તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Sri Lankan Player Thisara Perera Made History, Hitting Six Sixes In A Single Over; My Second Fastest Fifty

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરેરાની ફટકાબાજી:શ્રીલંકાના ખેલાડી થિસારા પરેરાએ રચ્યો ઈતિહાસ, એક જ ઓવરમાં ફટાકાર્યા છ છગ્ગા; મારી બીજી સૌથી ફાસ્ટ ફિફ્ટી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થિસારા પરેરાએ એક ઓવરમાં છ છગ્ગા ફટકારનાર શ્રીલંકાનો પહેલો ક્રિકેટર
  • શ્રીલંકા તરફથી લિસ્ટ એમાં બીજી સૌથી ફિફ્ટી ફટકારનાર ખેલાડીની યાદીમાં સમાવેશ
  • ક્રિકેટ જગતમાં છ બોલમાં છ સિક્સ મારનાર પરેરા 9મો ખેલાડી બન્યો

શ્રીલંકાના ઓલરાઉન્ડર થિસારા પરેરાએ ઈતિહાસ રચ્યો છે. પરેરાએ એક ક્રિકેટ ટૂર્નામેન્ટની એક મેચમાં એક જ ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા છે. પરેરા હવે એક જ ઓવરમાં છ છગ્ગા ફટકારનાર શ્રીલંકાનો પહેલો બેટ્સમેન બની ગયો છે. એટલું જ નહીં તે શ્રીલંકા તરફથી લિસ્ટ એમાં બીજો સૌથી ઝડપથી હાફસેન્ચુરી ફટકારનાર ખેલાડી પણ બની ગયો છે.

થિસારા પરેરાએ છ છગ્ગાની મદદથી તેને 13 બોલમાં 52 રન બનાવ્યા હતા
થિસારા પરેરાએ છ છગ્ગાની મદદથી તેને 13 બોલમાં 52 રન બનાવ્યા હતા

તેણે આ ઉપલબ્ધિ રવિવારે પનાગોડામાં સૈન્ય મેદાનમાં ચાલી રહેલી મેજર કલબ્સ લિમિટેડ ઓવર લિસ્ટ એ ટૂર્નામેન્ટમાં મેળવી છે. પરેરા બ્લૂમફીલ્ડ ક્રિકેટ તેમજ એથેલેટિક ક્લબ વિરૂદ્ધની મેચમાં શ્રીલંકાની આર્મી ટીમની કેપ્ટનશિપ કરી રહ્યો હતો. તે પાંચમા નંબર બેટિંગ કરવા ઉતર્યો ત્યારે માત્ર 20 બોલની જ રમત બાકી હતી. જે બાદ જોરદાર ઈનિંગ રમતા અને છ છગ્ગાની મદદથી તેને 13 બોલમાં 52 રન બનાવ્યા હતા, અને નોટઆઉટ રહ્યો હતો.

ફાસ્ટ હાફ સેન્ચુરી મારનાર બીજો શ્રીલંકા ખેલાડી
પરેરાએ ઈનિગમાં આઠ છગ્ગા ફટકાર્યા હતા. સાથે જ પરેરાની આ ઈનિંગ શ્રીલંકાના લિસ્ટ એમાં બીજી સૌથી ઝડપી હાફસેન્ચુરી પણ છે. શ્રીલંકાના પૂર્વ ઓલરાઉન્ડર કૌશલ્યા વીરરત્નેએ 2005માં 12 બોલમાં હાફસેન્ચુરી મારી હતી.

છ બોલમાં છ સિક્સ ફટકારનાર 9મો ખેલાડી
પરેરા આ રીતે ક્રિકેટના ઈતિહાસમાં આવી ઉપલબ્ધિ પોતાના નામે કરનારો 9મો ક્રિકેટર બન્યો છે. તેની પહેલાં ગારફીલ્ડ સોબર્સ, રવિ શાસ્ત્રી, હર્શલ ગિબ્સ, યુવરાજ સિંહ, રોસ વાઈટલે, હઝરતુલ્લાહ જજઇ, લિયો કાર્ટર અને હાલમાં જ કીરોન પોલાર્ડ છ બોલમાં છ સિક્સ ફટકારી ચુક્યા છે.

પરેરાની ઈન્ટરનેશનલ કેરિયર
પરેરાના ઈન્ટરનેશનલ કેરિયરની વાત કરવામાં આવે તો તેને શ્રીલંકા માટે છ ટેસ્ટ રમ્યા છે. 166 વનડે અને 64 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો