તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Srilanka Team Update | On The Way Back From The England Tour, Srilanka's Flight Was Refueled And Had To Land In India Instead Of Colombo; Players Scared

શ્રીલંકન ટીમનું ઇમર્જન્સી લેન્ડિંગ:ઇંગ્લેન્ડ ટૂરથી પરત ફરતા સમયે ફ્લાઇટનું ફ્યુઅલ પૂરું, કોલંબોને બદલે ભારતમાં ઊતરવું પડ્યું; ખેલાડીઓ ભયભીત

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફ્લાઇટ કેરળના તિરુવનંતપુરમ એરપોર્ટ ખાતે લેન્ડ થઈ (ફાઇલ તસવીર). - Divya Bhaskar
ફ્લાઇટ કેરળના તિરુવનંતપુરમ એરપોર્ટ ખાતે લેન્ડ થઈ (ફાઇલ તસવીર).
  • 13 જુલાઈથી ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે 3 વનડે તથા 3 T-20 સિરીઝ શરૂ થશે

શ્રીલંકન ક્રિકેટ ટીમની મુશ્કેલીઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં ખરાબ પ્રદર્શન પછી શ્રીલંકાની ટીમ સામે બીજો મોટો પડકાર સામે આવ્યો હતો. શ્રીલંકન ટીમ જ્યારે ટૂરથી પરત ફરી રહી હતી ત્યારે તેમની ફ્લાઇટનું ફ્યુઅલ પૂરું થઈ ગયું હતું. આ સમયે ટીમના તમામ ખેલાડીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. ખેલાડીઓના જીવ બચાવવા માટે ફ્લાઇટને ભારત તરફ ડાઇવર્ટ કરવી પડી હતી.

ફ્લાઇટ કેરળના તિરુવનંતપુરમમાં લેન્ડ થઈ
આર્થરે ટૉકસ્પોર્ટ વેબસાઇટ સાથે વાતચીત દરમિયાન સમગ્ર ઘટનાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે અમારી ફ્લાઇટનું ફ્યુઅલ પૂરું થઈ જતાં તેને ઈન્ડિયા તરફ ડાઇવર્ટ કરવી પડી હતી. કોલંબો જતા સમયે આ ફ્લાઇટ દરિયાઈ માર્ગે આગળ વધી રહી હતી. એવામાં અચાનક ફ્લાઇટનું ફ્યુઅલ પૂરું થઈ ગયું હતું. આવા સમયે ફ્લાઇટને કેરળના તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ઇમર્જન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. અહીં રિફ્યુઅલ કર્યા પછી શ્રીલંકન ખેલાડીઓની સફર ફરી શરૂ થઈ હતી.

તેમણે વધુમાં કહ્યું હતું કે જ્યારે હું ભારત ઊતર્યો ત્યારે મેં ફોન સ્વિચ ઓન કર્યો હતો. મારા ફોનમાં ઇંગ્લેન્ડ ક્રિકેટના ઓપરેશન મેનેજરના મેસેજ આવ્યા હતા, જેમણે મને ફ્યુઅલ અંગે માહિતી આપી હતી. આ સમયે અમારી ટીમ પણ ચિંતાજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી.

શ્રીલંકામાં ફરીથી તેમનો RT-PCR ટેસ્ટ થયો
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓ સંક્રમિત મળી આવતાં હોબાળો મચી જવા પામ્યો હતો. શ્રીલંકાની ટીમ જ્યારે પોતાના વતન પરત ફરી હતી ત્યારે ફરીથી તમામ ખેલાડીના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યારે ટીમના ખેલાડી ક્વોરન્ટીન છે.

13 જુલાઈથી ઈન્ડિયા V/S શ્રીલંકા સિરીઝ શરૂ
ભારત અને શ્રીલંકા વચ્ચે 3 વનડે 13, 16 અને 18 જુલાઈએ રમાશે. ત્યાર પછી બંને ટીમ 21, 23 અને 25 જુલાઈએ T-20 રમશે. તમામ મેચ કોલંબોનું આયોજન પ્રેમદાસા સ્ટેડિયમમાં કરાયું છે. ટીમ ઈન્ડિયા અત્યારે શ્રીલંકા ટૂર પર છે. અહીં 3 વનડે અને T-20 સિરીઝ રમશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા પાસે શ્રીલંકા સામે સૌથી વધુ વનડે મેચ જીતનારી વિશ્વની પહેલી ટીમ બનવાની તક છે. અત્યારે આ રેકોર્ડ ટીમ ઈન્ડિયા માત્ર 2 જીત દૂર છે.

અન્ય સમાચારો પણ છે...