છે. યોર્કર નાખવામાં તે ફૂલટોસ આપી દે છે અને બેટર્સ તેને સિક્સ ફટકારે છે. આપણે તે ગત વર્લ્ડ કપની સેમિફાઈનલ મેચમાં જોયું હતું.

તાકાત

યુઝવેન્દ્ર ચહલ- ઓસ્ટ્રેલિયાના મોટા મેદાન પર તેની સામે રન બનાવવા મુશ્કેલ રહેશે. તે T20 ક્રિકેટમાં વિશ્વના શ્રેષ્ઠ લેગ સ્પિનરોમાંથી એક છે. ઓફ-સ્ટમ્પની બહાર નાખવાથી બેટર્સને મુશ્કેલી થાય છે.

મોહમ્મદ હસનૈન- યુવા બોલર અને સ્પીડ 140થી ઉપર છે. તેને બિગ બેશ લીગમાં રમવાનો અનુભવ પણ છે.

નબળાઈ

યુઝવેન્દ્ર ચહલ- આ વર્ષે ફોર્મમાં નથી. 19 T20 મેચમાં તે માત્ર 21 વિકેટ જ લઈ શક્યો છે. તો આ ઇકોનોમી પણ 7થી વધુની છે.

મોહમ્મદ હસનૈન- બોલિંગ એક્શનને લઈને સવાલો ઊભા થયા હતા. આવી સ્થિતિમાં એક્શન બદલ્યા પછી મોટાભાગની મેચમાં તે મોંઘો સાબિત થાય છે.

અન્ય સમાચારો પણ છે...