તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Sri Lanka Will Change Captain For The 10th Time In 5 Years, Shanaka Will Be Handed Over; Jaffer Said The Boys Do Not Change The DP As Much As Sri Lanka Has Changed The Captain

IND V/S SL 'ઓફ ધ ફીલ્ડ વિવાદ':5 વર્ષમાં શ્રીલંકા 10મી વાર કેપ્ટન બદલશે, જાફરે કહ્યું- આટલા તો છોકરાઓ DP નથી બદલતા, જેટલા શ્રીલંકાએ કેપ્ટન બદલ્યા છે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રીલંકાની ટીમનો કાર્યભાર શનાકાને સોંપાઈ શકે છે
  • ઈન્ડિયા-શ્રીલંકા સિરીઝ 18 જુલાઈથી રમાશે; 29 જુલાઈ સુધી 3 વનડે અને 3 T-20 મેચ રમાશે

ઈન્ડિયન ટીમના પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે શ્રીલંકા પર કેપ્ટન બદલવા મુદ્દે કટાક્ષ કર્યો હતો. જાફરે ક્રિકટ્રેકરની એક ટ્વીટ શેર કરીને લખ્યું હતું કે, યાર આટલા તો છોકરાઓ DP નથી બદલતા, જેટલા શ્રીલંકન ટીમે છેલ્લા 5 વર્ષમાં કેપ્ટન બદલ્યા છે. શ્રીલંકાએ છેલ્લા 5 વર્ષમાં 9 કેપ્ટન ચેન્જ કર્યા છે અને ટૂંક સમયમાં 10માં કેપ્ટન તરીકે શનાકાની પસંદગી થઈ શકે છે.

દસુન શનાકા શ્રીલંકાનો નવો કેપ્ટન બની શકે છે
મીડિયા રિપોર્ટના આધારે, શ્રીલંકન ક્રિકેટ દસુન શનાકાની ટીમના નવા કેપ્ટન તરીકે નિમણુક કરશે. શનાકા કોન્ટ્રાક્ટ સાઇન કરનાર પહેલો ખેલાડી છે. 29 વર્ષીય શનાકા આક્રમક બેટ્સમેનની સાથે ફાસ્ટ બોલર પણ છે. છેલ્લા પાંચ વર્ષમાં શ્રીલંકન ટીમ 10મો કેપ્ટન બદલશે.

શ્રીલંકાએ કુલ 10વાર કેપ્ટન બદલ્યા
પુલ થરંગા, એન્જેલો મેથ્યૂઝ (2 વાર), ચમારા કપૂગેદરા, લસિથ મલિંગા (2 વાર), દિનેશ ચંદીમલ, દિમુથ કરૂણારત્ને અને પરેરાને 2017ની શરૂઆતથી અત્યારસુધી શ્રીલંકાએ કેપ્ટનશિપ આપી છે. શનાકાએ 2019માં પાકિસ્તાન સામે ત્રણ મેચની T-20 સિરીઝમાં કેપ્ટનશિપ કરી હતી, જેમાં તેમની ટીમ તમામ મેચ હારી ગઈ હતી.

વસીમ જાફરે શ્રીલંકન ટીમને આડે હાથ લીધી
ક્રિકટ્રેકરે એક ફોટો ટ્વીટ કર્યો હતો, જેમાં 2017થી અત્યારસુધી શ્રીલંકા ટીમે જેટલા કેપ્ટન બદલ્યા છે એની યાદી બહાર પાડી હતી. એ પોસ્ટને શેર કરતા પૂર્વ ઈન્ડિયન ક્રિકટર વસીમ જાફરે લખ્યું હતું કે યાર આટલા તો છોકરાઓ DP નથી બદલતા, જેટલા શ્રીલંકન ટીમે કેપ્ટન બદલ્યા છે.

ભારત અને શ્રીલંકા વચ્ચેની લિમિટેડ ઓવર્સ સિરીઝની નવી તારીખો જાહેર થઈ ગઈ છે. આ સિરીઝ 18થી 29 જુલાઈ વચ્ચે રમાશે. શ્રીલંકન સ્ક્વૉડમાં કોરોના આઉટ બ્રેક થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા આ સિરીઝ 13થી 25 જુલાઈ વચ્ચે રમાવાની હતી. BCCI હજુ આ અંગે સત્તાવાર જાણકારી બહાર પાડી શકે છે.

ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત થયા છે બેટિંગ-કોચ અને એનાલિસ્ટ
શ્રીલંકા માટે ચિંતાની વાત એ છે કે બેટિંગ-કોચ ગ્રાંટ ફ્લાવર અને એનાલિસ્ટ જીટી નિરોશન બંને ડેલ્ટા વેરિયન્ટથી પોઝિટિવ થયા છે. કોરોનાનો આ વેરિયન્ટ સૌથી વધુ સંક્રમક અને ખતરનાક છે. શ્રીલંકાના ખેલાડીઓને શુક્રવારે જ આઈસોલેશનથી બહાર આવવાનું હતું, પરંતુ હવે ટીમને બે દિવસ વધુ રાહ જોવી પડશે.

અન્ય સમાચારો પણ છે...