તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્મિથની શરમજનક હરકત:સ્ટીવ સ્મિથે પિચને નુકસાન પહોંચાડવાનો કર્યો પ્રયાસ, કેમેરામાં કેદ થઈ હરકત; ICC કરી શકે છે મોટી કાર્યવાહી

9 દિવસ પહેલા
  • સ્ટીવ સ્મિથની બેઈમાની છતાં કાંગારૂઓ મેચ જીતી ન શક્યા
  • ભારતીય બેટ્સમેન્ટ ઇન્જર્ડ હોવા છતાં ક્રિઝ પર ટકી રહ્યા હતા અને મેચ ડ્રોમાં ખેંચી હતી
  • ચાર ટેસ્ટની સિરીઝ હાલ 1-1થી બરાબરી પર છે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ટેસ્ટના 5મો દિવસે ઋષભ પંત અને ચેતેશ્વર પૂજારાનાં નામે રહ્યો, પરંતુ સ્ટીવ સ્મિથે એવી હરકત કરી હતી, જેનાથી તે ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યો. સ્ટીવ સ્મિથે તક જોઈને પિચને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. સ્ટીવ સ્મિથની આ શરમજનક હરકત સ્ટમ્પ્સમાં લગાડવામાં આવેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોકે ઓસ્ટ્રેલિયન મીડિયાએ એને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ રોમાંચક અંદાજમાં સમાપ્ત થઈ. પાંચમા દિવસની શરૂઆતમાં જીતના દાવેદાર માનવામાં આવતી ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતની ત્રણ જ વિકેટ ખેરવી શકી. ભારતીય બેટ્સમેન ઈજાગ્રસ્ત હોવા છતાં પિચ પર ટકી રહ્યા. પરિણામ એ આવ્યું કે ત્રીજી ટેસ્ટ ડ્રો થઈ અને સિરીઝ હાલ 1-1થી બરાબરી પર છે. અનેક ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવા છતાં જે રીતે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાના બોલર્સનો સામનો કર્યો અને ચોથી ઈનિંગમાં ક્રિઝ પર ટકી રહ્યા, એને જોઈને દરેક લોકોએ ટીમ ઈન્ડિયાની પ્રશંસા કરી.

સ્મિથની શરમજનક હરકત
મેચની ચોથી ઈનિંગ દરમિયાન જ્યારે ડ્રિંક્સ બ્રેક થયો ત્યારે ઋષભ પંત પિચ છોડીને પાણી પીવા ગયો હતો. આ દરમિયાન સ્ટીવ સ્મિથે તક મેળવીને પોતાના જૂતાથી પિચને નુકસાન પહોંચાડ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમ વિકેટ મેળવવા માટે હવાતિયા મારી રહી હતી, ત્યારે સ્મિથે પોતાના બોલર્સની મદદ કરવાના પ્રયાસમાં આ હરકત કરી હતી.

કેમેરામાં કેદ થઈ હરકત
સ્ટીવ સ્મિથની આ હરકત સ્ટમ્પ્સમાં લાગેલા કેમેરામાં કેદ થઈ હતી, પરંતુ ઓસ્ટ્રેલિયન મીડિયાએ તેને છુપાવવાનો પ્રયાસ કર્યો અને આ દરમિયાન ટીવી પર જૂના ફૂટેજ દેખાડવા લાગ્યા. તેમ છતાં સ્મિથનો આ ગુનો છુપાયો નહીં, કેમ કે ઓસ્ટ્રેલિયાની બહાર જે ટેલીવિઝન ફીડ મળી રહ્યા હતા એમાં સ્મિથ દ્વારા પિચને નુકસાન પહોંચાડતો સ્પષ્ટ જોવા મળ્યો હતો. જોકે ક્રિઝ પર પરત ફરતાં જ પંતે પોતાના બેટથી પિચના એ ભાગને ફરી સમતોલ કરી દીધો હતો.

થઈ શકે છે મોટી કાર્યવાહી
સ્ટીવ સ્મિથે જે કંઈ કર્યું એ ICCની આચારસંહિતાના અનુચ્છેદ 2.10 અંતર્ગત ગુનો માનવામાં આવે છે. એને અનુચિત ખેલની કેટેગરીમાં રાખવામાં આવે છે. નિયમમાં કહેવામાં આવ્યું છે કે 'જો ફિલ્ડર જાણીજોઈને પિચને નુકસાન પહોંચાડે છે તો તેને લેવલ 1 કે લેવલ 2નો ગુનો માનવામાં આવે છે.' ICCના ધ્યાનમાં આવતાં જ સ્ટીવ સ્મિથ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser