• Gujarati News
  • Sports
  • Cricket
  • Stark's Fast Ball Hit The Secret Part Of The Root, He Got Angry Amd Said; Why Did The Spider Erupt Approaching

ઝોર કા ઝટકા..હાય ઝોરો સે લગા:સ્ટાર્કનો ફાસ્ટ બોલ રૂટના ગુપ્ત ભાગે વાગ્યો, પિચ પર ગલોટિયા ખાઈ કણસતો રહ્યો; સ્પાઈડર કેમ નજીક આવતા ભડક્યો

એક મહિનો પહેલા
  • રૂટને બોલ વાગ્યા પછી રન માટે આડા-અવળો દોડતા જોઈ બધા હસવા લાગ્યા

ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે એશિઝ સિરીઝની એડિલેડમાં રમાઈ રહેલી મેચમાં રૂટ સાથે જોવાજેવી થઈ હતી. ઇંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ બેટિંગ કરી રહ્યો હતો ત્યારે મિચેલ સ્ટાર્કનો ફાસ્ટ બોલ બુલેટ સ્પિડે સીધો તેના પ્રાઈવેટ પાર્ટ પર વાગ્યો હતો. ત્યારપછી રૂટ જાણે ચક્કર ખાઈને ગલોટિયું મારી ગયો હોય તેમ લાગી રહ્યું હતું. આ દરમિયાન એક રમૂજી ઘટના બની હતી. તો ચલો આપણે આના પર નજર ફેરવીએ....

જો રૂટ જ્યારે પોતાનું ગાર્ડ એડજસ્ટ કરી રહ્યો હતો ત્યારે સ્પાઈડર કેમ તેની નજીક આવતા ઇંગ્લેન્ડનો કેપ્ટન ગુસ્સે થઈ ગયો હતો. તેણે ઈશારો કરી કહ્યું કે આ કેમેરો મારાથી દૂર રાખો યાર... ભાન નથી પડતું અત્યારે હું ઈનર ગાર્ડ એડજસ્ટ કરી રહ્યો છું. ત્યારપછી રૂટ બેટિંગ કરવા માટે પણ ઉપલબ્ધ થઈ ગયો હતો.

રન માટે રૂટને આડા-અવળો ભાગતા જોઈ બધા હસી પડ્યા
ગુપ્ત ભાગે બોલ વાગ્યા પછી રૂટ રન લેવા માટે આડા-અવળો અને 2 પગ પહોળા કરી વિચિત્ર રીતે ભાગતો નજરે પડ્યો હતો. આ જોઈને ઓસ્ટ્રેલિયન ખેલાડી સહિત કોમેન્ટ્રી કરી રહેલા રિકી પોન્ટિંગ પણ હસવા લાગ્યા હતા.

રૂટે 24 રન કર્યા
રૂટે ફાસ્ટ બોલ વાગ્યા પછી પણ બેટિંગ કરી અને કુલ 67 બોલમાં 24 રન કર્યા હતા. જોકે ત્યારપછી મિચેલ સ્ટાર્કની ઓવરમાં તે એલેક્સ કેરીના હાથે કેચ આઉટ થયો હતો.

ઓસ્ટ્રેલિયા આ મેચ જીતવાની પ્રબળ દાવેદાર
એડિલેડમાં રમાઈ રહેલી એશિઝની બીજી ટેસ્ટને ઓસ્ટ્રેલિયા સરળતાથી જીતી લે એમ લાગી રહ્યું છે. તેણે ઇંગ્લેન્ડને જીતવા માટે 468 રનનો ટાર્ગેટ આપ્યો છે. તેવામાં બીજી ઈનિંગમાં આટલો મોટો સ્કોર ચેઝ કરવો ઇંગ્લેન્ડની ટીમ માટે લોઢાના ચણા ચાવવા સમાન રહેશે.

અન્ય સમાચારો પણ છે...