ક્રિકેટ / પૂર્વ ચીફ સિલેક્ટર શ્રીકાંતે કહ્યું, રોહિત શર્મા વનડેના ઓલટાઇમ ગ્રેટેસ્ટ ઓપનર્સમાંથી એક છે

Srikkanth said Rohit Sharma is one of the greatest ODI openers of all time
X
Srikkanth said Rohit Sharma is one of the greatest ODI openers of all time

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 04:51 PM IST

મહેન્દ્રસિંહ ધોનીએ 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્મા પાસેથી પહેલીવાર ઓપનિંગ કરાવી હતી. ત્યારથી રોહિત ટેલેન્ટેડ ક્રિકેટરથી એક પર્ફોર્મર બની ગયો, અને તેના કરિયરે યુ-ટર્ન લઈ લીધો. ભારતના પૂર્વ ચીફ સિલેક્ટર કે. શ્રીકાંતે કહ્યું કે, રોહિત વનડેના ઓલટાઇમ ગ્રેટેસ્ટ ઓપનર્સમાંથી એક છે.

સ્ટાર સ્પોર્ટ્સના શો ક્રિકેટ કનેક્ટેડમાં વાત કરતા શ્રીકાંતે કહ્યું, રોહિતની સૌથી સારી ક્વોલિટી એ છે કે તે 100ને મોટા સ્કોરમાં કન્વર્ટ કરે છે. ડબલ હન્ડ્રેડ પણ ફટકારે છે. તેની રમત ગજબ છે.

શ્રીકાંતે વધુ ઉમેરતા કહ્યું, જ્યારે તમે વનડેમાં 150, 180, 200 જેવો વ્યક્તિગત સ્કોર કરો છો, તો વિચારો ટીમને ક્યાં લઈ જાઓ છો. આ રોહિત શર્માની ગ્રેટનેસ છે. તે વનડે ક્રિકેટમાં ગ્રેટેસ્ટ ટોપ-3 અથવા ટોપ-5 ઓપનર્સમાંથી એક છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી