• Gujarati News
  • Sports
  • Cricket
  • Stokes Took The Review Despite Being Clean Bold; The Third Umpire Also Gave A Not Out, Including The Field Umpire Sachin In Confusion!

ક્લીન બોલ્ડ થયો છતા નોટઆઉટ:ફિલ્ડ અમ્પાયરે સ્ટોક્સને આઉટ આપ્યો પરંતુ તેણે રિવ્યૂ લીધો, થર્ડ અમ્પાયરે નોટ આઉટ જાહેર કર્યો; સચિન પણ અસમંજસમાં

19 દિવસ પહેલા
  • ફિલ્ડ અમ્પાયરે સ્ટોક્સને આઉટ આપ્યો હતો

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીના મેદાનમાં એશિઝ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ દરમિયાન એક વિચિત્ર ઘટના સામે આવી હતી. જ્યારે બેન સ્ટોક્સના ક્લીન બોલ્ડ થયા પછી ફિલ્ડ અમ્પાયરે તેને આઉટ જાહેર કરી દીધો હતો. જોકે તે દરમિયાન ચોંકવનારી વાત એ રહી કે નો બોલ ન હોવા છતા સ્ટોક્સે રિવ્યૂ લીધો. એટલું જ નહીં થર્ડ અમ્પાયરે પણ તેને નોટઆઉટ આપતા ઓસ્ટ્રેલિયન ફિલ્ડર્સ, ફિલ્ડ અમ્પાયર સહિત સચિન પણ અસમંજસમાં મુકાઈ ગયા હતા. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

ફિલ્ડ અમ્પાયરે સ્ટોક્સને આઉટ આપ્યો
ઈંગ્લેન્ડની બેટિંગ દરમિયાન 31મી ઓવરમાં કેમેરોન ગ્રીનનો બોલ ઓફ-સ્ટમ્પની બહાર હતો અને બેન સ્ટોક્સે તેને છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. બોલ પાછળથી સ્વિંગ થઈને સીધો ઓફ-સ્ટમ્પની એડ્જ લઈને વિકેટકીપર પાસે જતો રહે છે. જોકે બોલ અને સ્ટમ્પ્સ વચ્ચે સંપર્ક થયો હોવા છતા બેલ્સ પડતા નથી. એટલે ઓસ્ટ્રેલિયન પ્લેયર્સે તેના વિરૂદ્ધ અપિલ કરતા ફિલ્ડ અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો.

સ્ટોક્સે રિવ્યૂ લીધો અને થર્ડ અમ્પાયરે નોટઆઉટ આપ્યો
બોલ સ્ટમ્પ સાથે અથડાયા પછી, બેલ્સ નીચે ન પડ્યા અને સ્ટોક્સે આ જોઈને સ્તબ્ધ થઈ ગયો. જેથી તેણે રિવ્યૂ લઈ આ નિર્ણયને પડકાર્યો હતો. તેવામાં રિપ્લે દરમિયાન થર્ડ અમ્પાયરે વિડિયો જોયો, જેમાં બોલ સ્ટમ્પ સાથે અથડાઈને વિકેટકીપર પાસે ગયો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. પરંતુ બેલ્સ ન પડતા નિયમો પ્રમાણે થર્ડ અમ્પાયરે સ્ટોક્સને નોટઆઉટ જાહેર કર્યો હતો.

ચોંકાવનારો વીડિયો જોઈ બધા પ્લેયર્સ સ્તબ્ધ
ક્રિકેટમાં સામાન્ય રીતે બેટર્સ LBW અને કેચ આઉટના નિર્ણયની સમીક્ષા કરે છે, પરંતુ સ્ટોક્સે ક્લીન બોલ્ડ થયા પછી રિવ્યુ લીધો હતો અને તેનો રિવ્યુ પણ સફળ રહ્યો હતો. આ સમયે તે 16 રન કરીને રમી રહ્યો હતો. ત્યારપછી તેણે 66 રનની શાનદાર ઇનિંગ રમી અને પોતાની ટીમને ફોલોઓનના સંકટમાંથી બચાવી લીધી હતી.

ક્રિકેટના ઈતિહાસમાં આવું ઘણી વાર બન્યું છે, જ્યારે બોલ સ્ટમ્પ સાથે અથડાય છે, પરંતુ બેઈલ નીચે ન પડ્યા હોવાથી બેટરને આઉટ અપાતો નથી. પરંતુ ફિલ્ડ અમ્પાયરે તેને આઉટ આપ્યો અને થર્ડ અમ્પાયર આ નિર્ણય બદલી નોટઆઉટ કર્યો એવું ભાગ્યે જ જોવા મળ્યું છે.

સચિન અને કાર્તિક પણ આશ્ચર્યચકિત થઈ ગયા
સ્ટોક્સ સાથેની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે અને તેને જોઈને બધા ચોંકી ગયા છે. ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર અને દિનેશ કાર્તિકે પણ આ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

વળી સચિને તો નવા નિયમની માગ કરી છે કે જેમાં બોલ સ્ટમ્પ પર અથડાયા બાદ બેટરને આઉટ આપવાની જોગવાઈ હોવી જોઈએ તેવો મત રજૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...